+

Meena Kumari-બે લુત્ફ ઝિંદગી કે કિસ્સે હૈં ફિકે ફિકે

Meena Kumariની પતિ કમાલ અમરોહીના પોતાના નિર્માણમાં અલગ અલગ કારણોસર પંદર વરસ ખાઈ જનારી પાકિઝા’ ફિલ્મ વખતે એમની પ્રેગનન્સીનો મુદો પણ ચગ્યો હતો, પણ એ ફિલ્મને નહીં, કમાલ અમરોહી અને…

Meena Kumariની પતિ કમાલ અમરોહીના પોતાના નિર્માણમાં અલગ અલગ કારણોસર પંદર વરસ ખાઈ જનારી પાકિઝા’ ફિલ્મ વખતે એમની પ્રેગનન્સીનો મુદો પણ ચગ્યો હતો, પણ એ ફિલ્મને નહીં, કમાલ અમરોહી અને મીનાકુમારી વચ્ચેના બોન્ડિંગને ડિસ્ટર્બ કરી ગયેલો.

કમાલ અમરોહી અને મીનાકુમારીનું લગ્નજીવન ડામાડોળ  

એમ કહેવાય છે કે, ‘પાકિઝા’ બનવાની શરૂ થઈ ત્યારે બે વખત (૧૯પ૭ અને ૧૯પ૯માં) મીનાકુમારી પ્રેગનન્ટ બન્યા હતાં, પણ બન્ને વખતે એમણે એબોર્શન કરાવી નાખ્યું હતું. કમાલ અમરોહીને આ વાતનો આઘાત લાગ્યો હતો, પણ ફિલ્મના માણસ હતા.એ ફિગરના મોહ, સામાજિક બંધનના છોછ અને ગ્લેમર વર્લ્ડની પ્રાથમિક શરતો જાણતાં હોવાથી મીનાકુમારી સાથેની એમની ગૃહસ્થી ચાલી રહી હતી.

મીનાકુમારીને આજ દિવસોમાં શરદીની શિકાયતને કારણે બ્રાન્ડી નિયમિત લેવાની સલાહ મળી હતી, જે દવા પણ ધીમે ધીમે આદત બની રહી હતી, પણ આ બધા જેટલું જ અગત્યનું એ પણ હતું કે ૧૯૬૦-૬૧ સુધીમાં પાકિઝા’ પર પિસ્તાલીસ લાખ રૂપિયા લાગી ચૂક્યા હતા.

ગુલઝાર માટે મીનાકુમારીને સોફટ કોર્નર

મીનાકુમારીની ઓપોઝિટ ધર્મેન્દ્ર કાસ્ટ થઈ ગયા. ઓ.પી. રાલ્હનની ‘ફૂલ ઔર પથ્થર’ તો એ પછી બનવાની હતી કે જે દરમિયાન ધર્મેન્દ્ર અને મીનાકુમારીના સંબંધો નવી પરવાન ચઢવાના હતા અને એ માટે મીનાકુમારી ગુલઝારસાહેબને પોતાના જીવનમાંથી ડિલિટ કરી દેવાના હતા. પાકિઝા બનતી હતી ત્યારે જ પરિચયમાં આવેલાં શાયર ગુલઝાર માટે શાયરાના મિજાજ ધરાવતાં મીનાકુમારી સોફટ કોર્નર ધરાવતાં થઈ ગયા હતા. ‘પાકિઝા’ની પેરેલલ-સમાંતારે એ બીજી ફિલ્મોમાં પણ કામ કરતાં.

ગુલઝારનું કમાલ અમરોહીના ખાસ માણસ બાકરે કર્યું અપમાન

આવી જ એક ફિલ્મ પિંજરે કે પંછી’ના સેટ પર મીનાકુમારીજીના મેકઅપ રૂમમાં બેઠેલાં ગુલઝારનું કમાલ અમરોહીના ખાસ માણસ બાકરે ઈન્સલ્ટ કરીને બહાર કાઢી મૂક્વાની વાતમાં ઝઘડો થઈ ગયો. મીનાકુમારીએ પતિ અમરોહીને સેટ પર બોલાવ્યાં, જેથી બાકરની ફરિયાદ કરી શકે. જો કે, અમરોહી ફજેતો થવાની બીકે આવ્યા નહીં.

એ પછી ક્યારેય અમરોહી સાથે રહેવા ગયાં જ નહીં.

બસ…. પ માર્ચ, ૧૯૬૪ના એ દિવસેMeena Kumari પોતાના અને અને કમાલ અમરોહીના બાંદરાને  ઘેર જવાને બદલે બહેન મધુ અને એના પતિ (કોમેડિયન) મહેમુદના ફલેટ પર રહેવા ચાલ્યાં ગયાં એ પછી ક્યારેય અમરોહી સાથે રહેવા ગયાં જ નહીં.

બસ…. પ માર્ચ, ૧૯૬૪ના એ દિવસે મીનાકુમારી પોતાના અને અને કમાલ અમરોહીના બાંદરાને  ઘેર જવાને બદલે બહેન મધુ અને એના પતિ (કોમેડિયન) મહેમુદના ફલેટ પર રહેવા ચાલ્યાં ગયાં એ પછી ક્યારેય અમરોહી સાથે રહેવા ગયાં જ નહીં.

 ‘પાકિઝા’ જેવી કલાસિક ગણાયેલી ફિલ્મ આપનારાં કમાલ અમરોહીએ માત્ર ચાર ફિલ્મ ડિરેકટ કરી અને તેમાં સ્ટારપત્ની મીનાકુમારી સાથે બે હતી : ‘દાયરા’ અને ‘પાકિઝા’ .

૧૯પ૩માં મીના-કમાલના નિકાહ

૧૯પ૩માં રિલિઝ થયેલી દાયરા વખતે મંજુ- ચંદન (મીના-કમાલ) નિકાહ પઢીને સાથે રહેવા લાગ્યાં હતાં. ‘મોગલ-એ-આઝમ’ વખતે જ કમાલ અમરોહીએ અનારકલી’ ફિલ્મ બનાવવાની જાહેરાત કરેલી અને હિરોઈન તરીકે મીનાકુમારીને સાઈન કરેલાંં. ‘અનારકલી’ ફિલ્મ તો ન બની, પણ કમાલ અમરોહી મીનાજી માટે સલિમ બની ગયા. એ પછી નવી કાર લઈને મહાબલેશ્ર્વર ફરવા ગયેલાં મીનાકુમારીનો (પિતા અને બહેન સાથે) અકસ્માત થયો અને એમને પૂનાની સસુન હોસ્પિટલમાં દાખલ કરાયાં. આ અકસ્માતમાં જ મીનાકુમારની ડાબા હાથની ટચલી આંગળી કપાઈ ગઈ હતી, જે એ હંમેશા કેમેરાથી છૂપાવતાં રહેતાં.

હોસ્પિટલમાં મીનાજીને મળવા માટે કમાલ અમરોહી નિયમિત જતા. મીનાકુમારીના પિતા અલી બક્સને હવે અણસારો આવી ગયો હતો. પરંતુ પાની સર કે ઉપર પહોંચ ગયા થા.  મુંબઈ આવ્યા પછી મંજુ- ચંદન (મીના-કમાલ) ૧પ ફેબ્રુઆરી, ૧૯પરના દિવસે નિકાહ કરી લીધા, પણ એ જાહેર નહોતાં ર્ક્યાં.

વાત ફિલ્મ ‘પાકિઝા’ની 

વાત કરતા હતા ફિલ્મ ‘પાકિઝા’ ની. એના નિર્માણની જેમ વિલંબમાં પણ મીનાકુમારી-કમાલ અમરોહીનું પતિ-પત્ની હોવું મોટું નિમિત્ત હોવાથી એ ફલેશબેકને જરા યાદ કરી લેવો જરૂરી છે.

મીનાકુમારીએ પિતાની જાણ બહાર કમાલસાબની ‘દાયરા’ સાઈન કરી

પ્રેમના પાગલપનના એ દિવસોમાં મીનાકુમારીએ પિતાની જાણ બહાર કમાલસાબની ‘દાયરા’ સાઈન કરી લીધી હતી. એટલું જ નહીં, મહેબુબ ખાનની ફિલ્મ ‘અમર’ માટેની તારીખોમાં પણ એ દાયરાનું શૂટિંગ કરવા માટે ચાલ્યા જતાં હતાં. આ મુદ્દે ઝઘડો થયો અને મીનાકુમારી પિતાનું ઘર છોડીને કમાલ અમરોહીના ફલેટ પર આવી ગયાં. કમાલ અમરોહીના પ્રથમ પત્ની અને બાળકો વતન અમરોહામાં જ હતાં અને બાળકોનું બચપણ વતનમાં જ વીત્યું હતું.

મીનાકુમારીએ ઘર છોડી દીધું એટલે નાછૂટકે કમાલ અમરોહીને મીનાજી સાથેના નિકાહની સત્તાવાર જાહેરાત કરવી પડી હતી.

શરત એ હતી કે નિકાહ પછી મીનાકુમારી ફિલ્મોમાં કામ નહીં કરે

એ વખતે એવી વાત  ચર્ચાતી વાત હતી  કે નિકાહ પછી મીનાકુમારી ફિલ્મોમાં કામ નહીં કરે એવું પતિ- પત્ની વચ્ચે નક્કી થયું હતું, પણ જેવો પ્રેમ અને રોમાંસનો ખુમાર ઓસર્યો કે સર્ચલાઈટ અને સેલ્યુલોઈડનો વિરહ કણસવા લાગ્યો.

મીનાકુમારી-કમાલ અમરોહી વચ્ચે ખટરાગનો પ્રથમ તિખારો

મીનાકુમારી -અમરોહી પર પુસ્તક લખનારાં અનિતા પાધ્યેના લખ્યા પ્રમાણે, બિમલ રોયએ ‘દેવદાસ’માં પારોની ભૂમિકા માટે Meena Kumariનો અપ્રોચ ર્ક્યો ત્યારે અમરોહીએ ઈન્કાર કરી દીધી હતો. આ વાતની ખબર પડતાં મીનાકુમારી-કમાલ અમરોહી વચ્ચે ખટરાગનો પ્રથમ તિખારો ખર્યો હતો.

ફિલ્મના કોન્ટ્રાકટ અમરોહીની કંપની સાથે જ કરવામાં આવતા

જો કે એ પછી કેટલીક શરતો સાથે અમરોહીએ મીનાકુમારીજીને ફિલ્મો કરવાની મંજૂરી આપી અને આ વાતમાં વજન એટલે લાગે છે કે મીનાકુમારીની ફિલ્મના કોન્ટ્રાકટ અમરોહીની કંપની સાથે જ કરવામાં આવતા હતા.

અમરોહીના ખાસ વ્યક્તિ બાકર જ મીનાકુમારીનું બધું કામ જોતા હતા અને એ રીતે લપસણી ફિલ્મી આલમમાં રોમાન્ટિક મીનાકુમારી પર અમરોહી વતી નજર પણ રાખતા હતા. આ જ હેસિયતથી ‘પિંજરે કે પંછી’ના સેટ પર ગુલઝારની હાજરીને લઈને એમની અને મીનાકુમારી વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ ગઈ.

શરાબના સહારે રોમાન્સની રઝળપાટે ચઢી ગયાં.

 પછી તો Meena Kumariએ અમરોહીનું ઘર છોડી દીધું અને સ્વજનો તેમ જ શરાબના સહારે રોમાન્સની રઝળપાટે ચઢી ગયાં.દર વખતે કોઈને કોઈ કારણસર હરીફરીને ઝિરો પર પહોંચી જતી ‘પાકિઝા’ ફિલ્મ ૧૯૬૪માં એવી ડબ્બામાં પૂરાઈ કે બીજા ચાર-પાંચ વરસ હવે તેનું કશું થવાનું ન હતું.

એક પ્રતિભાવાન,સુંદર અભિનેત્રી આલ્કોહોલિક બની ગઈ અને હિન્દી ફિલ્મોને એનો ઉપયોગ કરવો હોય તો ય મિનાકુમારી અભિનય કરી શકે એવા રહ્યાં નહોતાં

આ પણ વાંચો- Manoj Bajpayee-છે કોઈ ઓળખની જરૂર? 

Whatsapp share
facebook twitter