+

Monsoon in Gujarat : સુરેન્દ્રનગર, પોરબંદર, જુનાગઢ, દ્વારકામાં વહેલી સવારથી વરસાદ, અહીં ધોધમાર વરસ્યા મેઘરાજા

Monsoon in Gujarat : રાજ્યમાં મેઘરાજાની પધરામણી થઈ ચૂકી છે. જો કે, આ વર્ષે મેઘરાજાની એન્ટ્રી થોડી મંદ રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 32 તાલુકામાં વરસાદ (Rain) ખાબક્યો છે.…

Monsoon in Gujarat : રાજ્યમાં મેઘરાજાની પધરામણી થઈ ચૂકી છે. જો કે, આ વર્ષે મેઘરાજાની એન્ટ્રી થોડી મંદ રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 32 તાલુકામાં વરસાદ (Rain) ખાબક્યો છે. માહિતી મુજબ, સુરેન્દ્રનગરના (Surendranagar) વઢવાણમાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ભાવનગરના ગારિયાધારમાં 2 ઇંચ , સુરેન્દ્રનગરના લખતરમાં 1.5 ઇંચ અને અન્ય તાલુકાઓમાં 0.5 થી 1 ઇંચ વરસાદ નોંધાયો છે. પોરબંદર (Porbandar), જુનાગઢ અને દ્વારકામાં (Dwarka) આજે વરસાદ ખાબક્યો છે.

વઢવાણમાં 2.5 ઇંચ વરસાદ

પ્રાપ્ત માહિતી મુજબ, છેલ્લા 24 કલાકમાં રાજ્યનાં અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ (RAIN) પડ્યો છે. સૌથી વધુ સુરેન્દ્રનગરના વઢવાણમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે લખતરમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. ભાવનગરના ગારિયાધારમાં 2 ઇંચ અને અન્ય તાલુકાઓમાં 0.5 થી 1 ઇંચ વરસાદ નોંધાયો છે. પોરબંદરની (Porbandar) વાત કરીએ તો વહેલી સવારથી સમગ્ર જિલ્લામાં ઠેર-ઠેર વરસાદ થયો હતો. નાગકા, ફટાણા, સોઢાણા, બરડા અને ધેડ પંથકના અનેક ગામોમાં વરસ્યો વરસાદ વરસ્યો હતો. ભીમ અગિયારસ પહેલા વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. પ્રથમ વરસાદ થતાં ખેડૂતો વાવણીનાં શ્રીગણેશ કરશે.

ભાણવડમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી

બીજી તરફ જુનાગઢના (Junagadh) માંગરોળ અને તેની નજીકના વિસ્તારોમાં મોડી રાતે વરસાદ થયો હતો. ભારે ઉકળાટ બાદ સીઝનનો પહેલો વરસાદ પડતાં લોકોમાં ખુશીનો માહોલ છે. દ્વારકા જિલ્લામાં પણ મેઘરાજાએ દસ્તક દીધી હતી. ભાણવડમાં વહેલી સવારે 2 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભાણવડમાં (Bhanwad) મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હોઈ રોડ રસ્તા પર વરસાદી પાણી ભરાયાં હતા. વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ, આગામી 4 દિવસ મોનસૂન બ્રેક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. આગામી 20 તારીખ બાદ સમગ્ર રાજ્યમાં વરસાદી વાતાવરણ જોવા મળશે.

આ પણ વાંચો – Gujarat: આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગની આગાહી, વીજકડાકા સાથે વાવાઝોડાની સંભાવના

આ પણ વાંચો – Monsoon in Gujarat : મેઘરાજાની ધીમી શરૂઆત, ખેડૂતો માટે મહત્ત્વનાં સમાચાર, વાંચો વરસાદની આગાહી

આ પણ વાંચો – Rain in Gujarat : ચોમાસાની નબળી શરૂઆત, જાણો આગામી દિવસોમાં કેવો રહેશે વરસાદી માહોલ?

Whatsapp share
facebook twitter