+

Bollywood starsનું સાઉથની ફિલ્મોનું હવે બૉલીવુડ સ્ટાર્સને ઘેલું

Bollywood stars જ્યારે  હવે દક્ષિણની ફિલ્મો ધૂમ મચાવી રહી છે ત્યારે સાઉથની ફિલ્મોમાં કામ કરવા તરફ વળ્યા છે. બૉલીવુડ ફિલ્મોનો સુર્ય હવે પહેલાં જેવો કસ નથી રહ્યો.  પહેલાં સાઉથની અને…

Bollywood stars જ્યારે  હવે દક્ષિણની ફિલ્મો ધૂમ મચાવી રહી છે ત્યારે સાઉથની ફિલ્મોમાં કામ કરવા તરફ વળ્યા છે. બૉલીવુડ ફિલ્મોનો સુર્ય હવે પહેલાં જેવો કસ નથી રહ્યો. 

પહેલાં સાઉથની અને બોલિવૂડની ફિલ્મો અલગ પડતી. અલબત્ત,સિત્તેર-એંશીના દશકમાં સાઉથના નિર્માતાઓ ફેમિલી ફિલ્મો બનાવતા અને એ પણ હિન્દીમાં. જેમિની ફિલ્મ્સ. પીપી પ્રોડક્શન્સ. એસ. એસ. વાસન જેવા નિર્માતાઓ Bollywood starsને લઈ હિન્દી ફિલ્મો બનાવતા અને એ બધી હિટ જતી કારણ એમાં ફેમિલી ડ્રામા,મેલોડ્રામા અને ખાસ તો ગીતો અદભૂત રહેતા. સાઉથની ફિલ્મોના દર્શકોનો ખાસ એક વર્ગ રહેતો.

એમાં તકલીફ એ હતી કે સાઉથના મેકર્સને હિન્દી ફિલ્મ બનાવવામાં સમય ખૂબ લાગતો અને એનાથી એ લોકોને  સાઉથની ફિલ્મો બનાવવા સમય બહુ ઓછો મળતો. એટલે એ ચલણ લગભગ બધ થઈ ગયું. ચીનપ્પા દેવરે ફિલ્મ ‘હાથી મેરે સાથી’ બનાવી એ લગભગ છેલ્લી ફિલ્મ.

સાઉથની એક્શન ફિલ્મોનું હિન્દી ડબિંગ

બોલીવુડમાં એક્શન ફિલ્મો બને એમાં મોટાભાગની ફિલ્મો ઢંગધડા વગરની બનતી અને બને છે. Bollywood stars ને ફિલ્મ ચાલશે કે નહીં તેનું સતત ડિપ્રેશન રહે છે. . ડિસ્ટ્રિબ્યુટર્સની નજર તો પહેલેથી  હંમેશા સાઉથની ફિલ્મો પર રહેતી. ચાલુ થયું સાઉથની એક્શન ફિલ્મોનું હિન્દી ડબિંગ અને એ પ્રયોગ સફળ રહ્યો. સાઉથના સ્ટાર્સ અહી છવાઈ ગયા.ઉપરાંત સાઉથની ફિલ્મોનું મેકિંગ પણ બોલિવૂડની ફિલ્મો કરતાં ઘણું ઉચ્ચ સ્તરનું એટલે લોકને ગમ્યું.

 હિન્દી – સાઉથની ભેદરેખા ભૂંસાઈ જવાની શરૂઆત

એમાંય ‘બાહુબલી’ને મળેલી અધધ સફળતા પછી હિન્દી – સાઉથની ભેદરેખા ભૂંસાઈ જવાની શરૂઆત થઈ અને હિન્દી ફિલ્મના અભિનેતા – અભિનેત્રીઓ સાઉથની ફિલ્મમાં નિયમિતપણે જોવા મળી રહ્યા છે. અહીં આપણે સાઉથની ફિલ્મોથી કારકિર્દી શરૂ કરી હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી લેનારી તાપસી પન્નુ અને અન્ય અભિનેત્રીઓની વાત નથી કરી રહ્યા. બલકે અનેક વર્ષ કે અનેક ફિલ્મ હિન્દીમાં કર્યા પછી અને ખાસ તો છેલ્લા બે વર્ષમાં આવેલા જુવાળને કારણે સાઉથની ફિલ્મોમાં નજરે પડી રહેલા હિન્દી ફિલ્મના કલાકારની વાત કરીએ છીએ.

સંજયદત્ત,જેકી શ્રોફ જેવા કલકારોનું દક્ષિણાયન

ખગોળ વિજ્ઞાન અનુસાર ચળકાટ ધરાવતો ધ્રુવનો તારો ઉત્તરમાં સ્થિર હોય છે. જોકે, હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના તારલા ઉત્તરથી ખસી દક્ષિણ તરફ જતા જોવા મળી રહ્યા છે. ટૂંકમાં ફિલ્મોના ધ્રુવના તારાનું દક્ષિણાયન થઈ રહ્યું છે. ૨૦૨૨માં કન્નડ ફિલ્મ અધીરાનો રોલ કરી સફળતા મેળવનાર મુન્નાભાઈ સંજય દત્ત ગયા વર્ષે તમિળ ફિલ્મ Leo માં  પણ દેખાયો હતો.

એટલીની ‘જવાન’ હિન્દી ઉપરાંત તમિળ અને તેલુગુમાં ડબ કરી રિલીઝ કરવામાં આવી હતી અને એમાં  પણ સંજય દત્તનો નાનકડો રોલ હતો. આ વર્ષે સંજય દત્તની સાઉથની સવારી આગળ વધી રહી છે. આ મહિને તેની બીજી કન્નડ ફિલ્મ KD – The Devil રિલીઝ થઈ રહી છે જે નામ પરથી જ એક્શન ફિલ્મ હોવાનું સૂચવે છે. ફિલ્મમાં તેની જોડી હિન્દી ફિલ્મની જ અભિનેત્રી શિલ્પા શેટ્ટી સાથે છે. આ સિવાય સંજય દત્ત પહેલી વાર તેલુગુ ફિલ્મમાં જોવા મળશે.

આઠમી માર્ચે શિવરાત્રીના દિવસે રિલીઝ કરવાની ગણતરી છે એ Double iSmart ફિલ્મમાં પણ સંજય દત્તનું પાત્ર દમદાર હોવાની ચર્ચા છે. આ ફિલ્મના ડિરેક્ટર છે પુરી જગન્નાધ જેણે ધર્મા પ્રોડક્શનની સુપરફ્લોપ Liger (૨૦૨૨) ડિરેક્ટ કરી હતી અને ૨૦૧૧માં અમિતાભ બચ્ચન અને હેમા માલિનીને લઈ હિન્દી ફિલ્મ ‘બુઢ્ઢા હોગા તેરા બાપ’ બનાવી હતી.

રવીના ટંડન  પણ ‘કેજીએફ: ચેપ્ટર ૨’માં 

 ટૂંકમાં સંજયની સાઉથની સવારી સરસ ચાલી રહી છે. રવીના ટંડન  પણ ‘કેજીએફ: ચેપ્ટર ૨’માં કામ કર્યા પછી સાઉથની વધુ ફિલ્મોમાં કામ કરવા ઉત્સુક છે. અઢારેક વર્ષથી સાઉથની ફિલ્મો કરી રહેલો જેકી શ્રોફ  પણ આ વર્ષે સની લિયોની સાથે તમિળ ફિલ્મ Quotation Gangopમાં દેખાશે. ગયા વર્ષે રજનીકાંતની ઉંફશહયિ ફિલ્મમાં એક નાનકડા રોલમાં જેકી નજરે પડ્યો હતો. આ અને અન્ય હિન્દી ફિલ્મ કલાકારોની સાઉથની ફિલ્મોમાં હાજરી અને વિજય સેતુપતિ. રશ્મિકા મંદાના અને નયનતારાની હિન્દી ફિલ્મોમાં હાજરી ફિલ્મોના ભાષાકીય ભેદ ભૂંસાઈ રહ્યા હોવાનાં ઉદાહરણો છે.

જ્હાન્વી કપૂર જેવી કેટલીય હિરોઈન પણ દક્ષિણમાં

આ વર્ષે હિન્દી ફિલ્મના જાણીતા કલાકાર સાઉથની ફિલ્મોમાં નસીબ અજમાવતા જોવા મળશે. આ કલાકારોમાં એક નામ છે બોની કપૂર – શ્રીદેવીની સુપુત્રી જ્હાન્વી કપૂરનું. મરાઠી ફિલ્મ ‘સૈરાટ’ની હિન્દી રિમેક ‘ધડક’થી કારકિર્દીનો પ્રારંભ કરનારી જ્હાન્વી તેલુગુ ફિલ્મDevara થી સાઉથમાં શ્રીગણેશ કરી રહી છે. જુનિયર એનટીઆર સાથેની આ ફિલ્મ આ વર્ષે એપ્રિલમાં રિલીઝ થવાની છે. સાઉથની ફિલ્મના સેટ પર ઉમળકાથી આવકાર મળતા ખુશ થઈ ગયેલી ‘મિલી’ની હિરોઈન વધુ સાઉથની ફિલ્મો કરવા ઉત્સુક છે. આમ  પણ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એ વિશેષ પ્રભાવ નથી પાડી શકી એ પરિસ્થિતિમાં સાઉથની સવારી એને માટે તો આવકારદાયક જ છે.

સૈફ, બોબી દેઓલ પણ તેલુગુ ફિલ્મોમાં

‘આદિપુરુષ’ના લંકેશના રોલ માટે જેને ઝાટકી નાખવામાં આવ્યો હતી એ સૈફ અલી ખાન જ્હાન્વી સાથે જ તેલુગુ ફિલ્મ Devara માં ડેબ્યુ કરી રહ્યો છે. તાજેતરમાં સૈફનો આ ફિલ્મનો લુક જાહેર કરવામાં આવ્યો હતો જે જોયા પછી મિશ્ર પ્રતિક્રિયા આવી હતી. ‘એનિમલ’ના નેગેટિવ રોલમાં લોકપ્રિયતા મેળવનાર બોબી દેઓલ માટે તો જાણે સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રી એક પછી એક દરવાજા ખોલી રહી હોય એવી પરિસ્થિતિ છે.

હિન્દીમાં તૈયાર થયેલી ‘એનિમલ’ સાઉથની ચાર પ્રમુખ ભાષામાં ડબ કરવામાં આવી હોવાથી બોબી દેઓલનો ચહેરો દક્ષિણ ભારતમાં ખૂબ દેખાયો છે. આજે પરિસ્થિતિ એવી છે કે બોબી પાસે હિન્દી કરતા સાઉથની વધુ ફિલ્મો છે. તેલુગુ ફિલ્મ Hari Hara Veera Malluખૂબ ચર્ચામાં છે અને એમાં બોબી સમ્રાટ અકબરનો રોલ કરી રહ્યો છે. બોબીનો સાઉથનો સૌથી શાનદાર પ્રોજેક્ટ Kanguva માનવામાં આવે છે. તમિળ ભાષાની આ ફેન્ટસી એક્શન ફિલ્મ અનેક ભાષામાં ડબ કરવાની યોજના છે.

બોબી દેઓલની હીરોમાંથી વિલનની કાયાપલટ

ફિલ્મમાં બોબી દેઓલ મુખ્ય વિલન છે. આ ફિલ્મ બોબીની સાઉથની સફર સડસડાટ દોડતી કરી દેશે એવી ગણતરી મુકાઈ રહી છે. તેલુગુ ફિલ્મ NBK 109′ તેલુગુ ફિલ્મ સાથે બોબીની સાઉથની હેટ – ટ્રીક પૂર્ણ થાય છે. અહીં  પણ બોબી દેઓલ વિલન છે.

આ વિગતો બોબી દેઓલની હીરોમાંથી વિલનની કાયાપલટ સૂચવે છે. કરણ જોહરની ‘બેધડક’થી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરી રહેલી અનિલ કપૂરના નાના ભાઈ સંજય કપૂરની પુત્રી સનાયા કપૂર  પણ સાઉથની સફરમાં સામેલ થઈ છે. મલયાલમ ફિલ્મ Vrushabhamdમાં સનાયા મલયાલમ ફિલ્મના સુપરસ્ટાર મોહનલાલ સાથે ચમકશે.

Whatsapp share
facebook twitter