+

RCB vs RR : વિરાટ કોહલીએ બેંગલુરુની ચિંતામાં કર્યો વધારો, જાણો કેવી રીતે

RCB vs RR : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને રાજસ્થાન રોયલ્સ (Royal Challengers Bangalore and Rajasthan Royals) ની ટીમ આમને સામને જોવા મળશે. આ મેચ ખૂબ…

RCB vs RR : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને રાજસ્થાન રોયલ્સ (Royal Challengers Bangalore and Rajasthan Royals) ની ટીમ આમને સામને જોવા મળશે. આ મેચ ખૂબ જ રોમાંચક અને મહત્વપૂર્ણ રહેશે તેની પૂરી સંભાવનાઓ છે. દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમમાં સાંજે 7.30 કલાકે મેચ શરૂ થશે. બંને ટીમ આ મેચ જીતીને ક્વોલિફાયર 2 (Qualifier 2) માં જવા માંગશે. વળી, આ મેચ પહેલા, RCBની ચિંતા થોડી વધી ગઈ છે કારણ કે ટીમના સ્ટાર ખેલાડીનું પ્લેઓફ (playoffs) પ્રદર્શન લીગ મેચોમાં તેટલું સારું નથી રહ્યું.

IPL પ્લેઓફમાં વિરાટના આંકડા

IPL ના ઈતિહાસમાં વિરાટ કોહલી (Virat Kohli) ના આંકડા ઘણા પ્રભાવશાળી છે. વિરાટ IPLમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ છે. વિરાટ લીગ મેચોમાં સારી બેટિંગ કરે છે પરંતુ પ્લેઓફમાં ક્યાંક ને ક્યાંક વિરાટને રન બનાવવામાં થોડી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો IPL ઈતિહાસમાં વિરાટના પ્લેઓફ મેચોના રેકોર્ડ (playoffs match Record) ની વાત કરીએ તો કોહલીએ અત્યાર સુધી 14 મેચ રમી છે જેમાં તેણે 308 રન જ બનાવ્યા છે. જેમાં માત્ર 2 સદીનો સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન કોહલીનો સ્ટ્રાઈક રેટ 120 હતો અને એવરેજ માત્ર 25.66 હતી. જેના કારણે RCBની ચિંતામાં થોડો વધારો થઇ ગયો છે. જોકે, આ સિઝનમાં કોહલી શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં ચાહકો અને ટીમને આશા છે કે વિરાટ આજે એલિમિનેટર મેચની સાથે સાથે લીગ મેચોમાં પણ પ્રદર્શન કરશે. જણાવી દઇએ કે, RCB ની ટીમ સતત 6 મેચ જીતી છે અને તેના કારણે રાજસ્થાન રોયલ્સ પર સૌથી વધુ દબાણ જોવા મળે તો નવાઈ નહીં.

IPL 2024માં વિરાટનું પ્રદર્શન

IPL 2024માં RCBની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હોવા છતાં વિરાટ કોહલીનું બેટ પહેલી જ મેચથી સારું પ્રદર્શન કરી રહ્યું છે. આ સિઝનમાં વિરાટના માથા પર ઓરેન્જ કેપ છે. 14 મેચોમાં વિરાટે અત્યાર સુધી 155.60ના સ્ટ્રાઈક રેટથી 708 રન બનાવ્યા છે. વિરાટે આ સિઝનમાં સદી પણ ફટકારી છે. IPL 2024માં અત્યાર સુધી વિરાટે 59 ફોર અને 37 સિક્સર ફટકારી છે.

રાજસ્થાન પર રહેશે સૌથી વધુ દબાણ

રાજસ્થાન રોયલ્સ માટે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પર વિજય મેળવવો મુશ્કેલ બનશે. લીગ તબક્કામાં રાજસ્થાને બેંગલુરુને 6 વિકેટથી હરાવ્યું હતું પરંતુ તે સમયે ટીમ તેના શ્રેષ્ઠ ફોર્મમાં હતી. છેલ્લી પાંચ મેચોમાં ટીમ ચાર મેચ હારી છે અને એક મેચ વરસાદને કારણે રદ્દ થઈ છે. એક સમયે, રોયલ્સનું ટોચના બેમાં સ્થાન નિશ્ચિત જણાતું હતું પરંતુ સતત ચાર પરાજય અને KKR સામેની છેલ્લી મેચ વરસાદને કારણે ધોવાઈ જવાને કારણે તેઓ સનરાઈઝર્સ હૈદરાબાદથી પાછળ રહી ગયા અને ત્રીજા સ્થાને આવી ગયા હતા.

આ પણ વાંચો – RCB ના પૂર્વ માલિક વિજય માલ્યાને આવી ટીમની યાદ, ટ્વીટ કરી કહ્યું એવું કે ફેન્સ પણ થઇ ગયા ખુશ

આ પણ વાંચો – IPL 2024, RCB vs RR Eliminator Match : કરોડો દિલોને લાગશે ઝટકો! શું RCB આજે મેચ રમ્યા વિના જ થઇ જશે બહાર?

Whatsapp share
facebook twitter