Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ahmedabad: 3 હથિયાર અને 10 જીવતા કારતુસ સાથે બેની ધરપકડ કરવામાં આવી

11:31 AM Jul 19, 2024 | VIMAL PRAJAPATI

Ahmedabad: અમદાવાદમાં ક્રાઈમ રેટમાં વધારો થતો હોય એવું સામે આવી રહ્યું છે. વિગતે વાત કરવામાં આવે તો, રામોલ પોલીસે CTM પાસેથી હથિયારો સાથે 2 આરોપીની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. મળતી જાણકારી પ્રમાણે 3 હથિયાર સાથે 10 જીવતા કારતુસ જપ્ત કરી લીધા હોવાનું પણ સામે આવ્યા છે. પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, મધ્યપ્રદેશથી હથિયાર લઈને બંને આરોપીઓ આવ્યા હતા.

બન્ને આરોપી હથિયાર લઈને રાજસ્થાન જઈ રહ્યા હતા

પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, બન્ને આરોપી હથિયાર લઈને રાજસ્થાન જઈ રહ્યા હતા. આરોપી પ્રયાગ સિંહ ચોધા અને અનુમંસિહ દેવડા નામના આરોપીની 3 પિસ્તલ અને 10 જીવતા કારતૂસ સાથે ધરપકડ કરવામાં આવી છે. આ સાથે રાજસ્થાનના કુખ્યાત આરોપી અશોક બીશ્નોઈ અને ભવાની ચૌધરીને આપવા જઈ રહ્યા હતા. પરંતુ મધ્યપ્રદેશથી રાજસ્થાન જતી વખતે CTM એક્સપ્રેસ હાઇવે પરથી આરોપીઓને ઝડપાયા પાડવામાં આવ્યા છે. નોંધનીય છે કે, અત્યારે રામોલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી સારી કામગીરી કરી છે.

આરોપીઓ 3 હથિયાર અને 10 જીવતા કારતુસ સાથે ઝડપાયા

નોંધનીય છે કે, અમદાવાદ (Ahmedabad) પોલીસે અત્યારે 2 આરોપીઓને 3 હથિયાર અને 10 જીવતા કારતુસ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, અત્યારે પોલીસે આ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિગતો એવી પણ સામે આવી છે કે, આરોપીઓ મધ્યપ્રદેશથી આ હથિયાર લઈને આવ્યા હતા અને તેને રાજસ્થાન લઈને જઈ રહ્યા હતા. પરંતુ ગંતવ્ય સ્થળ પર પહોંચે તે પહેલા જ અમદાવાદ (Ahmedabad) પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Ahmedabad: તલવારથી કેક કાપી ઉજવ્યો જન્મદિવસ, મોડી રાત્રે કરી આતશબાજી

આ પણ વાંચો: Ahmedbad : અકસ્માત બાદ Video બનાવી સરખેજ પોલીસ પર આક્ષેપ કરનાર યુવતીએ નોંધાવ્યું નિવેદન

આ પણ વાંચો: આગામી ત્રણ કલાકમાં વરસાદ Gujarat ને ધમરોળશે, હવામાન વિભાગે આપી આગાહી