+

Rajya Sabha : હિમાચલ પ્રદેશ રાજ્યસભાની ચૂંટણીમાં મોટો ઊલટફે

Rajya Sabha : હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) રાજ્યસભામાંની  ચૂંટણી  મોટો  ઉલટફેર જોવા  મળ્યો  છે  જેમાં  હિમાચલમાં ભાજપના ઉમેદવાર હર્ષ મહાજને રાજ્યસભાની બેઠક જીતી લીધી છે. તેમણે કોંગ્રેસના અભિષેક મનુ સિંધવીને…

Rajya Sabha : હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) રાજ્યસભામાંની  ચૂંટણી  મોટો  ઉલટફેર જોવા  મળ્યો  છે  જેમાં  હિમાચલમાં ભાજપના ઉમેદવાર હર્ષ મહાજને રાજ્યસભાની બેઠક જીતી લીધી છે. તેમણે કોંગ્રેસના અભિષેક મનુ સિંધવીને હરાવ્યા હતા પક્ષના નેતા જયરામ ઠાકુરે જીતનો દાવો કર્યો હતો. જયરામ ઠાકુરે કહ્યું કે જ્યાં જીતની કોઈ શક્યતા ન હતી  કોંગ્રેસને 34 અને ભાજપને 34 વોટ મળ્યા હતા. ત્યારબાદ ચિઠ્ઠી ઉછાળવામાં આવી અને હર્ષ મહાજન જીત્યા. કોંગ્રેસના છ ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું.

 

હર્ષ મહાજન આજ સુધી એકપણ ચૂંટણી હાર્યા નથી

હર્ષ મહાજન આજ સુધી એકપણ ચૂંટણી હાર્યા નથી. હાલમાં મહાજન ભાજપના કોર ગ્રુપના સભ્ય છે. હર્ષ મહાજન ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સ્વર્ગસ્થ વીરભદ્ર સિંહના નજીકના સહયોગીઓમાંના એક હતા અને તેમના મુખ્ય વ્યૂહરચનાકાર માનવામાં આવતા હતા. હર્ષ ચંબા વિધાનસભા મતવિસ્તારમાંથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ વીરભદ્ર સરકારમાં પશુપાલન મંત્રી પણ હતા. તેઓ રાજ્ય સહકારી બેંકના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.

 

 

જીત બાદ ભાજપના કાર્યકરોએ લગાવ્યા જયશ્રી રામના નારા

જીત બાદ ભાજપના કાર્યકરોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. તેણે જયરામ ઠાકુરને ઊંચકી લીધા હતા. ભાજપે દાવો કર્યો હતો કે સુખવિંદર સિંહ સુખુની રાજ્ય સરકાર પાસે બહુમતી નથી.

 

ભાજપે ધારાસભ્યોનું અપહરણ કર્યું- CM સુખુ

અગાઉ, પોતાનો મત આપ્યા પછી, મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુએ કહ્યું હતું કે વિધાનસભામાં અમારી પાસે 40 ધારાસભ્યો છે અને જો ધારાસભ્યોને ખરીદવામાં ન આવ્યા હોત, તો અમને બધા મત મળ્યા હોત. સાંજે તેમણે ભાજપ પર આરોપ લગાવ્યો કે ભાજપે તેમના પાંચ-છ ધારાસભ્યોનું અપહરણ કર્યું છે. હિમાચલના શિમલામાં સવારે 9 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી અને ચિંતપૂર્ણીના કોંગ્રેસના ધારાસભ્ય સુદર્શન બબલુએ છેલ્લે મતદાન કર્યું હતું. નાદુરસ્ત તબિયતના કારણે બબલુને હેલિકોપ્ટર દ્વારા વિધાનસભામાં લાવવામાં આવ્યો હતો. જેમાં તમામ 68 ધારાસભ્યોએ મતદાન કર્યું હતું.

આ  પણ  વાંચો  CAA Law: જાણો… લોકસભાની ચૂંટણી પહેલા કેમ મોદી સરકાર CAA લાગુ કરવા માગે છે

 

Whatsapp share
facebook twitter