Rajkot: ગુજરાતીઓ ગમે તેવી સ્થિતિ, કે ગમે તે મોસમમાં ચા વિના રહીં શકતા નથી. ગુજરાતીઓને ચાના રસિયા કેવામાં આવે છે. રાજકોટ (Rajkot)ના ઉપલેટામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક યુવક ચાલું વરસાદમાં રસ્તા પર બેસીને ચા પી રહ્યો છે. ભલે ભારે વરસાદ હોય, પાણી ભરેલા હોય પણ ચાના રસિયાઓને ચા પીવા તો જોઈએ જ જોઈએ. અત્યારે સોશિયલ મીડિયાની અંદર ઉપલેટાના ચાર રસ્તા પાસેનો એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.
ચાલુ વરસાદે પાણી વચ્ચે ‘ચા’ની ચૂસકી મારતો યુવક
રાજકોટ (Rajkot)ના ઉપલેટામાં ચાલુ વરસાદે પાણીની વચ્ચે ચા ની ચૂસકી મારી રહેલ યુવકનો વીડિયો વાયરલ થયો છે. ચા પીવાના રસિયાઓ કોઈપણ પરિસ્થિતિમાં ચા પીતા હોવાના દ્રશ્યો સામે આવતા હોય છે. ઉપલેટા શહેરમાં પડેલા વરસાદ બાદ ભાદર ચોકની અંદર પાણી વચ્ચે ખુરશી નાખી યુવક ચા પીતો નજરે પડ્યો છે. જેનો વીડિયો અત્યારે ભારે વાયરલ થઈ રહ્યો છે. નોંધનીય છે કે, ચાલુ વરસાદમાં વરસાદી પાણીની અંદર ખુરશી નાખીને ચા પીતો યુવકનો વીડિયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.
આ વીડિયોએ સોશિયલ મીડિયામાં માચાવી ધૂમ
ગુજરાતી ગમે ત્યા હોય પણ ચા ને ભૂલી શકતો નથી. તેનું પ્રબળ ઉદાહરણ આ વીડિયો છે, જે અત્યારે સોશિયલ મીડિયામાં ભારે ધૂમ મચાવી રહ્યો છે. મહત્વની વાત તો એ છે કે, આ યુવકની હરકત પર કોમેન્ટ પણ કરી રહ્યા છે. આ યુવક ચાલું વરસાદ અને પાણી વચ્ચે ખુરસી નાખીને તેના પર બેસી ચાની મજા માણતો નજરે પડી રહ્યો છે. લોકો તેને ‘ચાનો ચાહક’, ‘ ચા નો પ્યાસી’ અને ‘ ચા રસિયો’ કરીને સંબોધી રહ્યા છે.