+

Gondal : ધોધમાર વરસાદમાં તૈયાર મગફળીનાં પાથરા તણાયા, સુલતાનપુરમાં ખેડૂતોની હાલત દયનીય!

Gondal અને આસપાસનાં ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો ભારે વરસાદ થતાં ખેતરોમાં પાણી, તૈયાર મગફળીનાં પાથરા તણાયા સુલતાનપુરમાં બપોર બાદ 4 ઇંચ જેટલો ધોધમાર વરસાદ થયો ગુજરાતનાં અનેક વિસ્તારોમાં અત્યારે…
  1. Gondal અને આસપાસનાં ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો
  2. ભારે વરસાદ થતાં ખેતરોમાં પાણી, તૈયાર મગફળીનાં પાથરા તણાયા
  3. સુલતાનપુરમાં બપોર બાદ 4 ઇંચ જેટલો ધોધમાર વરસાદ થયો

ગુજરાતનાં અનેક વિસ્તારોમાં અત્યારે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજ્યનાં અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગે (Meteorological Department) આપેલી માહિતી અનુસાર, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાઈ રહ્યો છે. આજે ફરી રાજકોટ (Rajkot) જિલ્લાનાં ગોંડલ અને આસપાસનાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો.

આ પણ વાંચો – Rain in Gujarat : રાજકોટ, અમરેલી, નવસારી સહિત આ જિલ્લાઓનો મેઘરાજાએ વારો લીધો! વાંચો સમગ્ર અહેવાલ

મગફળીનાં પાથરા તણાયા, ખેડૂતોને નુકસાન

ગોંડલ (Gondal) શહેર અને તાલુકાનાં અનેક ગામોમાં ધીમીધારે અને અમૂક ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ગોંડલ તાલુકાનાં સુલતાનપુર અને આસપાસનાં ગ્રામ્ય વિસ્તારમાં આજે દિવસ દરમિયાન ભારે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદનાં (Heavy Rain) પગલે ખેડૂતોનાં તૈયાર મગફળીનાં પાથરા તણાયાનાં દ્રશ્યો સામે આવ્યા છે. કપાસ, મગફળી સહિતનાં પાકમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે. આથી, જગતનો તાત ચિંતામાં મૂકાયો છે.

આ પણ વાંચો – Gujarat: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કમોસમી માવઠા સાથે વાવાઝોડાની આગાહી આપી

સુલતાનપુરમાં બપોર બાદ 4 ઇંચ ધોધમાર વરસાદ

આજે ગોંડલનાં સુલતાનપુરમાં (Sultanpur) બપોર બાદ 4 ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વરસાદ પડતા ખેડૂતોનાં મગફળી પાકના પાથરા નદીમાં તણાઈ ગયા હતા. હાલ, ખેડૂતોની આખા વર્ષની મહેનત પાણીમાં વહી જતા ખેડૂતોની સ્થિતી કપરી બની ગઈ છે. સુલતાનપુર પંથકમાં વરસાદથી ખેતરોમાં પાણી ભરાય જતાં ખેડૂતોની હાલત દયનીય બની છે.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો – Valsad જિલ્લામાં વરસાદના કારણે ડાંગરના પાકને વ્યાપક નુકસાન, સર્વેની કામગીરી હાથ ધરાઈ

Whatsapp share
facebook twitter