- રાજકોટમાં પુત્રવધૂના ત્રાસથી સસરાનો આપઘાત
- મવડી ચોકડી નજીક રત્નમ સોસાયટીમાં રહેતા પ્રૌઢે કર્યો આપઘાત
- આપઘાત પહેલા લખી હતી સ્યુસાઈડ નોટ
- મોત પાછળ પુત્રવધૂ જવાબદાર હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ
- પુત્રવધૂને સસરાની જમીન પોતાના નામે કરાવવી હોવાથી ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ
- પોલીસે સ્યુસાઇડ નોટના આધારે આગળની વધુ તપાસ હાથ ધરી
Rajkot Suicide : રાજકોટનાં ચોંકાવનારો બનાવ બહાર આવ્યો છે. રાજકોટમાં મવડી ચોક પાસેની સોસાયટીમાં રહેતા સસરાએ પુત્રવધૂના કારણે આત્મહત્યા કરતાં ચકચાર મચીગઇ છે. સસરાએ આપઘાત પૂર્વે લખેલી સ્યુસાઇડ નોટમાં પુત્રવધૂ જમીન પોતાના નામે કરાવવી હોવાથી ત્રાસ આપતી હોવાનો ઉલ્લેખ કર્યો છે જેથી પોલીસે આ મમાલે ઉંડી તપાસ શરુ કરી છે.
પુત્રવધૂના ત્રાસથી સસરાએ આપઘાત કર્યો
રાજકોટમાં ચોંકાવનારો બનાવ બન્યો છે જ્યાં પુત્રવધૂના ત્રાસથી સસરાએ આપઘાત કર્યો છે. મળેલી માહિતી મુજબ રાજકોટના મવડી ચોક પાસે રત્નમ સોસાયટીમાં રહેતા પ્રૌઢ જેન્તીભાઇ કારેણાએ આત્મહત્યા કરી લીધી છે. જો કે તેમની આત્મહત્યાનું કારણ બહાર આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી છે.
આ પણ વાંચો-—Rajkot : Gujarat First નાં વધુ એક અહેવાલની ધારદાર અસર, લાંચ માગનાર પોલીસકર્મી સસ્પેન્ડ
મારા મોત પાછળ પુત્રવધૂ જવાબદાર
ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચેલી પોલીસને આપઘાત કરતાં પહેલા જેન્તીભાઇએ લખેલી અંતિમ ચિઠ્ઠી મળી આવી હતી. સ્યુસાઇડ નોટમાં જેન્તીભાઇએ મારા મોત પાછળ પુત્રવધૂ જવાબદાર હોવાનો ઉલ્લેખ કર્યો છે.
પુત્રવધૂ ભૂમિને સસરાની જમીન પોતાના નામે કરાવવી હોવાથી ત્રાસ આપતી
પોલીસના જણાવ્યા મુજબ પુત્રવધૂ ભૂમિને સસરાની જમીન પોતાના નામે કરાવવી હોવાથી ત્રાસ આપતી હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયેલો છે જેથી પોલીસે આ મામલે સ્યુસાઇડ નોટ કબજે કરી તેના આધારે ઉંડી તપાસ શરુ કરી હતી.
આ પણ વાંચો––Rajkot : વધુ એક Hit and Run, અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા મોપેડસવાર યુવકનું મોત