+

Rajkot Game Zone Tragedy: ‘અમે પતરૂં તોડીને બહાર નીકળ્યા’ અગ્નિકાંડના પ્રત્યક્ષદર્શીનું ચોંકાવનારૂ નિવેદન

Rajkot Game Zone Tragedy: રાજકોટ ગેમઝોનમાં લાગેલી આગમાં લોકોને બચાવનાર રિયલ હીરોએ મીડિયા સાથે વાત કરી છે. નોંધનીય છે કે, આ છોકરાએ પોતાનો જીવ જોખમમાં મુકીને લોકોનો જીવ બચાવ્યા છે.…

Rajkot Game Zone Tragedy: રાજકોટ ગેમઝોનમાં લાગેલી આગમાં લોકોને બચાવનાર રિયલ હીરોએ મીડિયા સાથે વાત કરી છે. નોંધનીય છે કે, આ છોકરાએ પોતાનો જીવ જોખમમાં મુકીને લોકોનો જીવ બચાવ્યા છે. આ છોકરો ઘટનાનો પ્રત્યક્ષ સાક્ષી રહ્યો છે. તેણે જણાવ્યું કે, આગ લાગી ત્યારે એક વ્યક્તિએ બૂમ પાડી હતી. આગ લાગી એટલે ગેમઝોનનો આખો સ્ટાફ ત્યાથી બૂમો પાડીને ભાગી ગયો હતો. ઘટનાના પ્રત્યક્ષ સાક્ષીએ વધુમાં જણાવ્યું કે, ધુમાડો હોવાથી ક્યાંથી બહાર નીકળવું તે ખ્યાલ નહોતો આવતો પછી અમે પતરૂ તોડીને બહાર નીકળ્યા હતા. તેણે જણાવ્યું કે, હજી અમાર બે મિત્રો હજી પણ લાપતા છે. આ છોકરાએ પાંચ લોકોનો જીવ બચાવ્યો છે.

પોતાનો જીવ જોખમમાં મુકીને લોકોનો જીવ બચાવ્યો

ઘટનાના પ્રત્યક્ષ સાક્ષીએ જણાવ્યું કે, વેલ્ડિંગનો બાટલો ફાટ્યો હોવાથી આગ લાગી હતી. રાજકોટ ગેમઝોન આગ અંગે અત્યારે અનેક ખુલાસાઓ સામે આવી છે. આ મામલે અત્યારે મોટી વિગતો સામે આવી છે. અત્યારે એવી વિગતો સામે આવી છે કે, ગેમઝોનમાં આશરે 2 હજાર લિટરનો જથ્થો રાખવામાં આવેલો હતો. એટલું જ નહીં પરંતુ જ્યા પેટ્રોલનો જથ્થો રાખવામાં આવેલો હતો ત્યા જ વેલ્ડિંગનું કામ પણ ચાલી રહ્યું હતું. નોંધનીય છે કે, રાજકોટના ગેમઝોનમાં અગ્નિકાંડ મુદ્દે સૌથી મોટો ખુલાસો થયો છે. ગેમઝોનમાં 2 હજારથી વધુ લીટર પેટ્રોલનો જથ્થો રાખવામાં આવ્યો હતો. જેથી તેના કારણે આગ લાગી હોય તેવુ અનુમાન લાગાવામાં આવી રહ્યું છે.

આગ લાગી તેવી એક વ્યક્તિએ બૂમ પાડી હતી: ઘટનાનો પ્રત્યક્ષ સાક્ષી

નોંધનીય છે કે, રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગવાથી 27 ના મોત થયા છે. આ ઘટનાને લઈને અત્યારે રાજ્યભરમાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાને લઈને અત્યારે અનેક પ્રકારના સવાલો થઈ રહ્યા છે. રાજકોટ ગેમઝોનમાં આગ લાગવાની દુર્ઘટના અત્યાર સુધીમાં 27 લોકોના મોત થયાની વિગતો સામે આવી છે.

આ પણ વાંચો: Rajkot Game Zone Tragedy: ગેમઝોન આગ મામલે સૌથી મોટો ખુલાસો, જાણો કેવી રીતે લાગી હતી આગ!

આ પણ વાંચો: RAJKOT GAME ZONE TRAGEDY: રાજકોટમાં ભડકે બળ્યા 25 બાળકો, રસ્તા પર પરિવારજનોનું હૈયાફાટ રૂદન

આ પણ વાંચો: RAJKOT GAME ZONE TRAGEDY: રાજકોટ દુર્ઘટના અંગે PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, આપ્યા તપાસના આદેશ

Whatsapp share
facebook twitter