+

ધોળા જં. પાસે માલગાડી ટ્રેક પરથી ઉતરી પડતા રેલ ટ્રાફિક થયો પ્રભાવિત, આ પાંચ ટ્રેનોનો સમય બદલાયો, જુઓ લીસ્ટ

પશ્ચિમ રેલવેની (Western Railway) માલગાડી પીપાવાવથી બોટાદ (Pipavav to Botad) તરફ જઈ રહી હતી ત્યારે સાંજના 4.45 કલાકે આ માલગાડી ધોળા જંકશન નજીક પાટા પરથી ઉતરી ગઈ હતી. જોકે આ ઘટનામાં સદ્નસીબે કોઈ જાનહાનિ નથી થઈ પરંતુ 45 ડબ્બાની ડબલ ડેકર માલગાડી ટ્રેક પરથી ઉતરી જતાં ધોળાથી ભાવનગર વચ્ચેના રેલ વ્યવહારને માઠી અસર પડી હતી સાથે જ આ ટ્રેકનો અમરેલી અમદાવાદ હાઇવે પર આવેલો ફાટક બંધ રહેતા અમરેલી અમદાવાદ હાઈવે (Amreli Ahmedabad Hi
પશ્ચિમ રેલવેની (Western Railway) માલગાડી પીપાવાવથી બોટાદ (Pipavav to Botad) તરફ જઈ રહી હતી ત્યારે સાંજના 4.45 કલાકે આ માલગાડી ધોળા જંકશન નજીક પાટા પરથી ઉતરી ગઈ હતી. જોકે આ ઘટનામાં સદ્નસીબે કોઈ જાનહાનિ નથી થઈ પરંતુ 45 ડબ્બાની ડબલ ડેકર માલગાડી ટ્રેક પરથી ઉતરી જતાં ધોળાથી ભાવનગર વચ્ચેના રેલ વ્યવહારને માઠી અસર પડી હતી સાથે જ આ ટ્રેકનો અમરેલી અમદાવાદ હાઇવે પર આવેલો ફાટક બંધ રહેતા અમરેલી અમદાવાદ હાઈવે (Amreli Ahmedabad Highway) બ્લોક થયો હતો.
માલગાડી પાટા પરથી ઉતરી જવાથી મહુવા ભાવનગર રૂટની ટ્રેન લીલિયા રેલ્વે સ્ટેશન પર થંભાવી દેવાતા ભાવનગર તરફ જઈ રહેલા અનેક મુસાફરો લીલીયા અટવાયા હતા. જ્યારે આ બનાવથી ભાવનગર ડિવિઝનની 7 ટ્રેનોને અસર પડી છે.
ધોલા જંકશન પર માલગાડી પાટા પરથી ઉતરી જવાને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો
પશ્ચિમ રેલ્વે, ભાવનગર વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વેસ્ટર્ન રેલ્વે ભાવનગર ડિવિઝનના ધોલા જંકશન યાર્ડ ખાતે 16.45 કલાકે માલગાડી પાટા પરથી ઉતરી જવાને કારણે આ સેક્શન પર રેલ ટ્રાફિકને અસર થઈ છે, જે નીચે મુજબ છે-
  • ટ્રેન નંબર 22964 ભાવનગર – 19મી ફેબ્રુઆરી, 2023 ના રોજ ભાવનગરથી નીકળનારી બાંદ્રા એક્સપ્રેસ ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી 3 કલાકના વિલંબ સાથે 20.45 કલાકે ઉપડશે.
  • ટ્રેન નંબર 12972 ભાવનગર – બાંદ્રા એક્સપ્રેસ 19મી ફેબ્રુઆરી, 2023ના રોજ ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી 3 કલાકના વિલંબ સાથે 21.30 કલાકે ઉપડશે.
  • ટ્રેન નંબર 20956 મહુવા – 19મી ફેબ્રુઆરી, 2023ના રોજ મહુવાથી ઉપડતી સુરત એક્સપ્રેસ 3 કલાકના વિલંબ સાથે 22.15 કલાકે મહુવા સ્ટેશનથી ઉપડશે.
  • ટ્રેન નંબર 19209 ભાવનગર – ઓખા એક્સપ્રેસ તારીખ 19મી ફેબ્રુઆરી, 2023 ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી 00.10 કલાકે (20.02.2023) 2 કલાકના વિલંબ સાથે ઉપડશે.
  • ટ્રેન નંબર 09582 ભાવનગર – 19 ફેબ્રુઆરી, 2023 ના રોજ ભાવનગરથી નીકળનારી બોટાદ ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી 3 કલાકના વિલંબ સાથે 22.10 કલાકે ઉપડશે.
  • ટ્રેન નંબર 09583 ધોલા જંકશન – મહુવા 19 ફેબ્રુઆરી, 2023 ના રોજ ધોલા જંકશનથી ઉપડશે તે ધોલા સ્ટેશનથી 20.45 કલાકે 3 કલાકના વિલંબ સાથે ઉપડશે.
  • ટ્રેન નંબર 19206 મહુવા – ભાવનગરની મુસાફરી 19 ફેબ્રુઆરી, 2023 ના રોજ શરૂ થઈ રહી છે, જે લીલીયા મોટા સ્ટેશન પર ટૂંકી સમાપ્ત થઈ છે. આમ આ ટ્રેન લીલીયા મોટા અને ભાવનગર વચ્ચે રદ રહેશે.
પશ્ચિમ રેલ્વે, ભાવનગર વિભાગ દ્વારા રેલ્વે મુસાફરોને વિનંતી છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે, આમાં વધુ ફેરફારો થઈ શકે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter