+

Rain Forecast: રાજ્યમાં 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, અમદાવાદમાં આજે વરસાદ પડવાની શક્યતા

Rain Forecast: ગુજરાતમાં કાલે ઠેર-ઠેર વરસાદ થયો હતો. નોંધનીય છે કે, ગુજરાતમાં હવે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ખંભાળિયામાં આ સિઝનનો 32 ટકા વરસાદ…

Rain Forecast: ગુજરાતમાં કાલે ઠેર-ઠેર વરસાદ થયો હતો. નોંધનીય છે કે, ગુજરાતમાં હવે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ખંભાળિયામાં આ સિઝનનો 32 ટકા વરસાદ તો થઈ ગયો છે. અંબાલાલની આગાહી પ્રમાણે આ વર્ષે ચોમાસું સારૂ રહેશેને અને સારા એવા પ્રમાણમાં વરસાદ થવાનો છે. તમને જણાવી દઈએ કે, રાજ્યમાં આગમી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં 24 કલાકમાં 21 તાલુકાઓમાં વરસાદ
બાબરા(અમરેલી) 2 ઇંચ વરસાદ
ગારિયાધાર(ભાવનગર) દોઢ ઇંચ વરસાદ
લીલિયા (અમરેલી)
ઇંચ વરસાદ નોંધાયો
ક્વાંટ (છોટા ઉદેપુર)
1 ઇંચ વરસાદ નોંધાયો
ઉમરગામ 1 ઇંચ વરસાદ
નાંદોદ (નર્મદા) 1 ઇંચ વરસાદ
લાઠી 0.5 ઇંચ વરસાદ
કચ્છના માંડવી 0.5 ઇંચ વરસાદ
દ્વારકા 0.5 ઇંચ વરસાદ

અમદાવાદમાં શહેરમાં આજે વરસાદ પડવાની શક્યતાઓ

નોંધનીય છે કે, રાજ્યમાં 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી (Rain Forecast) કરવામાં આવી છે. અમદાવાદમાં શહેરમાં આજે વરસાદ પડવાની શક્યતાઓ વર્તાઈ રહીં છે. મળતી જાણકારી પ્રમાણે અરબી સમુદ્રમાં બે સ્થળે સાયક્લોનિક સર્કુલેશન સર્જાયુ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને ખેડામાં પણ વરસાદ પડવાની સંભાવનાઓ છે. આ સાથે આણંદ, પંચમહાલ, દાહોદ અને ભરૂચમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

કાલે જામ ખંભાળિયામાં 9.5 ઈંચ વરસાદ થયો હતો

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અત્યારે સારો એવો વરસાદ થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કાલે 25 તાલુકાઓમાં વરસાદ થયો હતો. જેમાં જામ ખંભાળિયામાં 9.5 ઈંચ વરસાદ થયો હતો. નોંદનીય છે કે, આગામી થોડા જ દિવસોમાં હવે ખેડૂતો વાવણી કરવાના છે. આ દરમિયાન પણ સારો એવો વરસાદ થાય તેવી ખેડૂતો આશા રાખીને બેઠા છે. જો કે, અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે સારો એવો વરસાદ થવાનો છે. જેથી ખેડૂતોને સારા નક્ષત્રમાં વાવણી કરવાનું પણ કહેવામાં આવ્યું છે. અત્યારે વરસાદ થતા ખેડૂતોમાં આનંદ છે, તો સાથે સાથે લોકોને પણ ગરમીથી સારી એવી રાહત મળી રહીં છે.

આ પણ વાંચો: Kutch : અંજાર-ભુજ હાઈવે પર રાજસ્થાની યુવક લાખોની કિંમતનાં પોસડોડાનાં પાવડર સાથે ઝડપાયો

આ પણ વાંચો: Ahmedabad : શહેર પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, કારમાં લાકડી કે સ્ટીક રાખવી હવે ગુનો નથી!

આ પણ વાંચો: organ donation : સિવિલમાં 157 મું અંગદાન, પિતાએ બ્રેઇન ડેડ યુવાન પુત્રનાં અંગોનું દાન કરી 3 ને નવજીવન આપ્યું

Whatsapp share
facebook twitter