+

Ghaziabad : હવે જાહેરમાં નહીં વગાડી શકાય DJ, જાણો કેમ લગાડવામાં આવ્યો પ્રતિબંધ

Ban on DJ : દેશમાં ધ્વની પ્રદૂષણના કારણે ઘણી સમસ્યાઓ ઉભી થઇ રહી છે, આ કારણો ટાંકીને હવે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)ના હસ્તક્ષેપ પછી, ઉત્તર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (UPPCB) એ…

Ban on DJ : દેશમાં ધ્વની પ્રદૂષણના કારણે ઘણી સમસ્યાઓ ઉભી થઇ રહી છે, આ કારણો ટાંકીને હવે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)ના હસ્તક્ષેપ પછી, ઉત્તર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (UPPCB) એ ગાઝિયાબાદના બેન્ક્વેટ હોલમાં લગ્ન કે અન્ય કોઈ ફંક્શન દરમિયાન ખુલ્લા વિસ્તારમાં મોટા અવાજે ડીજે અથવા અન્ય સંગીતનાં સાધનો વગાડવા પર પ્રતિબંધ મૂકવાની સૂચના આપી છે. NGTના ચીફ જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવ અને વિશેષ સભ્ય એ. સેંથિલ વેલ અને અફરોઝ અહેમદની બેંચ સમક્ષ રજૂ કરેલા તેमના રિપોર્ટમાં UPPCB એ આ માહિતી આપી છે.

જાહેરમાં DJ વગાડવા પર લાગ્યો પ્રતિબંધ

UPPCBને અવાજ પ્રદૂષણ સામે યોગ્ય પગલાં લેવાનો 5 માર્ચે, ખંડપીઠે આદેશ આપ્યો હતો. જણાવી દઇએ કે, ધોરણ 12 ના વિદ્યાર્થીની ફરિયાદને ધ્યાનમાં લેતા આ આદેશ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે સોસાયટીની નજીક બનેલા બેન્ક્વેટ હોલમાં લગ્ન અને અન્ય સમારોહ દરમિયાન ખૂબ જ જોરથી સંગીત વગાડવામાં આવે છે. જેના કારણે તે બોર્ડની પરીક્ષાની તૈયારી કરી શકતી નથી. UPPCBએ NGTમાં પોતાનો રિપોર્ટ સબમિટ કરતા કહ્યું છે કે, બેન્કવેટ હોલનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું પરંતુ આસપાસના અવાજનું સ્તર માપી શકાયું નથી. કારણ કે ત્યાં કોઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ન હતું. જોકે, તેણે એમ પણ કહ્યું હતું કે જ્યારે ફંક્શનનું આયોજન કરવામાં આવે છે, ત્યારે DJ અથવા મોટા અવાજે સંગીતના સાધનોનો ઉપયોગ આસપાસના વિસ્તારમાં ધ્વનિ પ્રદૂષણનું સ્તર વધારશે.

પોલીસને કડક કાર્યવાહી કરવા પણ કહેવામાં આવ્યું

આવી સ્થિતિમાં, એવી સૂચના આપવામાં આવી છે કે DJ અને ઘોંઘાટ વધારતા સંગીતના સાધનોનો લગ્ન અથવા અન્ય કોઈ સમારોહ દરમિયાન ખુલ્લા વિસ્તારો/લૉન પર ઉપયોગ કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં. કોઈપણ ફંક્શનમાં, DJ અથવા કોઈપણ પ્રકારના અવાજ બનાવવાના સાધનોનો ઉપયોગ ફક્ત બંધ હોલમાં જ કરવાની મંજૂરી આપવી જોઈએ. આ મામલે પોલીસને કડક કાર્યવાહી કરવા પણ કહેવામાં આવ્યું છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે, NGTને સુપરત કરેલા તેના અહેવાલમાં જણાવ્યું છે કે તે ગાઝિયાબાદના નાયબ પોલીસ કમિશનરને જિલ્લામાં યોગ્ય પગલાં લેવા અને વિવિધ કાર્યક્રમો દરમિયાન લાઉડસ્પીકર અને અવાજ પેદા કરતા ઉપકરણોના ઉપયોગ પરના નિયંત્રણોને અસરકારક રીતે લાગુ કરવા માટેના આદેશ આપવાની માંગ કરે છે. ટ્રાફિક જામ પણ ધ્વનિ પ્રદૂષણનું મુખ્ય કારણ માનવામાં આવે છે. ગાઝિયાબાદના રાજનગર એક્સટેન્શનમાં રહેતી સૌમ્યા સિંહે NGTમાં ફરિયાદ કરીને આ સમસ્યા તરફ ધ્યાન દોર્યું હતું.

આ પણ વાંચો – Accident : ઉદયપુરમાં ટ્રેલરે રાહદારીઓને કચડ્યા, 5 લોકોના મોત…

આ પણ વાંચો – બકરી ઈદ પર શરમજનક કૃત્ય, બલિના બકરા પર લખ્યું RAM, પોલીસની એક્શન

Whatsapp share
facebook twitter