Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પુતિને PM મોદીને કહ્યું ‘Thank You’, રશિયાના વિદેશ મંત્રીએ ભારતના કર્યા વખાણ

10:07 AM Apr 21, 2023 | Vipul Pandya

છેલ્લા 36 દિવસથી
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધના પગલે વિશ્વના અનેક દેશો
રશિયા સાથે સંબંધ તોડી રહ્યા છે અને વિવિધ પ્રતિબંધો લગાવી રહ્યા છે. ત્યારે
વિશ્વથી અલગ પડી ગયેલા દેશ માટે ભારત સંકટ મોચક બનીને આવ્યું છે. ભારત મિત્રતા
નિભાવી રહ્યું છે. જેના પગલે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદીનો દિલથી આભાર
માન્યો છે. હાલમાં રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લોવરોવ ભારતના પ્રવાસે છે. લોવરોવે
યુક્રેન મામલાને લઈને ભારતના વલણના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે હું ભારતનો
આભાર 
માનું છું કે તેમણે એકબાજુ કોઈપક્ષ ન રાખીને સમગ્ર સ્થિતિને સમજી રહ્યું છે.

javascript:nicTemp();

રશિયાના વિદેશ
મત્રીએ વધુમાં કહ્યું કે ભારત અને રશિયા તમામ મોર્ચે ભાગદારી કરીને વિકાસ તરફ આગળ
વધી રહ્યા છે. અમે ચોક્કસપણે વિશ્વ વ્યવસ્થામાં સંતુલન જાળવી રાખવામાં માનીએ છીએ.
અમે ભારત સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબુત કર્યા છે. અમારા રાષ્ટ્રપતિએ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભકામનાઓ મોકલી છે. કોઈપણ સંકટ સમયમાં પણ ભારત અને
રશિયા વચ્ચેના સંબંધો સ્થિર રહ્યા છે. ભારત અને રશિયાની ભાગીદારી મોસ્કોની
પ્રાથમિક્તા રહી છે.

javascript:nicTemp();

જો કે ભારતના વિદેશ
મંત્રી એસ.જયશંકર અને રશિયાના વિદેશમંત્રી લાવરોવ વચ્ચે આ બેઠક એવા સમય યોજાઈ છે
જેના એક દિવસ પહેલા અમેરિકાએ રશિયાની વિરૂદ્ધ અમેરિકી પ્રતિબંધો લગાવવાના સંકેત
આપ્યા છે. સાથે અમેરિકાએ ભારતે રશિયા સાથે વ્યવહાર ન રાખવાની પણ ચેતવણી આપી હતી
અને કહ્યું હતું કે, પ્રતિબંધોમાં અડચણરૂપ થનારા દેશોને તેનું પરિણામ ભોગવવું
પડશે. યુક્રેન મામલામાં ભારતે તાત્કાલિક યુદ્ધવિરામનું આહ્વાન કર્યું છે. પરંતુ
રશિયા આક્રમણની નિંદા કરનારાઓના પ્રસ્તાવ ઉપર સંયુક્ત રાષ્ટ્રના મંચો ઉપર મતદાનમાં
ભાગ લેવાથી દૂર રહ્યું છે. 
ભારત અને રશિયા
વચ્ચે આ ઉચ્ચ સ્તરીય બેઠક એ સંકેતો આપી રહી છે કે ભારત અને રશિયાના સંબંધો જેમ હતા
તેમ જ રહેશે ને મોટા પ્રમાણમાં રશિયા પાસેથી તેલની ખરીદી ભારત કરશે.