- બનાસકાંઠા પાલનપુર એસ.ટી.પોર્ટનો વીડિયો વાયરલ
- જાહેરમાં બીભત્સ હરકતો કરતો વીડિયો વાયરલ થતા ચકચાર
- પાલનપુર ન્યુ.એસટી પોર્ટમાં પોલીસ નજર રાખે તેવી માગ
Palanpur ST Port: સોશિયલ મીડિયાનું વલણ અત્યારે યુવા વર્ગ પર ખુબ જ ભારે અસર કરી રહ્યું છે. અત્યારની યુવા પેઢી ગમે ત્યાં અશ્લીલતા આચરી રહ્યાં છે. અત્યારે બનાસકાંઠાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, પાલનપુર એસ.ટી.પોર્ટનો વીડિયો વાયરલ થયો છે. પાલનપુર એસ.ટી ડેપો (Palanpur ST Port)માં એક યુવક અને યુવતીનો બિભત્સ હરકતનો વીડિયો વાયરલ થયો છે.
Banaskantha: Palanpur માં ST Port માં યુવક-યુવતીના બીભત્સ ચેનચાળા । Gujarat First
-Palanpur ST Port માં યુવક યુવતી અશ્લીલ હરકતા કરતા Video Viral
-જાહેરમા જ અશ્લીલ હરકતો કરતા હોવાનો Video થયો Viral
-Video Palanpur માં ન્યુ ST Port હોવાનું અનુમાન
-યુવક અને યુવતીઓના વાલીઓ માટે… pic.twitter.com/ctobmRWgOG— Gujarat First (@GujaratFirst) October 6, 2024
આ પણ વાંચો: બિહારની નદી બચાવો, બચાવોની ચિસોથી ગુંજી ઉઠી, 7 બાળકો ડૂબ્યા
બીભત્સ હરકતો કરતો વીડિયો વાયરલ થતા ચકચાર
ચોંકવનારી વાત એ છે કે, જાહેરમાં બિભત્સ હરકતો કરતો વીડિયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. આખરે જાહેર જગ્યાઓ પર આવી અશ્લીલતા હરકતો કરીને અન્ય લોકોને આવી ક્રિયાઓ માટે પ્રેરણા આપવાનું કામ રહ્યાં છે. નોંધનીય છે કે, પાલનપુર ન્યૂ એસટી પોર્ટમાં પોલીસ નજર રાખે તેવી માગ ઉઠવા પામી છે. આ ઘટના યુવક અને યુવતીઓના વાલીઓ માટે લાલબત્તી સમાન ઘટના છે. કારણે કે, આ પહેલા પણ 2 યુવતીઓએ પોલીસના ડરથી ત્રીજે માળેથી જંપલાવ્યું હતું.
આ પણ વાંચો: માંડવીમાં લંપટ આચાર્યની શર્મનાક કરતૂત, કોસંબામાં 18 વર્ષીય યુવતી સાથે યુવકે કર્યું અનેકવાર દુષ્કર્મ
જાહેર સ્થળો પર યુવાનો ભૂલી રહ્યા છે ભાન
અત્યારે પાલનપુર (Palanpur)માં નવું બસ સ્ટેન્ડ બન્યું છે, ત્યાં મોટી સંખ્યામાં મુસાફરો આવી રહ્યાં છે. આ બસ સ્ટેન્ડને ખુબ આધુનિક બનાવવામાં આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો તેમાં પણ આવા તત્વો દ્વારા વાતાવરણ બગાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. જાહેર જગ્યાઓ પર આવી અશ્લીલતા ના થવી જોઈએ, જો કે, આવી હરકત થતા આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: રાજ્યનું બેસ્ટ પોલીસ સ્ટેશન એટલે પોરબંદરનું Kamalbag Police Station, મુખ્યમંત્રીએ આપ્યો એવોર્ડ