- 11 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લાઈજવામાં આવ્યા
- Israel માં સામૂહિક ગોળીબારની આ બીજી ઘટના
- તેલ અવીવમાં એક શંકાસ્પદ Terrorist હુમલો થયો
Israel Beersheba Terrorist Attack : Israel અને ઈરાન વિશ્વ યુદ્ધ 3 ની તૈયારીમાં છે. Israel ની સેના લેબનોનમાં પણ ગ્રાઉન્ડ ઓપરેશન કરી રહી છે, આ દરમિયાન Israel ના બેરશેબામાં બસ સ્ટેશન પર સામૂહિક ગોળીબારની ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે 11 લોકો ઘાયલ થયા છે. જોકે, હુમલો કરનાર આતંકીને ઠાર કરવામાં આવ્યો હતો.
11 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લાઈજવામાં આવ્યા
એક અહેવાલ મુજબ Israel ના બેરશેવામાં Terrorist હુમલા બાદ ઘાયલ થયેલા 11 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લાઈજવામાં આવ્યા છે. ડૉક્ટરોએ કહ્યું કે લોકોની હાલત ખુબ જ ગંભીર હતી. જેમાં એક 25 વર્ષની મહિલાનો પણ સમાવેશ થાય છે, જેનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે 20 વર્ષની વયના ચાર યુવકોની હાલત સ્થિર છે. દરેકને ગોળીથી ગંભીર ઈજાઓ થઈ છે.
આ પણ વાંચો: Iran Attack:ઈઝરાયની મોટી ભૂલ! ફ્રાન્સની કંપની પર કર્યો બોમ્બમારો,નેતન્યાહૂ-મેક્રોન વચ્ચે શાબ્દિક યુદ્ધ
Details of the occupied Beersheba operation:
The perpetrator began with a stabbing attack on an Israeli border guard soldier, then seized the weapon and shot at those present at the central station, resulting in deaths and injuries from the Israeli occupation.
Whoever commits… pic.twitter.com/2hHafKKOwd— Taleb 𓂆 baslieb
(@taleb_b72) October 6, 2024
Israel માં સામૂહિક ગોળીબારની આ બીજી ઘટના
બેરશેવાના સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પર Terrorist હુમલો થયો છે. જોકે ઘટનાસ્થળ ઉપર સુરક્ષા દળોએ આતંકીને ઠાર કર્યો હતાં. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ દળ હાજર છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં Israel માં સામૂહિક ગોળીબારની આ બીજી ઘટના છે.
તેલ અવીવમાં એક શંકાસ્પદ Terrorist હુમલો થયો
1 ઓક્ટોબરે Israel ના તેલ અવીવમાં એક શંકાસ્પદ Terrorist હુમલો થયો હતો. આમાં ઘણા લોકો ઘાયલ થયા હતાં. ત્યારે પોલીસે આ હુમલામાં 8 લોકો માર્યા ગયાની પુષ્ટિ કરી હતી. જ્યારે 7 લોકો ઘાયલ થયા હતાં. આ હુમલો જેરુસલેમ સ્ટ્રીટ પર રેલ્વે સ્ટેશન પાસે થયો હતો. આ હુમલામાં બે બંદૂકધારી સામેલ હતાં. Israel ના અધિકારીઓના જણાવ્યા અનુસાર બંને હુમલાખોરો માર્યા ગયા છે.
આ પણ વાંચો: Israeli air strike:ઈઝરાયેલ ગાઝાની મસ્જિદ પર કર્યો હવાઈ હુમલો,21 લોકોના મોત