+

ક્યાં છે આસમાન ? વધતી મોંઘવારીના આલેખનનો છેડો ક્યા સુધી?

આજકાલ ( આમ તો કાયમ જ ) વધતી મોંધવારી એ ધનવાનોને છોડીને બાકીના પ્રજાસમૂહ માટે કાયમી ચિંતાનો વિષય બને છે. છેલ્લા વર્ષોમાં મોંઘવારીની ચિંતા વધારે તીવ્ર બની છે. કરિયાણુ, શાકભાજી, દૂધથી માંડીને રાંધણગેસ તથા પેટ્રોલ ડીઝલના વધતા ભાવો લગભગ રોજેરોજની ચર્ચાનો વિષય બન્યા છે. આપણે એ પણ જાણીએ છીએ કે, મહદઅંશે વધતા ચીજવસ્તુઓના વધતા ભાવ ઓછા થતા હોય તેવું બનતું નથી.પેટ્રોલ અને ડીઝલમાં છેલ્લા થોડા
આજકાલ ( આમ તો કાયમ જ ) વધતી મોંધવારી એ ધનવાનોને છોડીને બાકીના પ્રજાસમૂહ માટે કાયમી ચિંતાનો વિષય બને છે. છેલ્લા વર્ષોમાં મોંઘવારીની ચિંતા વધારે તીવ્ર બની છે. કરિયાણુ, શાકભાજી, દૂધથી માંડીને રાંધણગેસ તથા પેટ્રોલ ડીઝલના વધતા ભાવો લગભગ રોજેરોજની ચર્ચાનો વિષય બન્યા છે. આપણે એ પણ જાણીએ છીએ કે, મહદઅંશે વધતા ચીજવસ્તુઓના વધતા ભાવ ઓછા થતા હોય તેવું બનતું નથી.
પેટ્રોલ અને ડીઝલમાં છેલ્લા થોડાક મહિનાઓથી કામચલાઉ થોડોક ઘટાડો આશ્વાસન જેવો લાગે છે. કોઇ રાજકીય દ્રષ્ટિકોણ વિનાના લોકોનું એવું પણ કહેવું છે કે, ચૂંટણીઓ પૂરી થશે એટલે વળી પાછા પેટ્રોલ ડીઝલના ભાવ વધશે. આ મુદ્દા પર આપણે ચર્ચા કરવા માંગતા નથી, પણ આજે કે આવતીકાલે શાકભાજી, તેલ, અનાજ, પેટ્રોલ કે ડીઝલના ભાવ વધશે એટલે વર્તમાન પત્રોમાં ‘પેટ્રોલના ભાવ આસમાને’ કે ‘ શાકભાજીના ભાવ આસમાને ’ એવું લખાણ હેડલાઇન્સ બનશે. આ કે પછી આવી હેડલાઇન્સ આપણે વર્ષોથી વાંચતાને સાંભળતા આવ્યા છીએ. કોઇ એકજ ચીજવસ્તુને પકડીને કરીએે વાત તો,  દા.ત. પેટ્રોલ એક જમાનામાં 50 રુપિયાનું લીટર હતું ત્યારે એમાં પાંચ રૂપિયાનો વધારો થયો, વર્તમાન પત્રોમાં હેડલાઇન આવી હતી કે પેટ્રોલના ભાવ આસમાને, મધ્યમ વર્ગના સરેરાશ માણસે માની લીધું હશે કે પેટ્રોલના ભાવ આસમાને પહોંચી ગયા છે, એ ચિંતાનો વિષય તો છે પણ સાથે સાથે એક રાહતનો વિષય પણ બને છે કે હવે ભાવો નહીં વધે. કારણકે આસમાન તો જ્યાં છે ત્યાં જ રહેવાનું છે અને ભાવોમાં એ તાકાત નથી કે આસમાન ચીરીને તે આગળ વધી શકે.પણ આપણે જોયું કે પછી પેટ્રોલના ભાવો 55 , 60, 70, અને હવે લગભગ લીટરે 100 થયા છે અને આ બધા જ વધારા વખતે માધ્યમોએ આપણને સમાચાર પહોંચાડવા માટે સામાન્ય રીતે પોતાની હેડલાઇન બદલી નથી.
હવે મારા તમારા જેવાના મનમાં બે પ્રશ્નો અનુત્તર રહે છે કે, હવે પછી જો વધારો થશે તો આપણે શું એજ હેડલાઇનથી જાગીશું? બીજો યક્ષ પ્રશ્ન એ પણ લાગે છે કે, શું દરેક ભાવવધારા વખતે આસમાન પણ 5-15 રૂપિયા દૂર જાય છે, કે પછી આપણે ધરતીના છોરુ આસમાનની આમન્યા રાખીને એને સ્પર્શતા ભાવોને કોઇપણ પ્રતિભાવો વગર સહી લઇએ છીએ. 
આમ તો, આ ઉપરોક્ત રજૂઆત તમને થોડી શબ્દોની રમત કે સમસ્યાને સાહિત્યીક બનાવવાનો એક પ્રયત્ન માત્ર લાગે પણ એ પ્રયત્નની પાછળ છુપાયેલી નીચલા કે મઘ્યમ વર્ગમાં જીવતી કરોડો કરોડો ભારતવાસીઓની સહિષ્ણુવેદનાનો ચિત્કાર સંભળાય છે.
મધરાતે આઝાદી મળી ત્યારે આવતીકાલે ભારતમાં સોનાનો સૂરજ ઉગશે એવી આશા લઇને જીવનારા લોકોની એક આખી પેઢી આજે કહેવાતા ‘ અમૃતધાર’ માં પ્રવેશી રહી છે અને એ અનુભવ સમૃધ્ધ પેઢી હજુ મધરાતની આઝાદી પછીના ઉગનારા સોનેરી સૂરજની રાહ જોવે છે.
આજે પણ ચાલીઓમાં અને ઝૂંપડપટ્ટીમાં રહેતા અને પેટનો ખાડો પૂરવા મથતા અર્થશાસ્ત્રની ભાષામાં કહીએ તો ગરીબી રેખાની નીચે જીવતા લોકોનું દુર્ભાગ્ય બહુ બદલાયું નથી. કહેવાતા મધ્યમ વર્ગની ગૃહિણી આજે પણ પોતાના ઘરના ખર્ચના બે છેડાઓને પહોંચી વળવાની ચિંતામાં ઘસઘસાટ ઉંઘી શકતી નથી, અને કદાચ તેથી જ પેલી અનુભવસમૃધ્ધ પેઢી ‘અમૃતકાળ’ ને ઇચ્છવા છતા આનંદથી વધાવી શકતી નથી. વયને કારણે ગાલ પર પડેલી કરચલીઓ વચ્ચે ઝાંખી પડી ગયેલી તકતકતી બે આંખો ઉપર ધ્રુજતા હાથનું નેજવું બનાવીને ઉંચે જોઇ મૌન રીતે પ્રશ્ન પૂછે છે કે ‘ક્યાં છે આસમાન’ ?
શું આવતીકાલે સવારે વળી કોઇ એક બે વસ્તુઓના ભાવો આસમાને પહોંચવાના સમાચારો નહીં આવી પડેને, એની ચિંતામાં એની આજની રાત તેને ઉંઘવા દેતી નથી. આપણે ભલે વિકસીએ ભલે વિસ્તરીએ પણ સાથે સાથે આ અનુત્તર પ્રશ્નનો ઉત્તર પણ ખોળવા કંઇક કરીએ.

Whatsapp share
facebook twitter