+

PM Modi: સંસદની કેન્ટીનમાં પ્રધાનમંત્રીએ સાંસદોને કરાવ્યું બપોરનું ભોજન, જુઓ તસવીરો

PM Modi: પ્રધાનમંત્રી પોતાના કાર્યોને લઈને હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. આજે એટલે કે, શુક્રવારે પ્રધાનમંત્રી મોદીએ સાંસદોને કહ્યું કે, તેમને દંડ કરવાનો છે કહીંને આશ્ચર્યમાં મુકી દીધા હતા, પરંતુ…

PM Modi: પ્રધાનમંત્રી પોતાના કાર્યોને લઈને હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. આજે એટલે કે, શુક્રવારે પ્રધાનમંત્રી મોદીએ સાંસદોને કહ્યું કે, તેમને દંડ કરવાનો છે કહીંને આશ્ચર્યમાં મુકી દીધા હતા, પરંતુ પછી તેમને બપોરના ભોજન માટે સંસદના કેન્ટિનમાં લઈ ગયા હતાં. મળતી વિગતો પ્રમાણે આ દરમિયાન વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ હતી. પ્રધાનમંત્રીએ આ દરમિયાન નવાઝ શરીફ સાથે પોતે કરેલી અચાનક યાત્રાને પણ યાદ કરી હતીં.

પ્રધાનમંત્રીએ સાથે બપોરનું ભોજન લેવા માટે તેમની સાથે સંસદમાં 8 વિવિદ પક્ષોના 8 સાંસદો સામેલ હતા. જેમાં બીજેપીના હિના ગાવિત, એસ, ફાન્ગાનોન કોન્યાક, જામ્યાંગ ત્સેરિંગ નામગ્યાલ, એલ. મુરુગન, બીએસપી સાંસદ રિતેશ પાંડે, ટીડીપીના રામમોહન નાયડૂ, અને બીજેડી સાંસદ સસ્મિત પાત્રા સામેલ હતા.

પીએમ મોદી સાથે સાંસદોને કર્યું બપોરના ભોજન

ઉલ્લેખનીય છે કે, બપોરનું આ ભોજન લગભગ 45 મિનિટ સુધી ચાલ્યું હતું અને આ દરમિયાન સાંસદોએ પ્રધાનમંત્રીને તેમની દિનચર્ચા અને પોતાની જીવનશૈલી વિશે પૂછ્યું હતું. જવાબમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ પ્રતિદિન માત્ર 3 કલાક જ ઊંઘ લે છે અને સૂર્યાસ્ત બાદ જમતા નથીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અફઘાનિસ્તાની મુલાકાતની પણ વાત કરી અને જણાવ્યું કે કેવી રીતે તેઓ નવાઝ શરીફની પૌત્રીના લગ્નમાં હાજરી આપવા 2015માં પાકિસ્તાનમાં નવી સંસદના ઉદ્ઘાટનથી પાછા ફર્યા હતા. તેમણે કહ્યું કે તેમની સુરક્ષા ટીમને પણ મુલાકાત અંગે અગાઉથી જાણ કરવામાં આવી ન હતી. તેઓ નવી દિલ્હીમાં વાજપેયીના જન્મદિવસની ઉજવણીમાં હાજરી આપવા પાકિસ્તાનથી પરત ફર્યા હતા.

ગુજરાત બાબતે કરી પણ પ્રધાનમંત્રીએ કરી ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની ચર્ચા પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, 2001માં આવેલા વિશાનકારી ભૂકંપ બાદ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કેવી રીતે તેમણે કચ્છને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવ્યું છે. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણના અનુભવ વિશે પણ વાત કરી હતી. બપોરના ભોજનમાં રોટલી, ભાત, દાળ અને મીઠાઈનો સમાવેશ થતો હતો. વડા પ્રધાને દરેકના બિલ ચૂકવ્યા. કેન્ટીનમાં આખી વાતચીત લગભગ 45 મિનિટ સુધી ચાલી હતી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

આ પણ વાંચો: જ્યંત ચૌધરીએ નરેન્દ્ર મોદીનો માન્યો આભાર, NDA માં સામેલ બાબતે કહ્યું કે..

Whatsapp share
facebook twitter