+

Porbandar: પરિવારની ચારધામ યાત્રા ચોરોને ફળી! દાગીના સહિત 40 હજારથી થઈ ચોરી

Porbandar: પોરબંદરમાં એક ચોરીની ઘટના સામે આવી છે. અહીં લક્ષ્મીનગર સોસયટીમાં આવેલા એક રહેણાંક મકાનમાં ચોરી થયાના સમાચાર સામે આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે પાંચથી સાત તોલા દાગીના અને 35…

Porbandar: પોરબંદરમાં એક ચોરીની ઘટના સામે આવી છે. અહીં લક્ષ્મીનગર સોસયટીમાં આવેલા એક રહેણાંક મકાનમાં ચોરી થયાના સમાચાર સામે આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે પાંચથી સાત તોલા દાગીના અને 35 થી 40 હજાર રોકડની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે, સુખડિયા પરિવાર ચારધાનમી યાત્રાએ ગયો હતો. પરિવાર ચારધામની યાત્રાએ હતો અને અહીં ઘરે ચોરોએ ખાતર પાડી ઘર ખાલી કરી નાખ્યું. તમને જણાવી દઇએ કે, વેકેશનના સમયગાળામા બહાર ફરવા કે જાત્રાએ ગયેલા પરિવાર માટે લાલ બત્તી સમાન કિસ્સો છે.

ચોરોની ટોળકીએ બંધ મકાને ટાર્ગેટ કરી ચોરી કરે છે

નોંધનીય છે કે, પોરબંદર શહેરના લક્ષ્મીનગર સોસોયટીમાં ચોરીની ધટના સામે આવી છે. ચોર ટોળકીએ રહેણાંક મકાનમાં તાળા તોડી પ્રવેશ કર્યો હતો ત્યારબાદ રોકડ રકમ અને પાંચથી સાત તોલા દાગીનાની ચોરી થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ મામલે પોલીસે અત્યારે આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે. હાલ ઉનાળા વેકશનના સમયગાળામાં લોકો પોતાના પરિવાર સાથે આનંદ માણ્વા ઘરને તાળા માળી નીકળી જતા હોય છે.પરંતુ ચોર ટોળકી બંધ મકાને ટાર્ગેટ કરી ચોરી કરતા હોય છે. આવી જ એક ઘટના પોરબંદરના લક્ષ્મીનગર સોસાયટીમાં બની છે.

ઘટનાને ગંભીરતાથી લેતા પોલીસ ઘટના સ્થળે પહોંચી

લક્ષ્મીનગરમાં રહેતા નિલેષભાઇ સુખડીયાના રહેણાંક મકાનનમાં ચોરીનો બનાવ બન્યો છે. નિલેષભાઇ જણાવ્યુ હતું કે, તેઓ ચાર તારીખના રોજ ચારધામની જાત્રાએ ગયા હતા. આજે સવારે ઘર પરત ફરતા મકાનના તાળા તુટેલી હાલતમાં જોતા ચોરી થઇ હોવાનુ જાણ થઈ હતી. મકાનની અંદર પાંચથી સાત તોલા દાગીના અને પાત્રીસથી ચાલીસ હજાર રોકડા રુપિયા, કિંમીત રમકડા અને નવ ગલ્લા ચોર ટોળકી ઉઠાવ ગઇ છે. આ બનાવને પગલે કમલાબાગ પોલીસને જાણ થતાં સ્થળ પર પહોંચી હતી ચોરના બનાવ અંગે તપાસ હાથ ધરી હતી.

પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી

પોરબંદરના લક્ષ્મીનગરમાં બનેલા ચોરીના બનાવાના પગલે સ્થાનિકોએ પોરબંદરમાં પોલીસ પટ્રોલીંગ વધારવાની માંગ છે. આ વિસ્તારમાં રહેતા નાગજણભાઇ સુખદેણ માંગ કરી છે. આમાર વિસ્તારમાં છેલ્લા 35 વર્ષથી ચોરીનો બનાવ બન્યો નથી. સીસીટીવી હોવા છતા ચોર ટોળકીએ ચોરી કરી છે. પોરબંદર પોલીસ દ્વારા રાત્રીના કડક પટ્રોલીંગ કરે તે જરુરી છે.

અહેવાલઃ કિશન ચૌહાણ, પોરબંદર

આ પણ વાંચો: રાજકોટ-પંચમહાલમાં BJP કાર્યકરોએ Mamata Banerjee ના પૂતળા ફૂંક્યા, જાણો શું છે કારણ ?

આ પણ વાંચો: Patan : HNGU કેમ્પસમાં મોટી ઘટના! અડધા કલાક સુધી 7 થી વધુ વિદ્યાર્થીઓ લિફ્ટમાં ફસાયા

આ પણ વાંચો: Rajkot : 65 હોસ્પિટલમાં જિલ્લા આરોગ્ય વિભાગનું સર્ચ ઓપરેશન, જાણો શું છે કારણ ?

Whatsapp share
facebook twitter