+

સ્થાપના દિવસ પર PMનું ટવીટ ‘ગુજરાત વિકાસની નવી ઉંચાઇઓ સર કરતું રહે’

આજે ગુજરાતના સ્થાપના દિવસ નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતીઓને હાર્દિક શુભેચ્છા પાઠવી છે… ખાસ વાત એ રહી છે કે વડાપ્રધાન ટવીટર પર ગુજરાતી ભાષામાં શુભકામના પાઠવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇએ ટવીટ…

આજે ગુજરાતના સ્થાપના દિવસ નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતીઓને હાર્દિક શુભેચ્છા પાઠવી છે… ખાસ વાત એ રહી છે કે વડાપ્રધાન ટવીટર પર ગુજરાતી ભાષામાં શુભકામના પાઠવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇએ ટવીટ કરતા કહ્યું કે ગુજરાતના સ્થાપના દિવસની હાર્દિક શુભેચ્છાઓ, ગુજરાત રાજ્યએ તેના સર્વાંગી વિકાસની સાથે-સાથે તેની આગવી સંસ્કૃતિને કારણે એક અનન્ય ઓળખ ઉભી કરી છે. હું પ્રાર્થના કરુ છું કે રાજ્ય આગામી વર્ષોમાં વિકાસની નવી ઉંચાઇઓ સર કરતું રહે.

બીજી તરફ વડાપ્રધાને મહારાષ્ટ્ર ડે નિમિતે મહારાષ્ટ્રવાસીઓને પણ શુભકામના પાઠવી છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર એક મહાન સંસ્કૃતિ અને મહેનતું લોકો ધરાવે છે, જેમણે અલગ-અલગ ક્ષેત્રોમાં દેશને સમૃદ્ધ બનાવ્યો છે. આવનારા વર્ષોમાં મહારાષ્ટ્ર તેની વિકાસયાત્રા યથાવત રાખે તેવી પ્રાર્થના કરુ છું.

આ તરફ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ પણ ગુજરાતવાસીઓને ગુજરાતીમાં રાજ્યના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી, તેમણે ટવીટ કરતા કહ્યું કે ગુજરાત દિવસ પર, હું તમામ દેશવાસીઓને, ખાસ કરીને રાજ્યના તમામ રહેવાસીઓને મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. ગુજરાતની ધરતી મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવી મહાન હસ્તીઓની ભૂમિ છે. અહીંના ઉદ્યમી અને પ્રગતિશીલ લોકોએ દેશના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. હું ઈચ્છું છું કે ગુજરાત સતત પ્રગતિના પંથે આગળ વધે અને રાજ્યના રહેવાસીઓની સુખ-સમૃદ્ધિ વધે.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પણ ગુજરાત સ્થાપના દિવસ નિમિતે ગુજરાતની જનતાને શુભેચ્છા પાઠવી છે, તેમણે કહ્યું કે ગુજરાતે દેશના વિકાસમાં સિંહફાળો આપ્યો છે, સુખી, સમૃદ્ધ અને સ્વસ્થ ગુજરાત માટે શુભેચ્છા

 

Whatsapp share
facebook twitter