+

New Parliament Building નો Video શેર કરીને PM મોદીએ કરી આ અપીલ

નવા સંસદ ભવનનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સંસદની અંદરનો લૂક પણ જોઈ શકાય છે. વીડિયોમાં અશોક સ્તંભથી લઈને સાંસદોના બેઠક ખંડ સુધી જોવા મળે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ…

નવા સંસદ ભવનનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સંસદની અંદરનો લૂક પણ જોઈ શકાય છે. વીડિયોમાં અશોક સ્તંભથી લઈને સાંસદોના બેઠક ખંડ સુધી જોવા મળે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વીડિયો શેર કર્યો છે.

વડાપ્રધાનની અપીલ

PM મોદીએ વિડિયો સાથે લખ્યું, “નવું સંસદ ભવન દરેક ભારતીયને ગૌરવ અપાવશે. વિડિયો આ પ્રતિષ્ઠિત ઈમારતની ઝલક આપે છે. હું તમને વિનંતી કરું છું કે આ વિડિયો તમારા વૉઇસ-ઓવર (અવાજ) સાથે શેર કરો જે તમારા મંતવ્યો વ્યક્ત કરે છે. હું તેમાંથી કેટલાકને રીટ્વીટ પણ કરીશ. #MyParliamentMyPride નો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં.

વિપક્ષનો વિરોધ

વાસ્તવમાં આ વીડિયો એવા સમયે સામે આવ્યો છે જ્યારે વિપક્ષ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનને લઈને કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહ્યાં છે અને કહી રહ્યા છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેનું ઉદ્ઘાટન કરવું જોઈએ. વિરોધ પક્ષો આરોપ લગાવી રહ્યા છે કે આવું ન કરીને સરકાર લોકશાહી પર હુમલો કરી રહી છે.

સરકારે શું કહ્યું?

વિપક્ષી પાર્ટીઓના બહિષ્કાર પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં કહ્યું હતું કે, દરેક મુદ્દા પર રાજકારણ ન કરવું જોઈએ. અમે દરેકને આમંત્રણ મોકલ્યા છે. હવે તે આવે છે કે નહીં તે તેના અંતરાત્મા પર છે. દરેક વ્યક્તિ પોતાની વિચારસરણી મુજબ નિર્ણય લે છે.

આ પણ વાંચો : સાધુ-સંતોની ઉપસ્થિતિમાં થશે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન, જાણો ઉદ્ધાટન કાર્યક્રમ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Whatsapp share
facebook twitter