+

કોંગ્રેસના પૂર્વ નેતાનો બફાટ, રાહુલ ગાંધીને પાકિસ્તાનથી ચૂંટણી લડવાની આપી સલાહ

લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) ના બે તબક્કાઓ પૂર્ણ થઇ ગયા છે. ત્રીજો તબક્કો 7 તારીખે છે તે પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Congress leader Rahul Gandhi) એ અમેઠી બેઠકની…

લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) ના બે તબક્કાઓ પૂર્ણ થઇ ગયા છે. ત્રીજો તબક્કો 7 તારીખે છે તે પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Congress leader Rahul Gandhi) એ અમેઠી બેઠકની જગ્યાએ રાયબરેલી લોકસભા બેઠક (Raebareli Lok Sabha seat) પરથી ઉમેદવારી પત્ર (Nomination Form) ભર્યું છે. તેમના અમેઠી છોડી રાયબરેલીની બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડવાનું પસંદ કર્યા બાદથી જ તેમના પર ભાજપ (BJP) સતત પ્રહારો કરી રહ્યું છે. ભાજપના નેતાઓનું કહેવું છે કે, તેઓ ડરી ગયા છે અને અમેઠી (Amethi) ની જગ્યાએ ચૂંટણી લડવા માટે રાયબરેલીની પસંદગી કરી છે. આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ નેતા પ્રમોદ કૃષ્ણમે (Pramod Krishnam) પણ રાહુલ ગાંધી (Rahul Gandhi) ના આ નિર્ણય પર કટાક્ષ કર્યો છે અને પાકિસ્તાનથી ચૂંટણી લડવાની સલાહ આપી છે. તેમણે આવું કેમ કહ્યું જાણો આર્ટિકલમાં…

પાકિસ્તાનથી ચૂંટણી લડે રાહુલ ગાંધી : પ્રમોદ કૃષ્ણમ

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Congress Leader Rahul Gandhi) વાયનાડ ઉપરાંત ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક (Raebareli Seat) પરથી લોકસભા ચૂંટણી (Lok Sabha Election) લડી રહ્યા છે. તેમના આ નિર્ણયથી અમેઠી (Amethi) થી ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાની (BJP candidate Smriti Irani) આ બેઠક આસાનીથી જીતી શકે છે તેવી ચર્ચાઓ પણ ખૂબ થઇ રહી છે. વળી એવી પણ અટકળો હતી કે પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra) પણ ચૂંટણી લડશે, પરંતુ આ વખતે તેમણે ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો છે. આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ નેતા પ્રમોદ કૃષ્ણમે (Former Congress Leader Pramod Krishnam) શનિવારે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે, લોકસભા ચૂંટણી (Lok Sabha Election) ના પરિણામો બાદ કોંગ્રેસ (Congress) બે જૂથોમાં તૂટી શકે છે. એક જૂથ રાહુલ ગાંધી (Rahul Gandhi) નું હશે, જ્યારે બીજું પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) નું હશે. પ્રમોદ ક્રિષ્નમે (Pramod Krishnam) એમ પણ કહ્યું કે રાહુલ ગાંધી (Rahul Gandhi) એ પાકિસ્તાનમાંથી ચૂંટણી લડવી જોઈએ. જણાવી દઇએ કે, પ્રમોદ ક્રિષ્નમે દાવો કર્યો છે કે જે રીતે પ્રિયંકા ગાંધીને ચૂંટણી લડવાથી રોકવામાં આવી રહી છે અને જે રીતે પ્રિયંકાને અમેઠી, રાયબરેલી કે સુલતાનપુરથી ટિકિટ આપવામાં આવી નથી, તેનાથી કોંગ્રેસની અંદર એક વર્ગમાં ભારે નારાજગી છે.

કોંગ્રેસ બે ભાગમાં વહેચાઈ જશે :  પ્રમોદ કૃષ્ણમ

પ્રમોદ કૃષ્ણમનો દાવો છે કે, રાહુલ ગાંધીના કહેવા પર પ્રિયંકા ગાંધીને કોંગ્રેસની રાજનીતિમાં આગળ વધતા અટકાવવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં જો ચૂંટણી પરિણામો કોંગ્રેસ માટે ખરાબ રહેશે તો 4 જૂન પછી પાર્ટીની અંદર બે જૂથો બની જશે. રાહુલ અને પ્રિયંકા ગાંધી કેમ્પના નેતાઓ અલગ થઈ જશે. પ્રમોદ ક્રિષ્નમે કહ્યું કે રાહુલ ગાંધીની પલાયનવાદી નીતિ છે કે તેમણે અમેઠી છોડી દીધી છે. દેશના કોંગ્રેસના કાર્યકરોનું મનોબળ ઘટી ગયું છે. પ્રિયંકા ગાંધીએ ચૂંટણી ન લડવી એ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોના હૃદયમાં સળગતો જ્વાળામુખી છે… 4 જૂન પછી તે ફૂટશે. દેશની આઝાદી બાદ કોંગ્રેસનું વધુ એક વિભાજન નિશ્ચિત છે. કોંગ્રેસ બે પ્રવાહમાં વહેંચાઈ જશે, એક પ્રવાહ રાહુલ ગાંધીનો અને બીજો પ્રવાહ પ્રિયંકા ગાંધીનો હશે.

અટકળો પર પૂર્ણ વિરામ

ઉલ્લેખનીય છે કે, યુપીની અમેઠી અને રાયબરેલી બેઠક દાયકાઓથી કોંગ્રેસનો ગઢ રહી છે. જો કે, છેલ્લી લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી અમેઠી બેઠક પરથી હાર્યા હતા, પરંતુ અન્ય વાયનાડ બેઠક પર જીત મેળવી હતી. આ વખતે પણ એવી અટકળો હતી કે ગાંધી પરિવાર અમેઠી અને રાયબરેલી બંને બેઠકો પરથી ચૂંટણી લડશે, પરંતુ વાયનાડ સિવાય પાર્ટીએ રાહુલ ગાંધીને રાયબરેલીથી મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કિશોરી લાલ શર્માને અમેઠી બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. જેનો અર્થ એવો પણ નિકાળવામાં આવી રહ્યો છે કે પ્રિયંકા ગાંધી ચૂંટણી નહીં લડે.

આ પણ વાંચો – Garry Kasparov : રશિયન ચેસ ગ્રાન્ડ માસ્ટરનો રાહુલ ગાંધી પર કટાક્ષ!

આ પણ વાંચો – શું શરદ પવારે ઉદ્ધવ ઠાકરેને કહ્યું Get Out ? જાણો વાયરલ વીડિયોની સચ્ચાઈ

Whatsapp share
facebook twitter