+

દુષ્કર્મ કેસના આરોપમાં Revanna ની પોલીસે કરી અટકાયત

દુષ્કર્મના કેસ (Rape Case) માં સંડોવાયેલા પૂર્વ વડાપ્રધાન દેવેગૌડા (Former Prime Minister Deve Gowda) ના પુત્ર JDS નેતા એચડી રેવન્ના (JDS leader HD Revanna) ની કર્ણાટક પોલીસની SIT દ્વારા ધરપકડ…

દુષ્કર્મના કેસ (Rape Case) માં સંડોવાયેલા પૂર્વ વડાપ્રધાન દેવેગૌડા (Former Prime Minister Deve Gowda) ના પુત્ર JDS નેતા એચડી રેવન્ના (JDS leader HD Revanna) ની કર્ણાટક પોલીસની SIT દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બેંગલુરુના કેઆર નગર પોલીસ સ્ટેશનમાં તેની સામે નોંધાયેલા અપહરણના કેસ (Kidnapping Case Registered) માં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જ્યારે તેમનો પુત્ર પ્રજ્વલ રેવન્ના (Prajwal Revanna) સેક્સ સ્કેન્ડલ કેસ (Sex Scandal Case) માં દેશ છોડીને ફરાર છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (Special Investigation Team) પ્રજ્વલ રેવન્ના (Prajwal Revanna) ને શોધવા બેંગલુરુમાં એચડી દેવગૌડા (HD Deve Gowda) ના ઘરે પહોંચી હતી. આ પછી એચડી રેવન્ના (HD Revanna) ની અટકાયત કરવામાં આવી છે. તેમની સામે બે FIR નોંધાઈ છે.

JDS નેતા એચડી રેવન્નાની પોલીસે કરી અટકાયત

JDS નેતા એચડી રેવન્ના (JDS leader HD Revanna) ને અપહરણના આરોપ બાદ પોલીસે અટકાયતમાં લીધા છે. SITની ટીમ આજે જ તેમના ઘરે પૂછપરછ માટે પહોંચી હતી. કસ્ટડીમાં ન લેવા માટે, રેવન્ના પિતા-પુત્ર (Revanna’s father-son) ની જોડીએ કોર્ટનો સંપર્ક કર્યો હતો. પરંતુ, કોર્ટે તેમની આગોતરા જામીન અરજી (Bail Plea) ફગાવી દીધી હતી. હવે આ કેસની આગામી સુનાવણી 6 મેના રોજ થશે. કર્ણાટકના પૂર્વ મંત્રી એચડી રેવન્ના (Karnataka minister HD Revanna) અને તેમના પુત્ર પ્રજ્વલ રેવન્ના (Prajwal Revanna) વિરુદ્ધ અપહરણનો કેસ પણ નોંધવામાં આવ્યો હતો. આ નવા કેસમાં, મૈસૂર જિલ્લાના કૃષ્ણરાજા નગરની રહેવાસી 20 વર્ષીય ફરિયાદીએ કહ્યું કે રેવન્ના (Revanna) એ તેમની માતાનું અપહરણ કર્યું હતું. આગળ જણાવ્યું કે 6 વર્ષ પહેલા તેની માતા હોલેનરસીપુરામાં રેવન્નાના ઘરે કામ કરતા હતા. 3 વર્ષ પહેલા તે કામ છોડીને પોતાના વતન પરત આવી હતી. તેના કહેવા પ્રમાણે, 5 દિવસ પહેલા રેવન્નાનો સહયોગી સતીશ બબન્ના તેના ઘરે આવ્યો હતો અને કહ્યું હતું કે પોલીસ પૂછપરછ માટે આવી શકે છે અને તેણે કંઈપણ કહેવું જોઈએ નહીં.

ફરિયાદીએ શું કહ્યું ?

ફરિયાદીએ જણાવ્યું હતું કે, ’29 એપ્રિલે રાત્રે લગભગ 9 વાગે સતીશ બબન્ના અમારા ઘરે આવ્યો હતો. તેણે કહ્યું કે, જો તારી મા પકડાઈ જશે તો તું મુશ્કેલીમાં મુકાઈ જશે અને બધા જેલ જઈ શકે છે. તેણે કહ્યું કે, રેવન્નાએ મારી માતાને લાવવા કહ્યું છે. આ પછી તે મારી માતાને મોટરસાઇકલ પર લઈ ગયો.’ તેણીએ કહ્યું કે આ પછી, 1 મેના રોજ, તેણીને એક મિત્રનો ફોન આવ્યો જેણે કહ્યું કે એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેની માતાને દોરડાથી બાંધવામાં આવી છે અને પ્રજવલે કથિત રીતે તેની સાથે દુષ્કર્મ કર્યું છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેની માતા તેના જીવને જોખમમાં છે અને પોલીસને તેને શોધવામાં મદદની જરૂર છે.

પ્રજ્વલ રેવન્ના હજુ પણ ફરાર

જણાવી દઈએ કે એચડી રેવન્નાને SIT દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા છે જ્યારે તેમનો પુત્ર પ્રજ્વલ રેવન્ના હજુ પણ ફરાર છે. પ્રજ્વલ પર સેંકડો મહિલાઓના યૌન શોષણનો પણ આરોપ છે. ઉલ્લેખનીય છે કે, હોલેનરસીપુર સીટના સાંસદ એચડી રેવન્ના 1994માં આ સીટ પરથી પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા. 1999માં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ 2004માં તેઓ ફરીથી ધારાસભ્ય બન્યા હતા. 2018માં પણ તેઓ જંગી માર્જિનથી જીત્યા અને ધારાસભ્ય બન્યા. 2023માં પણ તેઓ જીત્યા હતા, પરંતુ તેમની પાર્ટી સત્તામાં આવી શકી નહોતી. વળી, પ્રજ્વલ 2019 માં પ્રથમ વખત સાંસદ બન્યો હતો. તે બીજી વખત ચૂંટણી લડી રહ્યો છે.

આ પણ વાંચો – Prajwal Revanna: ‘હું બેંગલુરુમાં નથી…’ સેક્સ સ્કેન્ડલમાં ફસાયેલા પ્રજ્વલ રેવન્નાની પ્રતિક્રિયા સામે આવી

આ પણ વાંચો – Prajwal Revanna : વીડિયો કોલમાં છોકરી સાથે ‘ગંદી વાતો’, પેન ડ્રાઈવમાંથી મળ્યા 3000 થી પણ વધુ અશ્લિલ Video

Whatsapp share
facebook twitter