Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

જે લોકો પોતાના ઘરમાં સુરક્ષિત નથી તેઓ પહેરે છે હિજાબ : સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર

04:58 AM Apr 17, 2023 | Vipul Pandya

દેશમાં છેલ્લા ઘણા સમયથી કર્ણાટક હિજાબ વિવાદમાં
રાજકારણ ગરમાયું છે. વિવાદ હવે એટલો વકર્યો છે કે દિગ્ગજ નેતાઓ પણ આ મામલે પોતાની
પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. દરમિયાન ભોપાલથી સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે આ
અંગે એક નિવેદન આપ્યું છે.

 

શાળા-કોલેજની શિસ્ત તોડીને હિજાબ પહેરવાની જરૂર નથી

સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે કહ્યું કે, ભારતમાં
હિજાબ પહેરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, ક્યાંય હિજાબ પહેરવાની જરૂર નથી. જે
લોકો પોતાના ઘરમાં સુરક્ષિત નથી તેઓ હિજાબ પહેરે છે. સાંસદ ઠાકુર બરખેડા પઠાણી
વિસ્તારમાં એક મંદિરમાં આયોજિત કાર્યક્રમમાં આ અંગે બોલી રહ્યા હતા. તેમણે કહ્યું
કે
, “તમારી પાસે મદરેસા છે. જો તમે ત્યાં (મદરેસામાં)
હિજાબ કે ખિજાબ (વાળનો રંગ) પહેરો છો તો અમારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. તમે
ત્યાં જરૂરી ડ્રેસ પહેરો અને તેમની શિસ્તનું પાલન કરો પરંતુ જો તમે દેશની
શાળા-કોલેજની શિસ્ત તોડીને હિજાબ પહેરીને ખિજાબ પહેરવાનું શરૂ કરશો તો તેને સાંખી
લેવામાં આવશે નહીં.

 

ખરાબ નજર રાખનારે બનાવ્યો આ પડદો

તેમણે કહ્યું કે, પડદો એ લોકો દ્વારા બનાવવો જોઈએ જેઓ
આપણી તરફ ખરાબ નજર રાખે છે. એટલા માટે તેઓએ હિજાબ પહેરવો જોઈએ. એ ચોક્કસ છે કે
હિંદુઓ કુદ્રષ્ટિ રાખતા નથી. સનાતનની સંસ્કૃતિ છે કે સ્ત્રીઓની પૂજા કરવામાં આવે
છે. અહી જ્યારે દેવતાઓને પણ જરૂર હોય છે
, ત્યારે
દુષ્ટોને મારવા માટે દેવીનું આહવાન કરવામાં આવે છે. અહીં માતા અને પત્નીનું સ્થાન
સર્વોપરી છે. તેમણે કહ્યું કે, જ્યાં મહિલાઓનું આટલું ઉન્નત સ્થાન છે
, શું ત્યાં હિજાબ પહેરવાની જરૂર છે? ભારતમાં હિજાબ પહેરવાની જરૂર નથી.


શું છે હિજાબ વિવાદ?

ઉલ્લેખનીય છે કે, હિજાબ વિવાદ ગત મહિને કર્ણાટકનાં ઉડુપીમાં શરૂ થયો હતો જ્યારે કેટલીક વિદ્યાર્થીનીઓએ તેના પર પ્રતિબંધનો વિરોધ કર્યો હતો. વિરોધમાં અન્ય વિદ્યાર્થીઓ પણ કેસરી ખેસ પહેરીને કોલેજ આવવા લાગ્યા હતા. આ સંઘર્ષ રાજ્યભરમાં ઝડપથી ફેલાઈ ગયો હતો. હાલમાં કર્ણાટક હાઈકોર્ટમાં આ મામલાની સુનાવણી ચાલી રહી છે જ્યાં કેટલીક વિદ્યાર્થીનીઓએ ધર્મની સ્વતંત્રતાનાં બંધારણીય અધિકારને ટાંકીને હિજાબ પહેરવા પરનાં પ્રતિબંધને પડકાર્યો છે.