+

CHHOTA UDEPUR : 100 વર્ષ કરતાં વધુ વયે પણ પાવરફૂલ દાદીનું મતદાન, વાંચો અહેવાલ

CHHOTA UDEPUR : છોટાઉદેપુર ( CHHOTA UDEPUR ) તાલુકાના ઓલી આંબા ગામે રહેતા નાયકા પુનકીબેન કાગડીયાભાઇ વયોવૃદ્ધ હોવા છતાં પણ મતદાન કરવા માટે ઉત્સાહિત જોવા મળી આવ્યા હતા.100 વર્ષ કરતાં…

CHHOTA UDEPUR : છોટાઉદેપુર ( CHHOTA UDEPUR ) તાલુકાના ઓલી આંબા ગામે રહેતા નાયકા પુનકીબેન કાગડીયાભાઇ વયોવૃદ્ધ હોવા છતાં પણ મતદાન કરવા માટે ઉત્સાહિત જોવા મળી આવ્યા હતા.100 વર્ષ કરતાં વધુ વયે પણ બા જાતે હરી ફરી શકે છે. એટલું જ નહિ આટલી વયે પણ જાણે પ્રથમ વખત મતદાન કરવાના હોય તેમ ઉત્સાહિત તેઓ જોવા મળી આવ્યા હતા.

હાલ સમય એટલી ઝડપથી ચાલી રહ્યો છે કે, જીવન ટૂંકું લાગી રહ્યું છે. સમયની સાથે સાથે લોકોની રહેણીકરણી પણ બદલાય રહી છે. આજના સમયમાં લોકોનું જીવન માત્ર 65થી 70 વર્ષનું માનવામાં આવે છે. કારણ કે, જીવન ઉપર વાતાવરણ, ખોરાક, રોજિંદી ક્રિયાઓ અને કામને લઈ આપણને સતત ચિંતા રહેતી હોય છે. કહેવાય છે કે, જેમણે પહેલાંના સમયનું ઘી ખાધેલું હોય તેમના હાડકાં મજબૂત રહે છે. આ વાતનો જીવતું જાગતું ઉદાહરણ છોટાઉદેપુર ( CHHOTA UDEPUR ) તાલુકાના ઓલી આંબા ગામના નાયકા પુનકીબેન કાગડીયાભાઇ છે.

100 વર્ષ કરતાં પણ વધુ ઉમરના આ શતાયુ મતદાર 100 વર્ષ જેટલી વયે પણ તેઓ એકદમ સરસ રીતે હરી ફરી શકે છે. બા ચશ્મા વગર જ બધું જોઈ શકે છે. એટલું જ નહિ આટલી વયે પણ જાણે પ્રથમ વખત મતદાન કરવાના હોય તેમ ઉત્સાહિત જોવા મળી રહ્યાં હતા. પોતાના વિશે ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતા  શતાયુ મતદારે જણાવેલ છે કે, 100 વર્ષ જેટલી વયે તેઓ મતદાન જયારે પણ યોજાય તો મત આપવા જાય છે અને લોકસભા 2024 ની ચૂંટણીમાં લોકોને મતદાન કરવા પણ અપીલ પણ કરી છે.

અહેવાલ : તોફીક શેખ 

આ પણ વાંચો : ગ્રામજનો એકસાથે પહોંચ્યા મતદાન કેન્દ્ર, Voting પહેલા મહિલાઓ રાસે રમ્યા

Whatsapp share
facebook twitter