Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Parshottar Rupala: વિરોધને લઈને શંકરસિંહ વાઘેલાના ઘરે બેઠક, બાપુએ BJP ને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું

07:38 PM Apr 04, 2024 | VIMAL PRAJAPATI

Parshottar Rupala: લોકસભા ચૂંટણી નજીક આવી રહીં છે, ત્યારે ભાજપના ઉમેદાવરનો રાજકોટમાં ભારે વિરોધ થઈ ગયો છે. આ વિરોધ અત્યારે રાજકોટ સહિત રાજ્યભરમાં જોવા મળી રહ્યો છે. આ સંદર્ભ વાત કરવામાં આવે તો પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજની આંદોલનની નવી રણનીતિ બની રહીં છે. નોંધનીય છે કે, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાને આ અંગે બેઠક મળી હતીં. રાજ્યભરમાં પરશોત્તમ રૂપાલા સામે વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાને મળેલી બેઠકમાં બાપુએ રૂપાલાના નિવેદન અંગે ખાસ વાત કરી હતીં.

આખો સવાલ હવે પોલિટિકલ બની ગયોઃ શંકરસિંહ વાઘેલા

બેઠક દરમિયાન શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, ભાજપના ઉમેદવારથી જે શબ્દો નિકલ્યા તે ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે. અત્યારે આ મુદ્દો ભાજપ-કોંગ્રેસનો નથી પરંતુ આખો સવાલ હવે પોલિટિકલ બની ગયો છે. અહીં કોઈ પક્ષના વિરોધની વાત નથી, અહીં કોઈ ભાજપના વિરોધની પણ વાત નથી અહીં માત્ર એક વ્યક્તિના નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે. વધુમાં તેમણે કહ્યું કે, દેશ આ સમાજનો બઉ મોટો ફાળો રહેલા છે. આ સમાજ વિરુદ્ધમાં રૂપાલાએ જાહેર સભામાં નિવેદન આપ્યું હતું. બાપુએ વધુમાં કહ્યું કે, અહીં એક વ્યક્તિના વિરોધની વાત થઈ રહીં છે, તો હવે ભાજપે નક્કી કરવાનું છે કે શું કરવું?

બાપુએ બીજપીને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું

બાપુએ વધુમાં કહ્યું કે, ભાજપ સમજી વિચારીને સમાજની માગણી માની લે તો બહુ સારી વાત છે. જો ભારતીય જનતા પાર્ટી આ માંગણી નહિ માને તો અમારે શુ કરવું તે અમે નક્કી કરીશું. અહીં કોઈ પક્ષના વિરોધની વાત નથી. તો ભાજપે આ મુદ્દાને પોતાના અહમનો મુદ્દો ના બનાવો જોઈએ. જો આનો ભાજપ પોતાના અહમનો મુદ્દો બનાવે તો નુકશાન થશે. તમને જણાવી દઈએ કે, બાપુ શંકરસિંહ વાઘેલાએ ભારતીય જનતા પાર્ટીને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. બાપુએ કહ્યું કે, ‘મે દિલ્હી હાઇકમાન્ડ સુધી અમારી આ વાત પહોંચાડી છે. જો 24 કલાકમા નહિ માને તો પરિણામની જવાબદારી ભાજપની રહેશે.’

ક્ષત્રિય સમાજ પ્રચાર રથ દ્વારા અન્ય સમાજનું સમર્થન મેળવશે

નોંધનીય છે કે, ક્ષત્રિય સમાજ અત્યારે પાછી પાની કરે તેમ નથી. રાજ્યભરના ક્ષત્રિય સમાજના લોકો એકત્ર થઈને પરશોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યાં છે. એટલું જ નહીં સમગ્ર ગુજરાતમાંથી રૂપાલા સામે પ્રચાર રથ કાઢવામાં આવશે તેવી પણ વિગતો સામે આવી રહીં છે. ઉલ્લેખનીય છે કે, ક્ષત્રિય સમાજ પ્રચાર રથ દ્વારા અન્ય સમાજનું સમર્થન મેળવશે અને આ રથ અંબાજી,કચ્છ સહિતની જગ્યાઓ પરથી નીકળવાનો છે. રથ પસાર થશે ત્યા ક્ષત્રિય સમાજ દ્વારા રથને આવકારાશે. આ અંગે પૂર્વ CM શંકરસિંહ વાઘેલાના નિવાસ સ્થાને મળેલ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: રાજપૂત સમાજનો આરોપ, મોદી સમાજ વિરુદ્ધ બોલેલા રાહુલ ગાંધી ઉપર કાર્યવાહી થાય તો રૂપાલા સામે કેમ નહીં ?

આ પણ વાંચો: ક્ષત્રિય સમાજના ઘણા આગેવાનો મારા સમર્થનમાં : પરશોત્તમ રૂપાલા

આ પણ વાંચો: Rupala : વાંચી લો,પરશોત્તમ રુપાલા મુદ્દે આજે શું થયું ?