Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ઓસ્કર નોમિનેટેડ ફિલ્મ છેલ્લો શોનો પ્રિમિયર શો બન્યો યાદગાર, જૂનાગઢના કલાકારે તૈયાર કરી અદભૂત રંગોળી

11:05 PM Apr 14, 2023 | Vipul Pandya

જૂનાગઢના (junagdh)જાણીતા કલાકાર દિપેન જોષી રંગોળી અને પેઈન્ટીંગમાં ( painting)આગવું નામ ધરાવે છે, વર્ષોથી તેઓ જૂનાગઢમાં તો પોતાની કલા પ્રદર્શિત કરતાં આવ્યા છે. પરંતુ હવે તેમની કલા વિશ્વ કક્ષાએ પહોંચી છે, દિપેન જોષી જૂનાગઢમાં રંગોળી અને પેઈન્ટીંગના વર્ગો ચલાવે છે અને સમગ્ર વર્ષ દરમિયાન વાર તહેવારે અલગ અલગ થિમ પર રંગોળી કે પેઈન્ટીંગ પ્રદર્શનનું આયોજન કરે છે, પોતે કલાકાર હોવાને નાતે તેઓ ઘણાં સમયથી પાન નલીનને ઈન્ટાગ્રામ પર ફોલો પણ કરતાં હતાં.


પાન નલીનની ફીલ્મ છેલ્લો શો રજૂ થઈ ત્યારે દિપેન જોષીએ જૂનાગઢમાં પોતાના એક રંગોળી પ્રદર્શન નિહાળવા માટે પાન નલીનને આમંત્ર્ણ આપ્યું હતું, જૂનાગઢના રંગોળી પ્રદર્શનમાં છેલ્લા શોના પ્રમોશન પોસ્ટરની રંગોળી દિપેન જોષી પ્રસ્તુત કરીને ફીલ્મનું પ્રમોશન કરવા માંગતા હતા અને તેમાં તેઓએ પાન નલીનને જૂનાગઢ આવવા આમંત્રણ આપ્યું હતું પરંતુ કોઈ કારણોસર પાન નલીન જૂનાગઢ આવી શકે તેમ ન હતા, આ સમયે ફીલ્મ  છેલ્લો શો ઓસ્કર માટે નોમિનેટ થઈ ન હતી.


પરંતુ દિપેન જોષીની કલાથી પ્રભાવિત થયેલા પાન નલીને પોતાની ફીલ્મના પ્રિમિયર શોમાં દિપેન જોષીને પોતાની કલા પ્રદર્શિત કરવાની તક આપી, જુગાડ મોશન ના નામથી ચાલતી તેમની માર્કેટીંગની ટીમ છેલ્લા દોઢ મહિનાથી દિપેન જોષી સાથે સંપર્કમાં હતી અને અંતે ફીલ્મના પ્રિમિયર શોમાં ફીલ્મના પ્રમોશન પોસ્ટરની રંગોળી પ્રદર્શિત કરવાનું નક્કી થયું.


7 ઓક્ટોબરના રોજ દિપેન જોષી અને તેમની ટીમ કે જેમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતાં જીતેન્દ્રસિંહ ઝાલા અને જૂનાગઢના રીમ્પલબેન પટેલ પણ સાથે હતા તેઓ 30 કીલો વિવિધ રંગો સાથે મુંબઈ પહોંચ્યા અને બે દિવસમાં રંગોળી તૈયાર કરી હતી.


મુંબઈ સાંતાક્રુઝમાં આવેલા જીયો વર્લ્ડ મોલમાં પીવીઆર મલ્ટીપ્લેક્સ સિનેમા ખાતે 9 ઓક્ટોબરના રોજ ફીલ્મ છેલ્લો શો ( લાસ્ટ ફીલ્મ શો ) નો પ્રિમિયર શો યોજાયો હતો. જેમાં ફીલ્મના કલાકારો ઉપરાંત, વડોદરાના મહારાણી સાહેબ, જાણીતા નિર્દેશક રમેશ સિપ્પી, ક્રિકેટર રવિ શાસ્ત્રી, જાણીતા ટીવી કલાકાર અને એન્કર અનુપ સોની, તારક મહેતાના નિર્દેશક અસિત મોદી, રાહુલ દેવ, પૂર્ણિમા સિન્હા, તેજસ્વીની કોલ્હાપુરી, મકરંદ દેશપાંડે, પ્રફુલ પટેલ સહીતની જાણીતી ફીલ્મ હસ્તીઓ, નામી કલાકારો, ખેલાડીઓ, નેતાઓ સહીતના ઉપસ્થિત રહ્યા હતા અને દિપેન જોષીની રંગોળી નિહાળીને અભિભૂત થયા હતા, રાહુલ દેવ અને અસિત મોદી સહીતની હસ્તીઓએ દિપેન જોષી સાથે ઘણી વાતો કરી અને પ્રોત્સાહિત કર્યા, ઓસ્કર માટે નોમિનેશન થયેલી પ્રથમ ગુજરાતી ફીલ્મના પ્રિમિયર શોમાં જૂનાગઢના કલાકારે રંગોળી પ્રદર્શિત કરીને જૂનાગઢનું ગૌરવ વધાર્યુ છે.