+

Junagadh Rains Update: માવઠાના વરસાદે ખેડૂતોનો રોતા કર્યા, જુનાગઢના ખેડૂતોની હાલત બની દયનીય!

જુનાગઢમાં છેલ્લા પાંચ દિવસથી ધીમીધારે પડી રહ્યો છે વરસાદ અત્યારના વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો ખેડૂતોને પોતાની 4 મહિનાની મહેનત પાણીમાં જવાની ભીતિ Junagadh Rains Update: ગુજરાતમાં અત્યારે આગાહી પ્રમાણે…
  1. જુનાગઢમાં છેલ્લા પાંચ દિવસથી ધીમીધારે પડી રહ્યો છે વરસાદ
  2. અત્યારના વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો
  3. ખેડૂતોને પોતાની 4 મહિનાની મહેનત પાણીમાં જવાની ભીતિ

Junagadh Rains Update: ગુજરાતમાં અત્યારે આગાહી પ્રમાણે અનેક જિલ્લાઓમાં વરસાદ શરૂ થયો છે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો, જુનાગઢ (Junagadh) જિલ્લામાં પણ વરસાદ વરસી રહ્યો છે. જુનાગઢ (Junagadh) જિલ્લામાં પાસતરો વરસાદ છેલ્લા પાંચ દિવસથી પડી રહ્યો છે. વિગતે વાત કરવામાં આવે તો, માળિયા, મેંદરડા, કેશોદ અને વિસાવદર પંથકમાં વરસાદ પડ્યો છે. જેમ જેમ વરસાદ પડી રહ્યો છે ત્યારે ખેડૂતોની મુશ્કેલી માં વધારો થયો છે.

ખેડૂતોનાં પશુધન માટે ઘસાસારો પણ નિષ્ફળ ગયો

જુનાગઢ (Junagadh) જિલ્લાના અનેક ખેડૂતોનો માગફળી સોયાબીનનો પાક ખેતરમાં પડ્યો છે. ખેડૂતોને ֯‘પડ્યા ઉપર પાટુ’ પડી હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. કોઈપણ પરિસ્થિતિમાં હંમેશા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો હોય છે. ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે હવે મેઘરાજા ખમ્યા કરે જો કે, હજી પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ખેડૂતોનાં પશુધન માટે ઘસાસારો પણ નિષ્ફળ ગયો છે. હવે સરકાર દ્વારા કોઈ સહાય કરવામાં આવે તો ખેડૂતો મુશ્કેલીમાંથી બહાર આવે, બાકી મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જવાનો છે.

આ પણ વાંચો: Ahmedabad: શહેરમાં ભારે પવન સાથે મેઘરાજાની ફરી એકવાર તોફાની બેટિંગ

ખેડૂતોને પોતાની 4 મહિનાની મહેનત પાણીમાં જવાની ભીતિ

જુનાગઢ (Junagadh)જિલ્લામાં છેલ્લા 8 દિવસથી દરરોજ બપોર બાદ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વિદાય લેતો વરસાદ ખેડૂતો માટે નુકસાન કારક સાબિત થઈ રહો છે. ખેડૂતોએ 4 મહિના સુધી જે મગફળી અને સોયાબીનના પાકનું જતન કરી પાક તૈયાર કર્યો છે. તે હવે વરસાદ માં પલળી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ ઢોર માટેનો ચારો પણ પાછોતરા વરસાદને લઈ ખરાબ થઈ રહો છે. ખેડૂતો દ્વારા સરકાર પાસે યોગ્ય વડતડ મળે તેવી માંગ કરાઈ છે.

આ પણ વાંચો: Surat: રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં પોલીસ શહીદ સંભારણા દિવસની ઉજવણી

હજી પણ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી

હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં હજુ પણ આગામી બે દિવસ દરમિયાન ભારે વરસાદ પડશે. મળતી વિગતો પ્રમાણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વાદળોને કારણે આ વરસાદી માહોલ છે. લોકલ કન્વેક્શન એક્ટિવિટીના કારણે વરસાદની આ આગાહી કરવામાં આવી છે, જેમાં નર્મદા, તાપી, સુરત, નવસારી અને ડાંગ જેવા જિલ્લાઓમાં પણ વરસાદ પડવાની શક્યતા છે.

આ પણ વાંચો: Gondal : ધોધમાર વરસાદમાં તૈયાર મગફળીનાં પાથરા તણાયા, સુલતાનપુરમાં ખેડૂતોની હાલત દયનીય!

Whatsapp share
facebook twitter