- ઈકો સેન્સેટિવ ઝોનનાં વિરોધમાં પહેલીવાર કોઈ સાંસદ મેદાને (Gir Somnath)
- સાંસદ રાજેશ ચુડાસમાં ઈકો ઝોન વિરુદ્ધનાં સંમેલનમાં પહોંચ્યા
- જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠીયાએ પણ સંમેલનમાં હાજરી આપી
- ઈકો ઝોન મામલે હું ખેડૂતો સાથે હતો અને છુંઃ રાજેશ ચુડાસમા
ગીર સોમનાથમાં (Gir Somnath) ઈકો સેન્સેટિવ ઝોનનો વિરોધ દિવસેને દિવસે વધી રહ્યો છે. તલાલા મેંગો માર્કેટ ખાતે કિસાન સંઘનાં અધ્યક્ષ સ્થાને ઇકો ઝોન (Eco Zone Dispute) વિરૂદ્ધ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપ પ્રમુખ અને સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠીયા (Mahendra Pithiya) સહિત અન્ય કેટલાક નેતાઓ, સરપંચો પહોંચ્યા હતા. અહીં, સાંસદે આ મુદ્દે મૌન તોડયું હતું.
આ પણ વાંચો – Viramgam : ‘નરેન્દ્રભાઈ છે ત્યાં સુધી વિકાસકામોમાં 1 રૂપિયો ખૂટે તેમ નથી’ : CM
જરૂરી નથી કે હું પ્રત્યક્ષ રહીને જ કામ કરુ : રાજેશ ચુડાસમા
તાલાલા ખાતે યોજાયેલા કિસાન સંઘનાં (Kisan Sangh) કાર્યક્રમમાં સાંસદ રાજેશ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી. તેમણે તમામ ખેડૂતોની માફી માંગી હતી અને કહ્યું હતું કે, ઇકો ઝોન મામલે પહેલા પણ ખેડૂતો સાથે હતો અને આજે પણ ખેડૂતો સાથે જ છું. જરુરી નથી કે પ્રત્યક્ષ રહીને જ કામ કરી શકાય. આપણી પાસે સમય ઓછો છે. લેખિતમાં રજૂઆતો કરો સંમેલનમાં સમય ન બગાડો. મે પણ મારા લેવલથી રજૂઆતો કરી છે. સાંસદે (MP Rajesh Chudasama) આગળ કહ્યું કે, મારી પણ વિભાગો અને અધિકારીઓ સાથે આ બાબતે ચર્ચા થઈ છે. આગામી દિવસોમાં આંદોલન કરતા પહેલા ખેડૂતો ઓનલાઈન પોતાની વાંધા અરજી કરે તેવો અનુરોધ તેમણે કર્યો હતો.
ઈકો સેન્સેટિવ ઝોનના વિરોધમાં પહેલીવાર કોઈ સાંસદ મેદાને
સાંસદ રાજેશ ચુડાસમાં ઈકોઝોન વિરુદ્ધના સંમેલનમાં પહોંચ્યા
મારી આ મુદ્દે અધિકારીઓ સાથે ચર્ચા થઈ છેઃરાજેશ ચુડાસમા
જરૂરી નથી કે હું પ્રત્યક્ષ રહીને જ કામ કરુઃરાજેશ ચુડાસમા#Gujarat #GirSomnath #EcoSensetiveZone #RajeshChudasama… pic.twitter.com/AdMBTOH8zX— Gujarat First (@GujaratFirst) October 20, 2024
આ પણ વાંચો – Rain in Gujarat : રાજકોટ, અમરેલી, નવસારી સહિત આ જિલ્લાઓનો મેઘરાજાએ વારો લીધો! વાંચો સમગ્ર અહેવાલ
જનપ્રતિનિધિઓનો ટેકો નહીં તો મતપેટીમાં જવાબ મળશે : ખેડૂતો
જણાવી દઈએ કે, ઇકો ઝોનનો (Eco Zone Act) વિરોધ દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે તાલાલા (Talala) ખાતે કિસાન સંઘના નેજા હેઠળ તાલાલાના તમામ ગામોનાં સરપંચો, તાલુકા અને જિલ્લા પંચાયતનાં સદસ્યોનું સંમેલન યોજાયું હતું, જેમાં ઇકો ઝોનનાં કાયદા સામે કંઈ રીતે લડવું અને કંઈ રીતે ઇકો ઝોનને પરત ધકેલવા ? આ તમામ મુદ્દાઓ પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી. આ સંમેલનમાં કોઈપણ ભોગે ઈકો ઝોન નહીં લાવવાની માગ ઊઠી હતી. ખેડૂતોએ કહ્યું કે, જનપ્રતિનિધિઓનો ટેકો નહીં તો મતપેટીમાં જવાબ મળશે. આ સાથે એવો પણ દાવો કરાયો હતો કે ઈકો ઝોનનાં જાહેરનામામાં પણ ભેદભાવ કરાયો છે. સિંહોનું હબ ગણાતા મુખ્ય સાસણ-ગીર (Sasan-Gir) ઈકો ઝોનમાંથી બાકાત રખાયા છે અને જ્યાં સિંહો નથી તેવા વિસ્તારોનો ઈકો ઝોનમાં સામેલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો – Surat : અકસ્માતમાં વેપારીના મોત મામલે પોલીસનું ચોંકાવનારું નિવેદન! કહ્યું – આરોપી વિરૂદ્ધ અગાઉ..!