Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગુજરાત યુનિવર્સિટીએ ઓનલાઈન પરીક્ષાનો કાર્યક્રમ કરાયો જાહેર

09:31 AM Apr 21, 2023 | Vipul Pandya

ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં
આવ્યો છે. જેમાં બી.કોમ સહિતની તમામ પરીક્ષાઓ
28મી
ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે જે આગામી
9મી માર્ચ
સુધી ચાલશે. દરેક વિદ્યાશાખા માટેનો પરીક્ષાનો વિસ્તૃત કાર્યક્રમ પણ જાહેર કરી
દેવામાં આવ્યો છે. આ પરીક્ષા પુરી થયા બાદ ઓફલાઇન પરીક્ષા માટેનો કાર્યક્રમ જાહેર
કરવામાં આવશે.

 

યુનિવર્સિટીએ બી.કોમ., બી.એ.,એમ.ફાર્મ
સેમેસ્ટર
5, એમએ સહિતની વિદ્યાશાખામાં
અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઓનલાઇન અને ઓફ્લાઇન એમ બન્ને પૈકી કોઇપણ
 પદ્ધતિથી
પરીક્ષા આપી શકશે. આ ઓનલાઇન પરીક્ષા માટે
39 હજાર વિદ્યાર્થીઓએ
સંમતિ આપી હતી. જેની સામે
50 હજાર જેટલા વિદ્યાર્થીઓએ ઓફલાઇન
પરીક્ષા આપવાની તૈયારી દર્શાવી હતી.

 

યુનિવર્સિટીએ સૌથી પહેલા ઓનલાઇન પરીક્ષા માટેનો કાર્યક્રમ આ જાહેર કર્યો છે.
જેમાં બી.કોમની ઓનલાઇન પરીક્ષા તા.
28મીથી શરૂ એક
થઇને
8મી માર્ચ સુધી સાંજે 4.30 થી 5-30 સુધીમાં
લેવામાં આવશે.
  બીએસસીમાં પણ 28મીથી
ફેબ્રુઆરીથી લઇને
7મી માર્ચ સુધી બપોરે 1થી 2 દરમિયાન તમામ
વિષયોની પરીક્ષા લેવામા આવશે.. બી.એ. સેમેસ્ટર
1ની ઓનલાઇન
પરીક્ષા
28 ફેબ્રુઆરીથી 9 માર્ચ
દરમિયાન
3 થી4 વાગે સુધી યોજાશે.