+

VADODARA : મતદાનના એક દિવસ પહેલા પોલીસે બુટલેગરોના મનસુબા તોડ્યા

VADODARA : વડોદરા (VADODARA) માં આજે લોકસભા (LOKSABHA) અને વિધાનસભા (VIDHANSABHA) ની પેટા ચૂંટણી માટેનું મતદાન (VOTING) યોજાઇ રહ્યું છે. તેના એક દિવસ પૂર્વે સુધી પોલીસ બુટલેગરોના મનસુબા તોડવામાં કાર્યરત…

VADODARA : વડોદરા (VADODARA) માં આજે લોકસભા (LOKSABHA) અને વિધાનસભા (VIDHANSABHA) ની પેટા ચૂંટણી માટેનું મતદાન (VOTING) યોજાઇ રહ્યું છે. તેના એક દિવસ પૂર્વે સુધી પોલીસ બુટલેગરોના મનસુબા તોડવામાં કાર્યરત હતી. ગતરાત્રે પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી. જેના આધારે કાર્યવાહી કરતા દારૂ સહિત રૂ. 10 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં બે ઇસમો સામે જરોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ખાસ વોચ ગોઠવવામાં આવી

જરોદ પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ મહેન્દ્રસિંહએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તાજેતરમાં તેઓ જરોદ પોલીસ મથકની હદમાં ચૂંટણીલક્ષી પેટ્રોલીંગ કરી રહ્યા હતા. દરમિયાન બાતમી મળી કે, હાલોલ તરફથી એક આઇસર ટેમ્પો વિદેશી દારૂ ભરીને વડોદરા તરફ જઇ રહ્યો છે. જેના આધારે ખાસ વોચ ગોઠવવામાં આવી હતી. અને વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેવામાં બાતમીને મળતો આવતો આઇસર ટેમ્પો દેખાતા તેને ઉભુ રાખવામાં આવ્યું હતું.

પુઠ્ઠા ભરેલા બોક્સ મળી આવ્યા

ચાલકને નીચે ઉતારીને અંદર તપાસ શરૂ કરવામાં આવી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ આઇસર ટેમ્પામાં કોટા સ્ટોનના પથ્થરો હોવાનું જણાતું હતું. જે બાદ પોલીસે ઝીણટભરી તપાસ આદરી હતી. જેમાં કોટા સ્ટોનના પથ્થર હટાવીને જોતા તેમાં સ્ટેન્ડની વચ્ચે પુઠ્ઠા ભરેલા બોક્સ મળી આવ્યા હતા. જેમાં અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂ હોવાનું મળી આવ્યું હતું. દરમિયાન ચાલકે પોતાની ઓળખ બાબુરામ માનારામ બિશ્નોઇ (રહે. રહે. લાછ્છી વાડ, સુરવા, સાંચોર – રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. ઉપરોક્ત કાર્યવાહીમાં પોલીસને દારૂ સહિત કુલ મળીને રૂ. 10.02 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં સફળતા મળી હતી. જેમાં દારૂની કિંમત રૂ. 3.84 લાખ આંકવામાં આવી રહી છે.

બે સામે ફરિયાદ

ઉપરોક્ત મામલે બાબુરામ માનારામ બિશ્નોઇ (રહે. રહે. લાછ્છી વાડ, સુરવા, સાંચોર – રાજસ્થાન) (હાલ રહે. સાઇ દર્શન સોસાયટી, વરેલી, કડોદરા, સુરત) અને મુદ્દામાલ ભરીને મોકલનાર કુલદિપસિંહ રાજપુત (રહે. ઉદેપુર, રાજસ્થાન) સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ કાર્યવાહીમાં બાબુરામ માનારામ બિશ્નોઇની અટકાયત કરવામાં આવી છે. જ્યારે મુદ્દામાલ મોકલનારની અટકાયત કરવા માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો — VADODARA : ભાજપના લોકસભા ઉમેદવાર મંદિરે દર્શન કરી મતદાન કરવા રવાના, જાણો શું કહ્યું

Whatsapp share
facebook twitter