+

વિધાનસભા ઇલેક્શન પહેલાં કોંગ્રેસના વધુ એક નેતા ભાજપમાં જોડાશે

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ માહોલ ગરમાઇ રહ્યો છે. હવે પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા પક્ષપલટો કરવાનું મન બનાવી દીધું છે. તેઓ આગામી 22 ઓગસ્ટે કમલમ ખાતે સી.આર. પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે. સાથે જ સ્થાનિક ભાજપના કાર્યકરો અને ટેકેદારો આ પ્રસંગે હાજર રહેશે. કોંગ્રેસ પર પરિવારવાદ અને જૂથબંધીનો આરોપ લગાવ્યોકોંગ્રેસ પ્રાંતિજના પૂર્àª
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ માહોલ ગરમાઇ રહ્યો છે. હવે પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા પક્ષપલટો કરવાનું મન બનાવી દીધું છે. તેઓ આગામી 22 ઓગસ્ટે કમલમ ખાતે સી.આર. પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે. સાથે જ સ્થાનિક ભાજપના કાર્યકરો અને ટેકેદારો આ પ્રસંગે હાજર રહેશે. 
કોંગ્રેસ પર પરિવારવાદ અને જૂથબંધીનો આરોપ લગાવ્યો
કોંગ્રેસ પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પોતાનું રાજીનામૂં મોકલી દીધું છે. રાજીનામામાં તેમણે કોંગ્રેસ પર પરિવારવાદ અને જૂથવાદના આક્ષેપો કર્યાં છે.
ઇલેક્શનને લઇને સ્થાનિક સ્તરે રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ
આવનારી ગુજરાત વિધાનસભા ઇલેક્શનને લઇને સ્થાનિક સ્તરે રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એક તરફ ભાજપના દિગ્ગજો ગુજરાત મુલાકાતે આવી રહ્યાં છે. તો બીજી તરફ રાજ્યમાં વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઇ રહ્યું છે. ખાસ કરીને આ વર્ષે ગુજરાતમાં ભાજપ તો બીજી તરફ આમ આદમી પાર્ટી  એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે. પરંતુ કોંગ્રેસની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે તેવી બની છે.  હવે પાર્ટીને પડતા પર પાટું હોય તેવો ઘાટ સર્જાયો છે. વધુ એક દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જવાનું મન બનાવી દીધું છે.
મહેન્દ્રસિંહ બારૈયા જોડાઇ શકે છે ભાજપમાં
 ઉલ્લેખનીય છે કે પ્રાંતિજ-તલોદના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ 21 ઓગષ્ટના રોજ પ્રાંતિજ માર્કંડેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસને લઈને લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કર્યુ છે. જેમાં 1000થી વધુ શુભેચ્છકો આવશે. તો 51 બ્રાહ્મણો પણ પૂજામાં જોડાશે. ત્યારબાદ તમામ કાર્યકારો ભાજપમાં જોડાઈ શકે છે. મહત્વનું છે કે આ પહેલાં ખેડબ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાયા હતા. ત્યારે હવે પ્રાંતિજના ધારાસભ્ય ભાજપમાં જોડાવા જઇ રહ્યાં છે તેનાથી સ્પષ્ટ થાય થે કે  સાબરકાંઠા જિલ્લામાં કોંગ્રેસ ખૂબ નબળી પડી રહી છે. 
 
કોણ છે મહેન્દ્રસિંહ બારૈયા
મહેન્દ્રસિંહ બારૈયાએ 1998થી રાજકારણમાં સક્રિય છે. તેઓ પહેલા પ્રાંતિજ તાલુકા કોંગ્રેસમાં મહામંત્રી હતા. ત્યાર બાદ 2002માં તેમણે જિલ્લા કોંગ્રેસનું મહામંત્રી પદ સંભાળ્યુ હતું. સાથે જ પ્રાંતિજ માર્કેટયાર્ડમાં બે વાર ડિરેક્ટર રહી ચૂક્યા છે. 2009થી 2012 દરમિયાન ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસમાં માસ્ટર ટ્રેનર તરીકેની કામગીરી કરી હતી. 2010માં તેઓ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મોયદ જીલ્લા પંચાયતની બેઠક પર 950 વોટથી વિજતા થયા હતા. સાથે જ તેઓ 2012માં પ્રાંતિજ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર હતા.  2017માં તેઓ પ્રાંતિજ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હતા પરંતુ 2551 મતોથી હાર્યા હતા. 
 
Whatsapp share
facebook twitter