+

NSA અજિત ડોભાલની સુરક્ષામાં ક્ષતિ, અજાણ્યા શખ્સે ઘરમાં ઘૂસવાનો કર્યો પ્રયત્ન

ભારતનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એટલે કે NSA અજિત ડોભાલની સુરક્ષામાં ક્ષતિ રહી ગઇ હોવાનુ તાજેતરમાં સામે આવી રહ્યુ છે. મળી રહેલી માહિતી અનુસાર, એક વ્યક્તિએ અજીત ડોભાલનાં ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, સમય સર, તે ઘુસણખોરનાં ઇરાદા નિષ્ફળ ગયા હતા. દિલ્હી પોલીસનાં એક સૂત્રએ જણાવ્યું હતું કે, સુરક્ષા દળોએ વ્યક્તિને અટકાવ્યો હતો અને તેની અટકાયત કરી હતી. દિલ્હી પોલીસ સ્પેશિયલ

ભારતનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એટલે કે NSA અજિત ડોભાલની સુરક્ષામાં ક્ષતિ રહી ગઇ હોવાનુ તાજેતરમાં
સામે આવી રહ્યુ છે. મળી રહેલી માહિતી અનુસાર, એક વ્યક્તિએ અજીત ડોભાલનાં ઘરમાં
ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. જો કે
, સમય
સર
, તે
ઘુસણખોરનાં ઇરાદા નિષ્ફળ ગયા હતા.

 

દિલ્હી પોલીસનાં એક સૂત્રએ જણાવ્યું હતું કે, સુરક્ષા
દળોએ વ્યક્તિને અટકાવ્યો હતો અને તેની અટકાયત કરી હતી. દિલ્હી પોલીસ સ્પેશિયલ
સેલની ટીમ આરોપીને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરી રહી છે. તાજેતરમાં મળી રહેલી માહિતી
મુજબ
, એક
અજાણ્યો વ્યક્તિ બુધવારે સવારે
NSA અજીત
ડોભાલનાં ઘરમાં વાહન સાથે ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો
, દરમિયાન તેને સુરક્ષાકર્મીઓએ પકડી લીધો હતો અને હવે
સ્થાનિક પોલીસ અને સ્પેશિયલ સેલ તેની પૂછપરછ કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું
છે કે, તે ભાડાની કાર લઈને આવ્યો હતો
, પ્રારંભિક
તપાસમાં તે કંઈક માનસિક રીતે પરેશાન હોવાનું જણાય છે. શું તે ભૂલથી ઘરમાં ઘુસી ગયો
હતો કે તેની પાછળ કોઈ ષડયંત્ર હતું તે હજુ સ્પષ્ટ થયું નથી. વધુ તપાસ માટે તેની
પૂછપરછ કરવામાં આવી રહી છે.

 

ઉલ્લેખનીય છે કે, અજિત ડોભાલ હર હંમેશા પાકિસ્તાન અને
ચીનની નજરમાં બની રહે છે. ડોભાલ ઘણા આતંકવાદી સંગઠનોનાં નિશાના પર પણ હોવાનુ
ચર્ચામાં આવ્યુ છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં જૈશનાં એક આતંકી પાસેથી ડોભાલની ઓફિસની
રેકીનો વીડિયો મળ્યો હતો. આ વીડિયો આતંકીએ પાકિસ્તાની હેન્ડલરને મોકલ્યો હતો. આ
પછી
NSA ડોભાલની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો.

Whatsapp share
facebook twitter