+

IPL 2024 : RCB માટે પ્લેઓફની આશા હજુ પણ જીવંત! જાણો કેવી રીતે

IPL 2024 ધીમે ધીમે તેના છેલ્લા તબક્કા તરફ આગળ વધી રહ્યું છે. હજુ સુધી કોઈ ટીમ પ્લેઓફ (playoffs) માટે ક્વોલિફાય થઈ નથી. પ્લેઓફ માટે હાલમાં KKR, RR, CSK અને SRH…

IPL 2024 ધીમે ધીમે તેના છેલ્લા તબક્કા તરફ આગળ વધી રહ્યું છે. હજુ સુધી કોઈ ટીમ પ્લેઓફ (playoffs) માટે ક્વોલિફાય થઈ નથી. પ્લેઓફ માટે હાલમાં KKR, RR, CSK અને SRH વચ્ચે હરિફાઈ જોવા મળી રહી છે. આ ટીમો અત્યારે ટેબલમાં ટોપ 4 પર છે. પરંતુ બીજી તરફ MI અને RCB ના ફેન હજુ પણ આશા રાખીને બેઠા છે કે તેમની ફેવરિટ ટીમ પ્લેઓફમાં પહોંચવામાં સફળ થશે. ત્યારે આપણે આ આર્ટિકલમાં સમજીએ કે શું આ બંને ટીમોની પ્લેઓફ (playoff) માં પહોંચવાની સંભાવના છે કે નહી…

RCB ને ચમત્કારની આશા

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સીઝન મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે ખૂબ જ ખરાબ રહ્યું છે. જોકે, RCB એ જીતની હેટ્રિક લગાવી છે. શનિવારે (4 મે) ના રોજ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં RCBએ ગુજરાત ટાઇટન્સ (GT) ને 4 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે RCBએ પ્લેઓફમાં પહોંચવાની તકો અકબંધ રાખી હતી. જો કે, જીતની હેટ્રિક છતાં, RCBનો પ્લેઓફમાં પહોંચવાનો રસ્તો ઘણો મુશ્કેલ લાગે છે. ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળની RCB પાસે હાલમાં 11 મેચમાંથી 8 પોઈન્ટ છે અને તેનો નેટ રન રેટ હજુ પણ માઈનસ (-0.049)માં છે. જો RCB તેની બાકીની 3 મેચ જીતી લે તો તે મહત્તમ 14 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. RCBએ પંજાબ કિંગ્સ (PBKS), દિલ્હી કેપિટલ્સ (DC) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) સામે મેચ રમવાની છે.

જો અને તો પર RCB ને મળી શકે છે પ્લેઓફમાં એન્ટ્રી

RCB એ તેની બાકીની ત્રણેય મેચમાં જીત મેળવ્યા ઉપરાંત આશા રાખવી પડશે કે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અથવા લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વધુમાં વધુ એક મેચ જીતે. હૈદરાબાદના 11 મેચમાં 12 પોઈન્ટ અને લખનૌના 11 મેચમાં 12 પોઈન્ટ છે. ઉલ્લેખનીય છે કે, RCB એ એવી પણ આશા રાખવી પડશે કે ચેન્નાઈ સુપર કિંગ્સ એકથી વધુ મેચ ન જીતે અને દિલ્હી કેપિટલ્સ બેથી વધુ મેચ ન જીતે. CSKના 11 મેચમાં 12 પોઈન્ટ અને દિલ્હીના 11 મેચમાં 10 પોઈન્ટ છે. જો આમ થશે તો પાંચ ટીમો દરેક 14 પોઈન્ટ પર ટાઈ થઈ જશે, જેના કારણે નેટ રન રેટ મહત્વપૂર્ણ બની જશે. જોકે, RCB 12 પોઈન્ટ સાથે પણ પ્લેઓફમાં જગ્યા બનાવી શકે છે. જો આરસીબી મેચ હારે છે તો તેણે આશા રાખવી પડશે કે દિલ્હી, ચેન્નાઈ, પંજાબ, લખનૌ અને હૈદરાબાદ 12થી વધુ પોઈન્ટ નહીં મેળવે, તો જ નેટ રન રેટના આધારે નિર્ણય લેવામાં આવશે.

IPL Points Table

IPL Points Table

સતત 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો

બેંગલુરુની ટીમને આ સિઝનમાં સતત 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે હવે ટીમની મુશ્કેલીઓ વધી ગઈ છે. સતત 6 મેચ હાર્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે પ્લેઓફના દરવાજા લગભગ બંધ થઈ ગયા છે. પરંતુ છેલ્લી ત્રણ મેચમાં જોરદાર જીત બાદ RCB ટીમે ચાહકોને નવી આશા આપી છે.

આ પણ વાંચો – MI VS SRH : સૂર્યાની સદીએ પાર પાડી મુંબઈની નૈયા, વાનખેડેના મેદાનમાં અંતે મળી જીત

આ પણ વાંચો – T20 World Cup : T20 વર્લ્ડ કપમાં થશે આતંકી હુમલો! પાકિસ્તાનથી મળી ધમકી

Whatsapp share
facebook twitter