+

રશિયાના હુમલા બાદ NATOનું એલાન, યુક્રેન પાસે સહયોગી દેશોમાં સેના તૈનાત કરાશે

રશિયાના યુક્રેન પરના હુમલા બાદ NATO દેશોએ યુક્રેનની પાસે સહયોગી દેશોમાં સેના તૈનાત કરવાનો નિર્ણય કર્યો છે. નાટોના ચીફ જેન્સ સ્ટોલટેનબર્ગે મોટુ એલાન કરતાં કહ્યું હતું કે રશિયાનો ઉદ્દેશ્ય માત્ર યુક્રેન સુધી સિમીત નથી તેવામાં અન્ય સહયોગી દેશોમાં જમીન, સમુદ્ર અને હવામાં નાટો રિસ્પોન્સ ફોર્સની ટુકડીઓને તૈનાત કરવામાં આવશે .રોમાનિયાના જહાજ પર રશિયાના હુમલા બાદ નિર્ણય.NATOના ચીફ જેન્સ
રશિયાના યુક્રેન પરના હુમલા બાદ NATO દેશોએ યુક્રેનની પાસે સહયોગી દેશોમાં સેના તૈનાત કરવાનો નિર્ણય કર્યો છે. નાટોના ચીફ જેન્સ સ્ટોલટેનબર્ગે મોટુ એલાન કરતાં કહ્યું હતું કે રશિયાનો ઉદ્દેશ્ય માત્ર યુક્રેન સુધી સિમીત નથી તેવામાં અન્ય સહયોગી દેશોમાં જમીન, સમુદ્ર અને હવામાં નાટો રિસ્પોન્સ ફોર્સની ટુકડીઓને તૈનાત કરવામાં આવશે .
રોમાનિયાના જહાજ પર રશિયાના હુમલા બાદ નિર્ણય.
NATOના ચીફ જેન્સ સ્ટોલટેનબર્ગે કહ્યું હતું કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન અને યુક્રેનના તેમના સમકક્ષ પર રશિયાના હુમલાને ધ્યાનમાં રાખીને પોતાના સહયોગી દેશોના રક્ષણ માટે સેનાની તૈનાતી કરવામાં સહમતી બની છે. તેમણે કહ્યું કે નાટો રિસ્પોન્સ ફોર્સની ત્વરીત તૈનાત કરી શકાય તેની ટુકડી મોકલવાનો નિર્ણય કરાયો છે. જો કે તેમણે કહ્યું ન હતું કે કેટલી ટુકડીઓ મોકલવામાં આવશે પણ તેમણે જણાવ્યું હતું કે તેમાં જમીન, સમુદ્રી અને વાયુ શક્તી સામેલ છે. એવું માનવામાં આવે છે કે રશિયાએ રોમાનિયાના એક જહાજ પર કરેલા હુમલાના જવાબમાં આ પગલું લેવામાં આવ્યું છે. કારણ કે રોમાનિયા નાટોનું સભ્ય દેશ છે. 
રશિયાનો ઉદ્દેશ્ય યુક્રેન સુધી સિમીત નથી.
જેન્સ સ્ટોલટેનબર્ગે કહ્યું હતું કે રશિયાનો ઉદ્દેશ્ય યુક્રેન સુધી સિમીત નથી તેવામાં સહયોગી દેશોમાં આ ફોર્સની ટુકડીઓ તૈનાત કરવાનો નિર્ણય કરાયો છે. તેમણે કહ્યું કે યુક્રેન પર રશિયાનો હુમલો વધારે પડતો છે. યુક્રેનમાં નિર્દોષ લોકો પર એક વિનાશકારી ભયાનક હુમલો તો છે જ પણ તે યુરોપીય સુરક્ષા વ્યવસ્થા પર પણ હુમલો છે અને તેથી  જ તેઓ ગંભીરતા દાખવી રહ્યા છે. તેમણે કહ્યું કે રશિયાનું લક્ષ્ય યુક્રેનની સરકાર બદલવાનું છે . તેઓ યુક્રેનના સૈન્ય પ્રત્યે પોતાનું સન્માન વ્યકત કરી રહ્યા છે જે ખુબ જ મોટી રશિયાની સેનાની સામે ટક્કર આપીને બહાદુરી અમે સાહસ સાબિત કરી રહ્યા છે. 
NATOના સભ્ય દેશો એલર્ટ 
રશિયાએ  કરેલા હુમલાને પાડોશી દેશોને પણ ડરાવી દીધા છે અને રોમાનિયા, પોલેન્ડ, લાતવીયા, એસ્ટોનિયા જેવા દેશોમાં પણ એલર્ટ જાહેર કરી દેવાયું છે અને ઇમરજન્સી લાગુ કરી દેવાઇ છે.  આ એ જ દેશો છે જે નાટોના સભ્ય બની ચુકયા છે અને રશિયાને પણ ખટકી રહ્યા છે. 
Whatsapp share
facebook twitter