+

દેશવ્યાપી દવા બજાર વેપારીનું આંદોલન સ્થગિત, આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા સાથેની બેઠક સફળ રહી

ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસો સાથે આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ  બેઠક કરી હતી જેમાં ગુજરાત કેમિસ્ટ એસોના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતાં. કેન્દ્રીય આરોગ્ય મંત્રી સાથે બેઠક સફળ રહેતા આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું છે. મહત્વનું છે કે ઓનલાઇન દવાના વિરોધમાં દેશભરના દવાના વેપારીઓએ ગલી ગલી થી દિલ્હી સુધી આંદોલનનું  એલાન કર્યું હતું. સરકારે ઓનલાઇન દવા વેચાણના વિરુદ્ધમાં કાયદો બનાવવાની  ઓલ àª
ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસો સાથે આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ  બેઠક કરી હતી જેમાં ગુજરાત કેમિસ્ટ એસોના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતાં. કેન્દ્રીય આરોગ્ય મંત્રી સાથે બેઠક સફળ રહેતા આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું છે. મહત્વનું છે કે ઓનલાઇન દવાના વિરોધમાં દેશભરના દવાના વેપારીઓએ ગલી ગલી થી દિલ્હી સુધી આંદોલનનું  એલાન કર્યું હતું. સરકારે ઓનલાઇન દવા વેચાણના વિરુદ્ધમાં કાયદો બનાવવાની  ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસોસિયેશનને  ખાતરી આપી છે. ટૂંક સમયમાં ભારત સરકાર ઓનલાઇન દવા વેચાણને લઈને કાયદો બનાવશે. નવા ડ્રગ પ્રાઇઝ કંટ્રોલ ઓર્ડરના કાયદામાં  સુધારો કરાશે. ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસોસિયેશને વગર ફાર્માસિસ્ટે ઓનલાઇન દવાઓનું વેચાણ અને ઓનલાઇન ફાર્મસીમાં નશાની દવાઓ અને ગ્રભપાતની દવાઓ પણ ઊંચા ડિસ્કાઉન્ટે મળતી હોવાની ફરિયાદ કરી હતી.
ગુજરાતના 32 હજાર વેપારીઓ આંદોલનમાં જોડાવાના હતા
ઓલ ઇન્ડિયા એસોસીએશનના 9 લાખ 40 હજાર જેમાં ગુજરાતના 32 હજાર દવાના વેપારીઓ આંદોલનમાં જોડાવાના હતા. ગુજરાત કેમિસ્ટ એસોસિયેશનના પ્રમુખ જશુભાઈ પટેલ જણાવ્યું હતું કે ગલી ગલી થી દિલ્હી સુધી દરેક શહેરમાં કલેક્ટરોને આવેદન અપાશે અને દેશભરમાં ઊંચા કમિશન પર દવા વેચતા ઓનલાઇન વેપારીઓ સામે વિરોધ નોંધાવવામાં આવશે. ઊંચા કમિશને ઓનલાઇન મળતી દવાઓ ડુપ્લીકેટ હોવાના પણ અનેક કેસ સામે આવ્યા છે ત્યારે ઓનલાઇન દવાના વેપાર પર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી માંગણી સાથે અમે તેને 15 મી ફેબ્રુઆરીએ દેશવ્યાપી આંદોલન કરવાના છીએ.
મેન્યુઅલી દવાનો વેપાર ભાંગ્યો
ગુજરાત કેમિસ્ટ એસોસિયેશનના પ્રમુખ જશુભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે 15 તારીખના રોજ અમે ગલી ગલીથી દિલ્હી સુધી તમામ સતાધિકારીઓને આવેદનપત્ર પાઠવીશું. મોટી સંખ્યામાં મેડિકલના વેપારીઓ ભેગા થશે અને જે તે જિલ્લાના કલેકટરને આવેદનપત્ર આપશે અમારું કમિશન પહેલેથી નક્કી છે અને તે મુજબ જ વર્ષોથી અમે ધંધો કરતા આવ્યા છે. પરંતુ હવે ઓનલાઇન ધંધાના વેપારીઓ 35 થી 40% સુધી ઊંચું કમિશન આપી અને લોકોને આકર્ષી રહ્યા છે પરિણામે ઊંચા ડિસ્કાઉન્ટની લાલચમાં લોકો ઓનલાઈન દવાની ખરીદી કરતા થયા છે. અને તેમાં ડુપ્લીકેટ દવાનું વેચાણ પણ થતું હોવાનું જશુભાઈ પટેલે જણાવ્યું હતું. પરિણામે વર્ષોથી મેન્યુઅલી દવાનો વેપાર કરતાં વેપારીઓ નો ધંધો પડી ભાંગ્યો છે તેને લઈને દેશભરમાં 15 મી ફેબ્રુઆરીના રોજ તમામ વેપારીઓ રસ્તા પર ઉતરશે અને દિલ્હી સુધી રજૂઆત કરશે.
મોટાપાયે ડિસ્કાઉન્ટથી લોકોને લલચાવાય છે
દવાના ઓનલાઇન વેપાર માં અનેકવાર ડુપ્લીકેટ દવા પકડાઈ હોવાના પણ કિસ્સા સામે આવ્યા છે ત્યારે ભારત સરકારે કેટલીક દવાઓના બારકોડ સિસ્ટમ પણ અમલી કરી છે. જો કે હજી ઘણી દવાઓનું બારકોડ અમલીકરણ બાકી છે તે થયા બાદ ડુપ્લીકેશનનું પ્રમાણ ઘટશે તેવું પણ જશુભાઈ પટેલે જણાવ્યું હતું. પરંતુ હાલ ઓનલાઈન વેપાર કરતી ફાર્મસી દ્વારા મોટેપાયે ડિસ્કાઉન્ટ આપી અને લોકોને લાલચ આપવામાં આવી રહી છે અને પરિણામે વેપારીઓ ના ધંધા પડી ભાંગ્યા છે ત્યારે ઓનલાઇન ધંધા પર રોક આવે તે જરૂરી છે.  ગુજરાતના 32000 દવાના વેપારીઓ 15 મી ફેબ્રુઆરીએ આંદોલનમાં જોડાશે અને દેશભરના 9,40,000 વેપારીઓ ગલી ગલી થી દિલ્હી સુધી રજૂઆત કરશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter