+

BMW Car એ સ્કૂટી પર સવાર બે યુવતીઓને કાર નીચે કચડી, જુઓ વીડિયો

બે યુવતીઓ મેળોમાંથી પોતાના ઘરે જવા માટે જતી હતી જલ્દી પહોંચવા માટે રોંગ સાઈડમાં Car ચલાવી દીધી હાલ આરોપીની ધરપકડ કરી આગળની કર્યવાહી હાથ ધરી Indore BMW Car Accident :…
  • બે યુવતીઓ મેળોમાંથી પોતાના ઘરે જવા માટે જતી હતી
  • જલ્દી પહોંચવા માટે રોંગ સાઈડમાં Car ચલાવી દીધી
  • હાલ આરોપીની ધરપકડ કરી આગળની કર્યવાહી હાથ ધરી

Indore BMW Car Accident : Madhya Pradesh ના ઈન્દોરમાં પૂરપાટે આવતી BMW Car એ સ્કૂટી પર સવાર બે યુવતીઓને ભયાવહ ટક્કર મારી હતી. ત્યારે આ ગમખ્વાર અકસ્માતમાં બંને યુવતીઓ ઘટનાસ્થળ પર ગંભીર રીતે ઘાયલ થઈ હતી. ત્યારે સ્થાનિકોએ બંને યુવતીઓને હોસ્પિટલ સુધી પહોંચાડી હતી. હોસ્પિટલમાં તુરંત બંને યુવતીઓની સારવાર હાથ ધરવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન આ બંને યુવતીઓનું મોત નિપજ્યું હતું.

બે યુવતીઓ મેળોમાંથી પોતાના ઘરે જવા માટે જતી હતી

તો ઈન્દોર પોલીસે આ સમગ્ર મામલે કેસ દાખલ કર્યો છે. તે ઉપરાંત ઘટનાસ્થળની પણ મુલાકાત લીધી છે. તેની સાથે તપાસ શરું કરતાની સાથે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. જોકે આ ઘટના મુખ્ય સ્વરૂપે મધ્ય પ્રદેશમાં આવેલા ઈન્દોરના મહાલક્ષ્મી વિસ્તારમાં બની હતી. તો એક અહેવાલ અનુસાર દીક્ષા જાદૌન અને લક્ષ્મી તોમર નામની બે યુવતીઓ મેળોમાંથી પોતાના ઘરે જવા માટે પરત ફરી રહી હતી. ત્યારે રોંગ સાઈડમાંથી એક BMW Car આવી હતી.

આ પણ વાંચો: Air Force ને મળશે આગ વરસાવતું એરક્રાફ્ટ. જાણો નામ અને તેની ખાસિયત

જલ્દી પહોંચવા માટે રોંગ સાઈડમાં Car ચલાવી દીધી

BMW Car એ યુવતીઓની સ્કૂટી સાથે ટક્કર મારી હતી. તો આ ટક્કર ખુબ જ ભયાવહ હતી. તેના કારણે આ બંને યુવતીઓ ઘટનાસ્થળ પર ખુબ જ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તેના કારણે બંને યુવતીઓ રસ્તા પર બેહોશ થઈ ગઈ હતી. ત્યારે તુરંત સ્થાનિકોએ તેમને હોસ્પિટલ સુધી પહોંચાડી હતી. તો BMW Car નો ડ્રાઈવર યુવતીઓને ટક્કર મારીને Car છોડીને ભાગી ગયો હતો. તો પોલીસ તપાસમાં માલૂમ પડ્યું છે કે, આરોપી પોતાના મિત્રના જન્મદિવસ માટે કેક લઈને જતો હતો. ત્યારે જલ્દી પહોંચવા માટે રોંગ સાઈડમાં Car ચલાવી દીધી હતી.

હાલ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી

BMW Car ના ડ્રાઈવરનું નામ ગજેન્દ્ર પ્રતાપ સિંહ છે. તો આરોપી વિરુદ્ધ પોલીસે કલમ 105 હેઠળ કેસ દાખલ કર્યો છે. અને હાલમાં આરોપી જેલીની અંદર છે. આરોપીએ પ્રાથમિક પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તેણે થોડા સમય પહેલા સેકન્ડ હેન્ડ Car ખરીદી હતી અને તે ટાસ્ક યુએસ કંપનીમાં કામ કરેએ છે. ત્યારે હાલ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Delhi માં યુવકોએ આ અનોખો કિમીયો અપનાવી 300 કરોડની કરી કમાણી

Whatsapp share
facebook twitter