+

Jamnagar: 45 મિનિટ સુધી આગના સાથીયામાં યુવકોએ ગરબાની રમઝટ બોલાવી, જુઓ આ તસવીરો

જામનગરના કડિયાવાડ વિસ્તારમાં અનોખા ગરબાની રમઝટ રાંદલ અંબિકા ગરબી મંડળ વિવિધ રાસ માટે આકર્ષણનું કેન્દ્ર 17 યુવકો 45 મિનિટ સુધી આગની વચ્ચે ગરબાની રમઝટ બોલાવી Jamnagar: ગુજરાતમાં અત્યારે ગરબાની રમઝટ…
  1. જામનગરના કડિયાવાડ વિસ્તારમાં અનોખા ગરબાની રમઝટ
  2. રાંદલ અંબિકા ગરબી મંડળ વિવિધ રાસ માટે આકર્ષણનું કેન્દ્ર
  3. 17 યુવકો 45 મિનિટ સુધી આગની વચ્ચે ગરબાની રમઝટ બોલાવી

Jamnagar: ગુજરાતમાં અત્યારે ગરબાની રમઝટ જામી છે. અનેક જગ્યાએ તો અનોખી રીતે ગરબાની ઉજવણી થઈ રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, જામનગર (jamnagar) શહેરમાં મા આધ્યાશક્તિના આરાધનાના પર્વની ઉજવણી દરમિયાન અનેક ગરબી મંડળમાં નિત નવા રાસ રજૂ કરાઈ રહ્યા છે, જેમાં ખાસ કરીને જામનગર (jamnagar)ના કડિયાવાડ વિસ્તારમાં આવેલી રાંદલ અંબિકા ગરબી મંડળ વિવિધ રાસ માટે શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. અંબિકા ગરબી મંડળના 17 યુવકો 45 મિનિટ સુધી આગની વચ્ચે ગરબાની રમઝટ બોલાવે છે જેને જોવા માટે દૂર દૂરથી લોકો અહીં પધાર્યા છે.

jamnagar

આ પણ વાંચો: Gondal: પૌરાણિક રાગ પર રચાયેલ ગરબા ગાવાની પરંપરા હજુ પણ જીવંત! જૂઓ આ તસવીરો

ચોથા નોરતે સળગતા સાથિયા નો રાસ રજૂ કરાયો

કડિયાવાડ વિસ્તારમાં ચાલી રહેલી રાંદલ અંબિકા ગરબી મંડળમાં ગઈકાલે ચોથા નોરતે સળગતા સાથિયા નો રાસ રજૂ કરાયો હતો. જેમાં ખેલૈયાઓ દ્વારા સૌ પ્રથમ ગરબી મંડળના પટાંગણમાં સળગતો સાથીઓ તૈયાર કરાયો હતો. સાથીયાના આકારમાં અંગારાઓ મૂકીને જેની વચ્ચે ખેલૈયાઓએ રાસની રમઝટ બોલાવે હતી. જે દ્રશ્ય નિહાળીને અનેક શ્રોતાગણ મંત્ર મુગ્ધ બન્યા હતા.

jamnagar

આ પણ વાંચો: જાહેર સ્થળ છે કે બાપાનો બગીચો! Palanpur ST Port પર અશ્લીલ હરકત કરતા Video Viral

દ્રશ્યો જોઈએને ગરબા જોવા આવેલા લોકો મંત્રમુગ્ધ

આ સાથિયા રાસ સમયે ગરબી મંડળના પાંડાલ વિસ્તારની તમામ લાઈટો બંધ કરવામાં આવી હતી. જેથી સળગતો સાથીઓ ખૂબ જ દીપી ઉઠ્યો હતો, અને તેની વચ્ચે ખેલૈયાઓ દ્વારા રજૂ કરાયેલા હેરત ભર્યા પ્રયોગો નિહાળીને સૌ નગરવાસીઓ આફરિન થયા હતા. અહીં સતત 45 મિનિટ સુધી આગના સાથીયામાં યુવકો ગરબાની રમઝટ બોલાવી છે.આ દ્રશ્યો જોઈએને ગરબા જોવા આવેલા લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

આ પણ વાંચો: રાજ્યનું બેસ્ટ પોલીસ સ્ટેશન એટલે પોરબંદરનું Kamalbag Police Station, મુખ્યમંત્રીએ આપ્યો એવોર્ડ

Whatsapp share
facebook twitter