+

હરિયાણાના બહાદુરગઢમાં એક સાથે 3 ફેક્ટરી બળીને ખાખ

બહાદુરગઢમાં કેમિકલ ફેક્ટરીમાં ભયાનક આગ, 3 ફેક્ટરીઓ રાખ થઈ! આગે લીધું વિકરાળ રૂપ, ઘણા વાહનોને નુકસાન! આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત ઉઠાવવી પડી દિલ્હીને અડીને આવેલા હરિયાણાના…
  • બહાદુરગઢમાં કેમિકલ ફેક્ટરીમાં ભયાનક આગ, 3 ફેક્ટરીઓ રાખ થઈ!
  • આગે લીધું વિકરાળ રૂપ, ઘણા વાહનોને નુકસાન!
  • આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત ઉઠાવવી પડી

દિલ્હીને અડીને આવેલા હરિયાણાના શહેર બહાદુરગઢથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. અહીં એક કેમિકલ ફેક્ટરીમાં આગ ફાટી નીકળી છે. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને એક પછી એક ત્રણ ફેક્ટરીઓ આ આગની લપેટમાં આવી ગઈ હતી. અડધો ડઝનથી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બહાદુરગઢ ઉપરાંત ઝજ્જર, રોહતક અને દિલ્હીથી ફાયર બ્રિગેડની ગાડીઓ બોલાવવામાં આવી છે. જો કે આગ એકદમ ભયંકર છે અને તેને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડની ટીમને ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે.

2 અન્ય ફેક્ટરીઓ રાખ થઈ ગઈ

આ કેસ બહાદુરગઢના HSIIDC સેક્ટર 16નો છે. પ્લોટ નંબર 152માં આવેલી ફેક્ટરીમાં અનેક પ્રકારના કેમિકલનું ઉત્પાદન થાય છે. આ ફેક્ટરીમાં બપોરે 12 વાગ્યાના સુમારે અચાનક આગ ફાટી નીકળી હતી. ફેક્ટરીમાં ઘણા જ્વલનશીલ પદાર્થો હાજર હતા. થોડી જ વારમાં આખી ફેક્ટરીમાં આગ લાગી ગઈ. આગ એટલી ભયાનક હતી કે કેમિકલ ફેક્ટરીની નજીકની અન્ય બે ફેક્ટરીઓને પણ તેની અસર થઈ હતી. કેમિકલ ફેક્ટરી પાસે આવેલી કાર્ડબોર્ડ ફેક્ટરી અને જૂતાની ફેક્ટરી પણ બળીને રાખ થઈ ગઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આગની જાણ તાત્કાલિક પોલીસને કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થયા હતા. જો કે આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડે કલાકો સુધી જહેમત ઉઠાવવી પડી હતી. પરંતુ આગ પ્રસરી રહી હતી. ફેક્ટરીની બહાર પાર્ક કરેલા બે વાહનોમાં પણ આગ લાગી હતી. આટલું જ નહીં આગના કારણે કારખાનાની બહારના વીજ વાયર અને થાંભલાઓને પણ મોટું નુકસાન થયું છે.

આગના કારણ અંગે સસ્પેન્સ યથાવત છે

ફૂટવેર એસોસિએશનના ઉપપ્રમુખ નરેન્દ્ર છિકારા કહે છે કે આગ પહેલા કેમિકલ ફેક્ટરીમાં લાગી હતી અને બાદમાં કાર્ડબોર્ડ ફેક્ટરી તેમજ જૂતાની ફેક્ટરીમાં ફેલાઈ હતી. આગ વધુ વિકરાળ બનતી જોઈને ફાયર બ્રિગેડના જવાનોને ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા હતા. જો કે કેમિકલ ફેક્ટરીમાં આગ કેવી રીતે લાગી? આ અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. પરંતુ ફાયર બ્રિગેડે હવે આગ પર કાબુ મેળવી લીધો છે.

આ પણ વાંચો:  Jaipur : RSS ના કાર્યક્રમમાં હુમલો, 8 સ્વયંસેવક ઘાયલ

Whatsapp share
facebook twitter