- વેપારી પાસેથી મોટી રકમ ભરેલો થેલો ઝૂંટવી લૂંટારુ ફરાર
- લૂંટના બનાવના પગલે પોલીસ તપાસનો ધમધમાટ
- DySP સહિતના અધિકારીએ કરી નાકાબંધી
Khambhalia: દ્વારકાના ખંભાળિયામાં પોલીસ સ્ટેશન નજીક દિલ ધડક લૂંટની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. મળતી જાણકારી પ્રમાણે SNDT સોસાયટીમાં અશોક ગોકાણી નામના વેપારી પાસેથી મોટી રકમ ભરેલો થેલો ઝૂંટવી લૂંટારાઓ પલાયન થઈ ગયાં હતાં. સમગ્ર ઘટનાને લઈને અત્યારે શહેરમાં ભયનો માહોલ સર્જાયો છે. ખંભાળિયા શહેરમાં મોડી રાતે વેપારી સાથે લૂંટના બનાવના પગલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Surat: ઘર કંકાસ પહોંચી છેક હત્યા સુધી! પતિએ પત્નીની હત્યા કરી પોતાનું જીવન પણ ટૂંકાવી દીધું
ખંભાળિયા શહેરમાં વેપારી સાથે લૂંટનો બનાવ
DYSP સહિતના અધિકારીઓ દ્વારા જિલ્લામાં આરોપીઓને ઝડપી લેવા નાકાબંધી કરી દેવામાં આવી છે. આ સાથે ખંભાળિયા શહેરમાં વેપારી સાથે લૂંટનો બનાવ બનતા લૂંટારા પોલીસને પડકાર ફેંકતા હોય તેવું લાગી રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો સમગ્ર ઘટનાને લઈને શહેરમાં ભયનો માહોલ સર્જાયો છે. ખંભાળિયા (Khambhalia)માં બનેલી ઘટનાને લઈને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. મોડી રાતે વેપારી સાથે લૂંટના બનાવના પગલે તપાસ શરૂ દેવામાં આવી છે.
આ પણ વાંચો: Gujarat માં ED નું મેગા સર્ચ ઓપરેશન, 23 સ્થળે દરોડા કરોડોની ટેક્સ ચોરીની આશંકા
કેવી રીતે લોકો રાત્રે બહાર નીકળી શકશે?
ગુજરાતમાં અત્યારે લોકો પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેકી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, અહીં તો પોલીસ સ્ટેશનની નજીક જ લૂંટારૂઓએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. આવી રીતે શહેરમાં લૂંટ થતી રહેશે તો કાયદો અને વ્યવસ્થા કેવી રીતે સચવાશે? કેવી રીતે લોકો રાત્રે બહાર નીકળી શકશે? આવી રીતેની ઘટનાઓ પોલીસ માટે ખરેખર મોટો પડકાર છે. તેની સત્વરે તપાસ અને કાર્યવાહી થવી જરૂરી છે. તેની સાથે સાથે એવું પણ કરવું અનિવાર્ય છે કે, ફરીવાર આવી ઘટનાને અંજામ આપતાં પહેલા આરોપીઓ વિચાર કરે. લોકો પણ માંગણી કરી રહ્યાં છે કે, પોલીસ આ બાબતે ઝડપી કાર્યવાહી કરે અને આરોપીઓની ધરપકડ કરે.
આ પણ વાંચો: Gujarat: ગુજરાતમાં ઠગબાજો બેફામ! ત્રણ કરોડમાં ક્લાસ 1 અધિકારી બનાવવાની ડંફાસ