+

Salman Khanની એક્સ ગર્લફ્રેન્ડે લોરેન્સ બિશ્નોઇને કહ્યું..ભાઇ..જેલમાંથી જ તેની સાથે વીડિયો કોલ પર વાત કરો

સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલીએ લોરેન્સ બિશ્નોઈને ખુલ્લો પત્ર લખ્યો તેણે બિશ્નોઈને વિનંતી કરી કે તે જેલમાંથી જ તેની સાથે વીડિયો કોલ પર વાત કરે સોમી અલીનો આ પત્ર…
  • સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલીએ લોરેન્સ બિશ્નોઈને ખુલ્લો પત્ર લખ્યો
  • તેણે બિશ્નોઈને વિનંતી કરી કે તે જેલમાંથી જ તેની સાથે વીડિયો કોલ પર વાત કરે
  • સોમી અલીનો આ પત્ર હવે સોશિયલ મીડિયા પર પણ વાયરલ

Salman Khan’s ex-girlfriend Somi Ali : મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને સલમાન ખાનના નજીકના મિત્ર બાબા સિદ્દીકની હત્યા કરવામાં આવી છે. જેની જવાબદારી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગે લીધી છે. આ ઘટના બાદ સલમાન ખાનની સુરક્ષાને લઈને ચિંતા ઘણી વધી ગઈ છે. આજે ફરી એક વાર સલમાનને ધમકી મળી છે જેમાં 5 કરોડની માગ કરવામાં આવી છે. હવે આ સમગ્ર મામલે સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોલી અલી (Salman Khan’s ex-girlfriend Somi Ali)એ પ્રતિક્રિયા આપી છે. તેણે લોરેન્સ બિશ્નોઈને ખુલ્લો પત્ર લખ્યો છે. જેમાં તેણે બિશ્નોઈને વિનંતી કરી છે કે તે જેલમાંથી જ તેની સાથે વીડિયો કોલ પર વાત કરે. સોમી અલીનો આ પત્ર હવે સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. આ અંગે ચાહકો પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

સોમી અલીએ લોરેન્સ બિશ્નોઈને પત્ર લખ્યો

સોમી અલીએ લખ્યું, ‘હેલો, લોરેન્સ ભાઈ. મેં સાંભળ્યું અને જોયું કે તમે જેલમાંથી પણ ઝૂમ કોલ કરો છો. હું તમારી સાથે વાત કરવા માંગુ છું. કૃપા કરીને મને કહો કે આ કેવી રીતે શક્ય બને? મને આ દુનિયામાં સૌથી વધુ ગમે તે સ્થાન રાજસ્થાન છે, અને મને તમારા મંદિરમાં આવીને પ્રાર્થના કરવાનું ગમશે.

આ પણ વાંચો–Salmanને ધમકી, તારી હાલત બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ થશે…

પહેલા તમારી સાથે ઝૂમ કૉલ કરીએ

આ સાથે તેણે લખ્યું, ‘લોરેન્સ બિશ્નોઈ માટે આ સીધો સંદેશ છે. પહેલા તમારી સાથે ઝૂમ કૉલ કરીએ અને કંઈક વાત કરીએ. પછી માનજો તમારા લાભ માટે વસ્તુઓ છે. મહેરબાની કરીને મને તમારો મોબાઈલ નંબર આપો, તે તમારા પર ખૂબ જ ઉપકાર રહેશે. આભાર.’

બંને 1993 થી 1999 સુધી રિલેશનશિપમાં હતા

તમને જણાવી દઈએ કે મૂળ પાકિસ્તાની અભિનેત્રી સોમી અલીનો જન્મ કરાચીમાં થયો હતો. સોમી 16 વર્ષની ઉંમરે સલમાન ખાનની ફેન બની ગઈ હતી. સલમાન ખાનને ઊંડો પ્રેમ કરતી સોમીએ કહ્યું હતું કે તે અમેરિકાથી તેની સાથે લગ્ન કરવા જ આવી હતી. આખરે તેની ઈચ્છા પૂરી થઈ અને તેણે સલમાન સાથે ફિલ્મોમાં કામ કર્યું. 1993માં કૃષ્ણ અવતાર ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર સોમીએ બાદમાં અંતા, યાર ગદ્દાર, તીસરા કૌન, આઓ પ્યાર કરીન, આંદોલન સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું. બંને 1993 થી 1999 સુધી રિલેશનશિપમાં હતા. સોમીએ આરોપ લગાવ્યો હતો કે ‘સલમાન ખાને તેનો મનસ્વી રીતે ઉપયોગ કર્યો, તેના પર બળાત્કાર કર્યો, તેને સિગારેટના ચાંપ દીધા અને તેના પર દારૂ રેડ્યો અને માર માર્યો. તેમના હુમલાને કારણે ઈજાઓ થઈ હતી. તેણીએ કહ્યું હતું કે, ‘તેના ઘણા અફેર હતા, છતાં તેણે મારો ઉપયોગ કર્યો.’

ઘણા લોકો તેને પબ્લિસિટી સ્ટંટ કહી રહ્યા છે

આ મામલો હવે ચર્ચાનો વિષય બન્યો છે. ઘણા લોકો તેને પબ્લિસિટી સ્ટંટ કહી રહ્યા છે તો કેટલાક લોકો મજાકમાં કહી રહ્યા છે કે સલમાનને ખતમ કરવા માટે સોમી પણ હાથ મિલાવી રહી છે. કેટલાકનું કહેવું છે કે કદાચ સોમી સલમાન વતી માફી માંગીને આ વિવાદનો અંત લાવવાનો પ્રયાસ કરી રહી છે. એકંદરે, આ મુદ્દો ખૂબ ચર્ચામાં છે.

આ પણ વાંચો–Bigg Boss : આ વીકેન્ડ કા વારમાં સલમાન ખાન નહીં જોવા મળે?

Whatsapp share
facebook twitter