Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

G20માં ગુજરાતની ગિફ્ટનો દબદબો,વડાપ્રધાનશ્રીએ વિશ્વના નેતાઓને આપી આ ખાસ ભેટ, જુઓ PHOTOS

11:42 PM Apr 25, 2023 | Vipul Pandya

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ઇન્ડોનેશિયાનાં બાલીમાં (Indonesia Bali)આયોજિત G-20 સમીટનાં સમાપન બાદ ભારત માટે નિકળી ગયાં છે. પરંતુ તે પહેલાં તેમણે ભારતીય સંસ્કૃતીને (Indian culture) દેશભરમાં પહોંચાડતું એક અદભૂત પગલું ભર્યુ છે. તેમણે બ્રિટિશ PM  ઋષિ સુનક અને ફ્રાંસનાં રાષ્ટ્રપતિ ઇમૈન્યુએલ મેક્રો સહિત તમામ વિશ્વનાં નેતાઓની મુલાકાત લીધી હતી અને ભેટ આપી હતી. આ તમામ મુલાકાતોમાં ભારત દેશનાં હિતો સંબંધિત ચર્ચા કરવામાં આવી હતી.
જો બાઇડનને કાંગડા મિનિયેચર પેઇન્ટિંગ
વડાપ્રધાનશ્રીએ મોદીએ અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બાઇડનને કાંગડા મિનિયેચર પેઇન્ટિંગ ભેટમાં આપી. આ પ્રકારનાં પેઇન્ટિંગમાં મોટા ભાગે શ્રૃંગાર રસ કે પ્રાકૃતિક પૃષ્ઠભૂમી પર પ્રેમનું ચિત્રણ કરવામાં આવે છે. આ અતિસુંદર પેઇન્ટિંગ હિમાચલ પ્રદેશનાં ચિત્રકારો પ્રાકૃતિક રંગોનો ઉપયોગ કરીને બનાવે છે.
ઋષિ સુનકને માતાની પછેડી
વડાપ્રધાનશ્રીએ બ્રિટેનનાં પીએમ ઋષિ સુનકને માતાની પછેડી ભેટમાં આપી છે. આ ગુજરાતમાં એક કપડાં પર હાથથી બનાવવામાં આવે છે અને તેને મંદિરોમાં ચડાવવામાં આવે છે જેમાં દેવી માતાની પૂજાં કરવામાં આવે છે. આ નામ ગુજરાતી શબ્દ ‘માતા’થી લેવામાં આવ્યો છે જેનો અર્થ થાય છે ‘માં દેવી’ અને પછેડી એટલે કે ‘પૃષ્ઠભૂમી’.
ઑસ્ટ્રેલિયાના PMને પીઠોરા 
વડાપ્રધાનશ્રીએ નરેન્દ્ર મોદીએ ઑસ્ટ્રેલિયાના PMને છોટા ઉદેપુરના કલાકારોએ તૈયાર કરેલ પીઠોરા ભેટમાં આપ્યાં. પીઠોરા ગુજરાતનાં છોટા ઉદેપુરનાં રાઠવા કારીગરોની એક ધાર્મિક આદિવાસી લોક કલા છે. આ ચિત્ર ઑસ્ટ્રેલિયાનાં સ્વદેશી સમુદાયોથી એબોરિજિનલ ડોટ પેઇન્ટિંગ સમાન હોય છે. 
ઈટલીના PM જ્યોર્જિયા મેલોનીને પાટણના પટોળા
વડાપ્રધાનશ્રીએ  ઈટલીના PM જ્યોર્જિયા મેલોનીને પાટણના પટોળા ગિફ્ટમાં આપ્યાં. ઉત્તરી ગુજરાતનાં પાટણ ક્ષેત્રમાં સાલ્વી પરિવાર દ્વારા બનાવવામાં આવતું પાટણનાં પટોળાનું કપડું સારી રીતે તૈયાર કરવામાં આવે છે કે અહીં રંગોનાં તહેવારો જેવી પ્રતિતી થાય છે અને જેને આગળ-પાછળ એમ બંને રીતે પહેરી શકાય છે.
ફ્રાંસનાં રાષ્ટ્રપતિને એગેટ બાઉલ
વડાપ્રધાનશ્રીએ ગુજરાતનાં કચ્છથી ફ્રાંસનાં રાષ્ટ્રપતિ ઇમેનુએલ મેક્રો, સિંગાપોરનાં પ્રધાનમંત્રી લી સીન લૂંગ અને જર્મન ઓલાફ શોલ્ઝને ‘એગેટ બાઉલ’ ઉપહારમાં આપ્યો.
ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિને સુરતનો ચાંદીનો વાટકો
વડાપ્રધાનશ્રીએ ઇન્ડોનેશિયાનાં રાષ્ટ્રપતિ જોકો વિડોડોને સૂરતનો ચાંદીનો વાટકો અને હિમાચલ પ્રદેશનાં કિન્નોરમાં નિર્મિત કિન્નોરી શૉલ ભેટમાં આપી.
સ્પેઇનનાં પ્રધાનમંત્રીને કેનલ બ્રાસ સેટ
વડાપ્રધાનશ્રીએ સ્પેઇનનાં પ્રધાનમંત્રી પેડ્રો સાંચેજને મંડી અને કુલ્લૂનું કેનલ બ્રાસ સેટ ભેટમાં આપ્યું. આ પારંપરિક સંગીત વાદ્યયંત્રોનો હાલમાં સજાવટની વસ્તુઓનાં રૂપમાં ઉપયોગ થઇ રહ્યો છે અને તેને કુશળ ધાતુથી શિલ્પકારો દ્વારા હિમાચલ પ્રદેશનાં મંડી અને કુલ્લૂ જિલ્લામાં બનાવવામાં આવે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.