+

NEET EXAM SCAM: પેપર લીક કેસમાં Gujarat ના 4 જિલ્લામાં CBIના દરોડા, કૌભાંડ મામલે તપાસનો ધમધમાટ

NEET EXAM SCAM: NEET પરીક્ષા કૌભાંડ મામલે અત્યારે સઘન તપાસ ચાલી રહીં છે. અત્યારે સુધી આ મામલે 5 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. અત્યારે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)…

NEET EXAM SCAM: NEET પરીક્ષા કૌભાંડ મામલે અત્યારે સઘન તપાસ ચાલી રહીં છે. અત્યારે સુધી આ મામલે 5 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. અત્યારે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા ગુજરાત (Gujarat)ના 4 જિલ્લાઓમાં દરોડા પાડવામં આવ્યા છે. મળતી વિગતો પ્રમામે ગુજરાત (Gujarat)ના 4 જિલ્લામાં 7 સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે. વિગતે વાત કરવામાં આવે તો પંચમહાલ, ખેડા, આણંદ અને અમદાવાદમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.

NEET પેપર લીક કેસમાં અત્યારે તપાસનો ધમધમાટ

નોંધનીય છે કે, ગોધરામાંથી થયેલા NEET પેપર લીક (NEET EXAM SCAM) કેસમાં અત્યારે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ પેપર લીકમાં ઝારખંડના હજારીબાગના પ્રિન્સિપાલ અને NTA ના સિટી કોઓર્ડિનેટર, એહસાન ઉલ હક, વાઇસ પ્રિન્સિપાલ મોહમ્મદ ઈમ્તિયાઝ અને અખબારના પત્રકાર જમાલુદ્દીનની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા પાંચ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. આ સાથે હજી પણ તપાસ ચોલી રહીં છે.

આ મામલે પોલીસે કરી એક પત્રકારની ધરપકડ

ઉલ્લેખનીય છે કે, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI), જે NEET (UG) પેપર લીક કેસની તપાસ કરી રહી છે. CBI એ શુક્રવારે ઓએસિસ સ્કૂલ, હજારીબાગના પ્રિન્સિપાલ અને NTA ના સિટી કોઓર્ડિનેટર, એહસાન ઉલ હક, વાઇસ પ્રિન્સિપાલ મોહમ્મદ ઈમ્તિયાઝ અને અખબારના પત્રકાર જમાલુદ્દીનની ધરપકડ કરી હતી. મળતી વિગતો પ્રમાણે બંનેએ NTA ના સિટી કોઓર્ડિનેટર અને સ્કૂલના પ્રિન્સિપાલ એહસાન ઉલ હક સાથે ફોન પર ઘણી લાંબી વાતચીત કરી હતી.

અગાઉ, પેપર લીક કેસની તપાસ કરી રહેલી બિહાર પોલીસની EOU (આર્થિક અપરાધ એકમ) ટીમે પટનાના રામકૃષ્ણ નગર વિસ્તારમાંથી અર્ધ બળેલું પ્રશ્નપત્ર મેળવ્યું હતું. આ પેપરના સીરીયલ નંબરની તપાસમાં જાણવા મળ્યું કે તે ઓએસિસ સ્કૂલ, મંડાઈ રોડ, હજારીબાગ ખાતે સ્થિત પરીક્ષા કેન્દ્રનું છે.

આ પણ વાંચો: Navsari: બીલીમોરામાં પાલિકાની ઘોર બેદરકારી; ખુલ્લી ગટરમાં પડી નિર્દોષ બાળકી, 12 કલાકથી છે લાપતા

આ પણ વાંચો: Gujarat Rain Update: આજે ગુજરાત થશે પાણીથી તરબોળ, આ જિલ્લાઓમાં છે અતિભારે વરસાદની આગાહી

આ પણ વાંચો: Gujarat: 120 કરોડની છેતરપિંડી કેસના તાર ગુજરાત સુધી લંબાયા, લખનૌ પોલીસે કરી 2 ની અટકાયત

Whatsapp share
facebook twitter