Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Bihar ને વિશેષ દરજ્જો આપવાને લઈને ચિરાગ પાસવાનનું મોટું નિવેદન, NEET વિશે પણ કહી આ વાત…

06:36 PM Jun 30, 2024 | Dhruv Parmar

બિહાર (Bihar)ને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગને લઈને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનનું નિવેદન સામે આવ્યું છે. ચિરાગે કહ્યું, ‘આ દબાણની રાજનીતિ નથી પરંતુ અમારી માંગ છે કે બિહાર (Bihar)ને વિશેષ રાજ્યનો દરજ્જો મળવો જોઈએ.’ બિહાર (Bihar)નો કયો પક્ષ આ માગણી નહીં કરે, કે તે માગણી સાથે સહમત નહીં થાય? અમે તેની તરફેણમાં છીએ. અમે NDA સરકારમાં છીએ. ભાજપ ગઠબંધનમાં સૌથી મોટી પાર્ટી છે અને PM મોદી અમારા નેતા છે જેના પર આપણે બધા વિશ્વાસ કરીએ છીએ. જો આ માંગ તેમની સમક્ષ ન રાખીએ તો કોને પૂછીશું?

NEET મુદ્દે પણ નિવેદન આપવામાં આવ્યું…

NEET નો મુદ્દો સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય છે. NEET મુદ્દે વિપક્ષ સતત સરકારને ઘેરી રહ્યો છે. દરમિયાન, કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને કહ્યું કે સરકાર NEET પેપર લીક મુદ્દે તમામ હિતધારકોના સંપર્કમાં છે અને વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ હિતમાં યોગ્ય સમયે નિર્ણય લેવામાં આવશે. ચિરાગે NEET મુદ્દે સંસદની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવાનો આરોપ લગાવતા વિપક્ષની ટીકા કરી અને કહ્યું કે તે તેની ખોટી વિચારસરણી દર્શાવે છે. ચિરાગે વધુમાં કહ્યું કે, “સંબંધિત એજન્સીઓ દ્વારા NEET મુદ્દાની તપાસ કરવામાં આવી રહી છે અને આ મામલો કોર્ટમાં પણ સબ-જ્યુડિસ છે. સરકાર તમામ હિતધારકો સાથે વાતચીત કરી રહી છે. વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.”

બિહારમાં સરકાર કાયદો વ્યવસ્થા સુધારવા સજ્જ…

પાસવાને એમ પણ કહ્યું કે NDA સાથી નીતિશ કુમાર આવતા વર્ષે બિહાર (Bihar)માં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધનનું નેતૃત્વ કરશે. બિહાર (Bihar)માં અપરાધમાં તાજેતરનો વધારો સૂચવે છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે તેવા વિપક્ષના આક્ષેપ પર હાજીપુરના સાંસદ ચિરાગ પાસવાને કહ્યું, “સ્થિતિ ચિંતાજનક હોઈ શકે છે પરંતુ રાજ્યમાં સરકાર તેની સાથે વ્યવહાર કરવામાં સક્ષમ છે.”

આ પણ વાંચો : Jharkhand : ભારે વરસાદના કારણે નિર્માણધીન બ્રિજ ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં…

આ પણ વાંચો : UTTAR PRADESH માં 18 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોને નહીં મળે પેટ્રોલ-ડીઝલ, યોગીનો મોટો નિર્ણય

આ પણ વાંચો : 20 કરોડ ભારતીય નારી બની ચૂકી છે બાળલગ્નનો શિકાર, UN નો ચોંકાવનારો દાવો