+

VADODARA : જિલ્લા પંચાયતમાં ઇ-સરકાર થકી 411 ફાઇલોનું સંચાલન

VADODARA : વડોદરા (VADODARA) જિલ્લા પંચાયતમાં હવેથી તમામ ફાઇલો ઇસરકાર મારફત ચલાવવામાં આવી રહી છે. ગુજરાતને ડિઝીટલ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલા ઓનલાઇન મોડ્યુઅલ ઇસરકાર મારફત ફાઇલોનું સંચાલન…

VADODARA : વડોદરા (VADODARA) જિલ્લા પંચાયતમાં હવેથી તમામ ફાઇલો ઇસરકાર મારફત ચલાવવામાં આવી રહી છે. ગુજરાતને ડિઝીટલ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલા ઓનલાઇન મોડ્યુઅલ ઇસરકાર મારફત ફાઇલોનું સંચાલન અને પત્ર વ્યવહાર કરવાનું નિયત કરાયું છે. ત્યારે જિલ્લા પંચાયતમાં મહત્તમ ફાઇલો ઇસરકાર થકી જ ચલાવવામાં આવી છે.

એપ્રુવ કરવામાં આવી

જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરાએ જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતમાં છેલ્લા ૧૪ માસ દરમિયાન ૪૧૧ જેટલી ફાઇલોને ઇસરકાર મારફત એપ્રુવ કરવામાં આવી છે અને ઇસરકાર મારફત જ રાજ્ય સરકારના સંબંધિત વિભાગને મોકલવામાં આવી છે.

પ્રતિબદ્ધતા સાથે કરવામાં આવી

આચાર સંહિતાના સમયગાળાને બાદ કરીને જોવામાં આવે તો જિલ્લા પંચાયતમાં ઇસરકારની કામગીરી પ્રતિબદ્ધતા સાથે કરવામાં આવી રહી છે. આ સમય ગાળામાં ૭૩૧ પત્રો પણ ઇસરકાર દ્વારા મોકલવામાં આવ્યા છે. આ સંખ્યા માત્ર ડીડીઓના ટેબલની છે, બાકીના શાખાધિકારીઓની સંખ્યા તેમાં ગણવામાં આવી નથી.

નિર્ણયની પ્રક્રીયા ઝડપથી થાય

વડોદરા જિલ્લાની તાલુકા પંચાયતોમાં ઇસરકારને તબક્કાવાર અમલી બનાવવાનું આયોજન છે. જેથી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત વચ્ચેનો પત્ર વ્યવહાર ઇસરકાર મારફત જ થાય અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ, વિષયાધીન નીતિ વિષયક બાબતોમાં નિર્ણયની પ્રક્રીયા ઝડપથી થાય.

પેપરલેસ કરવાની દિશામાં મહત્વપૂર્ણ કદમ

અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા સરકારી કચેરીથી સરકારી કચેરી અને સરકારી કચેરીથી અરજદાર સુધીનો પત્ર વ્યવહાર ઓનલાઇન કરવા માટે ઇસરકાર મોડ્યુલ અમલમાં મૂકવામાં આવ્યું છે. સરકારી કચેરીઓની કામગીરી પેપરલેસ કરવાની દિશામાં આ મહત્વપૂર્ણ કદમ છે. તબક્કાવાર રાજ્ય સરકારની તમામ કચેરીઓમાં પત્ર વ્યવહાર ઇસરકાર મારફત થાય, તે બાબત ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ઇસરકાર મોડ્યુઅલના ઉપયોગ માટે પાયલોટ પ્રોજેક્ટ તરીકે મત્સ્ય વિભાગને પસંદ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો — VADODARA : બે વીઘા જમીનમાં ખેડૂતે તૈયાર કર્યું “ફોરેસ્ટ મોડલ”

Whatsapp share
facebook twitter