+

ગોંડલમાં ફાયનાન્સ કંપનીના બ્રાંચ મેનેજરના આપઘાત બાદ સામે આવી હકીકત , 44 લાખની કરી હતી ઉચાપત

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ  ગોંડલ ખાતે આવેલી મુથુટ ફાયનાન્સ કંપનીના બ્રાંચ મેનેજરના આપઘાત બાદ તેણે  કુલ 44 લાખની ઉચાપત કર્યાનું સામે આવ્યું છે.  કરોડો રૂપિયાનું દેવુ થઇ જતા તેમણે પોતાની…

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ 

ગોંડલ ખાતે આવેલી મુથુટ ફાયનાન્સ કંપનીના બ્રાંચ મેનેજરના આપઘાત બાદ તેણે  કુલ 44 લાખની ઉચાપત કર્યાનું સામે આવ્યું છે.  કરોડો રૂપિયાનું દેવુ થઇ જતા તેમણે પોતાની ફરજ દરમિયાન પેઢીમાંથી 20 લાખની રોકડ અને 373 ગ્રામ સોનાના દાગીનાની ઉચાપત કરી હતી.. જો કે દેવાનો ડુંગર ખડકાઇ ગયો હોવાથી આખરે તેમણે આપઘાતનું પગલું ભર્યુ હતું.. આ મામલે ઉચાપતની ફરીાયદ નોંધાઇ છે.


આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ રાજકોટના રામદેવપીર ચોકડી શાંતિ નિકેતન પાર્ક-2 માં રહેતા  (ઉ.46) એ ગોંડલ પોલીસમાં નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે ગોંડલના હરેનભાઇ જાનીનું નામ આપ્યું છે.

છેલ્લા સાત વર્ષથી ફાયનાન્સ કંપનીમાં બ્રાંચ મેનેજર હતા

પોલીસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે ફરીયાદી ભાવીન દિલીપકુમાર ઠકરાર મુથુટ ફાયનાન્સમાં આસી. રિજીયનલ મેનેજર તરીકે નોકરી કરે છે અને તેની નીચે સૌરાષ્ટ્ર-કચ્છની 58 બ્રાંચ આવેલ છે, જેમાં જરૂરીયાત મુજબ નાણા અને સ્ટાફ સહીતની કામગીરી કરવાની હોય છે. આરોપી છેલ્લા સાત વર્ષથી ગોંડલના ત્રિકોણીયા પાસે આવેલ મુથુટ ફાયનાન્સની બ્રાંચ મેનેજર તરીકે નોકરી કરતો હતો.

રજા લીધા વગર ફરજ ઉપર આવ્યા ન હોય દાળમાં કંઇક કાળુ લાગ્યું 

પોલીસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે તા.8/5/23ના રાતના બ્રાંચ મેનેજર હરેન જગદીશભાઇ જાનીએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર અર્થે ખાનગી હોસ્પીટલમાં ખસેડાયો હતો. તે બનાવની રિઝીયોનલ મેનેજર ભાવીન ઠકરારને ફોનથી જાણ થતા મુથુટ ફાયનાન્સના અન્ય અધિકારીઓ સાથે ગોંડલ બ્રાંચે ધસી જઇ તપાસ કરતા તા.8/5/23ના બ્રાંચ મેનેજર રજા લીધા વગર ફરજ ઉપર આવ્યા ન હોય દાળમાં કંઇક કાળુ લાગતા બ્રાંચનું ઓડીટ ચેક કરવામાં આવ્યું હતું.

20 લાખની રોકડ રકમ અને રૂ.24 લાખની કિંમતના 373 ગ્રામ સોનાના દાગીના ગાયબ હતા

ગોંડલ મુથુટ ફાયનાન્સ બ્રાંચનું ઓડીટ કરતા તેમાંથી 20 લાખની રોકડ રકમ અને રૂ.24 લાખની કિંમતના 373 ગ્રામ સોનાના દાગીના ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. જે અંગેની સઘન તપાસ કરતા બ્રાંચ મેનેજર હરેન જગદીશભાઇ જાનીએ કટકે કટકે બ્રાંચમાંથી રોકડ અને સોનાના દાગીનાની ઉચાપત કરી અંગત ઉપયોગમાં વાપરી નાંખી હોવાનું બહાર આવ્યું હતું

દેણામાં ડુબી જતાં આપઘાતનું પગલું ભર્યુ 

ગોંડલ મુથુટ ફાયનાન્સના બ્રાંચ મેનેજરે દેણામાં ડુબી જતાં પોતાની ફરજ દરમિયાન પેઢીમાંથી ઉચાપત કર્યા બાદ દેણુ ભરી નહીં શકતા.તા.8/5/23ના રાતે પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર અર્થે ખાનગી હોસ્પીટલમાં ખસેડાયો હતો. જેનું તા.10/5/23ના સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું હતું.

પેઢીમાંથી ત્રણ દિવસમાં 44 લાખનું ફુલેકું ફેરવ્યું
ગોંડલ મુથુટ ફાયનાન્સ પેઢીના બ્રાંચ મેનેજર હરેન જગદીશભાઇ જાનીએ સેર સટ્ટામાં નાણા ગુમાવી દીધા બાદ ઉઘરાણી વાળાઓને જવાબ નહી આપી શકતા પોતાની પેઢીમાં તા.3/5/24 થી તા.6/5/23ના ત્રણ દિવસ દરમિયાન કટકે કટકે 20 લાખની રોકડ અને 24 લાખના દાગીના સેરવી લઇ વ્યાજખોરોને વ્યાજ પેટે ચુકવી દીધા હોવાનું જાણવા મળ્યું છે.

Whatsapp share
facebook twitter