+

Pradyumansingh નો Video વાઇરલ, કહ્યું- અત્યારે કેબિનેટમાં કોઈ પ્યોર રાજપૂત નથી, 67/33 એવા મિનિસ્ટર છે..!

ક્ષત્રિય સમાજ (Kshatriya Samaj) આંદોલન સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર આવ્યા છે. જામનગરના (Jamnagar) ક્ષત્રિય સમાજના આગેવાન પ્રદ્યુમનસિંહનો (Pradyumansingh) એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે,…

ક્ષત્રિય સમાજ (Kshatriya Samaj) આંદોલન સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર આવ્યા છે. જામનગરના (Jamnagar) ક્ષત્રિય સમાજના આગેવાન પ્રદ્યુમનસિંહનો (Pradyumansingh) એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કહેતા સંભળાઈ રહ્યા છે કે, અત્યારે કેબિનેટમાં કોઈ પ્યોર રાજપૂત નથી. આપણો એક જ લક્ષ્ય છે, ફાઈટ ટુ ફિનિશ. આપણે યુદ્ધ કરવાનું છે, નબળી વાત નથી કરવાની. આ વાઇરલ વીડિયોમાં પ્રદ્યુમનસિંહ 67/33 નો ઉલ્લેખ કરતા પણ સંભળાય છે. જ્યારે, ગુજરાત ફર્સ્ટે (Gujarat First) આ અંગે સવાલ કર્યો તો પ્રદ્યુમનસિંહે સ્પષ્ટતા કરવાને બદલે સવાલથી બચવાનો પ્રયાસ કર્યો હતો. પ્રદ્યુમનસિંહના વીડિયોમાં પી.ટી.જાડેજા પણ નજરે પડે છે. ત્યારે પ્રદ્યુમનસિંહના વાઇરલ વીડિયોથી મોટો વિવાદ થાય તેવા એંધાણ છે.

લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે નેતાઓ દ્વારા ક્ષત્રિય સમાજને લઈ આપવામાં આવતા વિવાદાસ્પદ નિવેદનોના કારણે રાજપૂત સમાજમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે. પરશોત્તમ રૂપાલાની (Parshottam Rupala) ટિપ્પણી બાદ રાજ્યમાં ઠેર ઠેર ક્ષત્રિય સમાજે (Kshatriya Samaj) ભારે વિરોધ નોંધાવ્યો, જેના પગલે પરશોત્તમ રૂપાલાને 5 વખત જાહેર મંચ પરથી માફી માગવી પડી છે. દરમિયાન, રાહુલ ગાંધી (Rahul Gandhi) અને AAP નેતા ઉમેશ મકવાણા (Umesh Makwana) દ્વારા રાજા મહારાજાઓ અંગેના વિવાદાસ્પદ નિવેદનોએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. ત્યારે હવે જામનગરના (Jamnagar) ક્ષત્રિય સમાજના આગેવાન પ્રદ્યુમનસિંહનો એક વીડિયો સામે આવ્યો છે જેનાથી મોટો વિવાદ થાય તેવા એંધાણ મળી રહ્યા છે. આ વીડિયોમાં પી.ટી.જાડેજા (PT Jadeja) પણ નજરે પડી રહ્યા છે.

અત્યારે કેબિનેટમાં કોઈ પ્યોર રાજપૂત નથી : પ્રદ્યુમનસિંહ

પ્રદ્યુમનસિંહ (Pradyumansingh) વીડિયોમાં કહેતા સંભળાય છે કે, રિઝલ્ટની ચિંતા કરતા નથી. આપણા એક પણ વ્યક્તિ ધારાસભ્ય કે એમપી બનાવ્યા નથી. 67/33 છે એવા મિનિસ્ટર છે. અત્યારે કેબિનેટમાં કોઈ પ્યોર રાજપૂત નથી. કોટનમાં કાપડ આવેને 67 ટકા કોટન અને 33 ટકા કેરી કોટન એટલે આ 67/33 છે. આપણે કંઈ પણ ગુમાવવાનું નથી. આપણું એક જ લક્ષ્ય છે, ફાઈટ ટુ ફિનિશ. તેમણે આગળ કહ્યું કે, આપણે યુદ્ધ કરવાનું છે, નબળી વાત નથી કરવાની. આ માત્ર રાજકોટનો નહીં પણ સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશનો પ્રશ્ન છે. પ્રદ્યુમનસિંહના વીડિયો બાદથી 67/33 અંગે અનેક ચર્ચા થઈ રહી છે. ત્યારે ગુજરાત ફર્સ્ટનો (Gujarat First) પણ સૌથી મોટો સવાલ છે કે 67/33 એટલે શું ?

ગુજરાત ફર્સ્ટના સવાલથી બચવાનો પ્રયાસ!

આ મામલે જ્યારે ગુજરાત ફર્સ્ટે પ્રદ્યુમનસિંહ સાથે ટેલિફોનિક વાતચીત કરી અને સવાલ કર્યો કે 67/33 એટલે શું ? તો પ્રદ્યુમનસિંહે સ્પષ્ટ જવાબ ન આપીને સવાલથી બચવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો – Lok Sabha election : રાહુલ ગાંધી, પરેશ ધાનાણી અને ઉમેશ મકવાણાને BJP નેતાએ આડેહાથ લીધા, વાંચો શું કહ્યું ?

આ પણ વાંચો – Yuvraj : આપની બુદ્ધિ કંટ્રોલમાં હોવી જોઇએ અને જબાન પર લગામ હોવી જોઇએ

આ પણ વાંચો – C.R.Patil ના કોંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યું- રાહુલ ગાંધીને..!

Whatsapp share
facebook twitter