+

Summer Vacation : રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં વેકેશનની તારીખ થઈ જાહેર

Summer Vacation : રાજયની પ્રાથમિક શાળાઓમાં વેકેશનની તારીખ જાહેર થઈ છે. જે મુજબ 9 મેથી 12 જુન રહેશે ઉનાળું વેકેશન (Summer Vacation) રહેશે. આ વેકેશન 35 દિવસનું રહેશે.13 જુનથી પ્રાથમિક…

Summer Vacation : રાજયની પ્રાથમિક શાળાઓમાં વેકેશનની તારીખ જાહેર થઈ છે. જે મુજબ 9 મેથી 12 જુન રહેશે ઉનાળું વેકેશન (Summer Vacation) રહેશે. આ વેકેશન 35 દિવસનું રહેશે.13 જુનથી પ્રાથમિક શાળાઓ પ્રારંભ થશે. અટલે કે, પ્રાથમિક શાળાઓમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન રહેશે.

35 દિવસનું ઉનાળુ વેકેશન

રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરમાં દર્શાવેલ તારીખ મુજબનુ ઉનાળુ (Summer Vacation)અને દિવાળી વેકેશન રાખવામાં આવે છે. જે મુજબ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ, સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો,બાલ અધ્યાપન મંદિરો,સ્વનિર્ભર પીટીસી કોલેજોમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં નીચે જણાવેલ તારીખે ઉનાળુ વેકેશન નિયત કરવામાં આવેલ છે. ઉનાળુ વેકેશનનો સમયગાળો તા.09-05-2024 થી 12-06-2024 સુધી સુધી રહેશે.

13 જૂનથી શરૂ થશે શાળા

શિક્ષણ વિભાગે આપેલી માહિતી પ્રમાણે 35 દિવસનું ઉનાળુ વેકેશન 12 જૂને પૂર્ણ થશે. ત્યારબાદ 13 જૂનથી રાજ્યભરની શાળાઓ રાબેતા મુજબ શરૂ થઈ જશે. નોંધનીય છે કે રાજ્યભરમાં શાળાઓમાં દિવાળી અને ઉનાળુ વેકેશન આપવામાં આવે છે. ઉનાળુ વેકેશન મુખ્ય પરીક્ષા બાદ આવે છે. ત્યારબાદ દરેક શાળામાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થાય છે.

 

15  જૂનથી સ્નાતક કક્ષા માટે બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે

રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીમાં આગામી તા.૯મી મેના રોજથી ઉનાળું વેકેશનનો પ્રારંભ થશે. ગત શુક્રવારે સરકાર તરફથી ઉનાળુ વેકેશનમાં ફેરફાર અંગે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જે મુજબ શિક્ષણ વિભાગ દ્વારા તા.9 મે થી 23 જૂન થી 46 દિવસ માટે ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. જો કે વિદ્યાનગરની સ.પ.યુનિ.માં સ્નાતક કક્ષા માટે ગત તા.22 મી એપ્રિલથી વેકેશનનો પ્રારંભ થયો તા.15જૂનથી સ્નાતક કક્ષા માટે બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. નવા શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણે પ્રથમ શૈક્ષણિક સત્ર સેમેસ્ટર-3 અને 4 ઉપરાંત પીજી સેમેસ્ટર 3 માટે આગામી 24મી જૂનથી શરૂ થશે અને 14મી ડિસેમ્બરે પૂર્ણ કરાશે.

આ પણ  વાંચો – VADODARA : રીક્ષા ભટકાતા લોકો હોવા છતાં ચાલકને રેસ્ક્યૂ કરવા રાહ જોવી પડી

આ પણ  વાંચો VADODARA : દર્દથી કણસતી ગાયને મળી ફરતા પશુ દવાખાના થકી સારવાર

આ પણ  વાંચો – Drugs cash : ડ્રગ્સ મામલે ગુજરાત DGP વિકાસ સહાયએ કર્યો આ મોટો ખુલાસો

 

Whatsapp share
facebook twitter