+

76 ફ્લાઈટ્સ દ્વારા 15 હજારથી વધુ લોકો યુક્રેનથી પરત લવાયા, કેન્દ્રીય મંત્રીએ તમામ આંકડા કર્યા જાહેર

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ વચ્ચે ભારતના ઘણા લોકો યુક્રેનમાં ફસાયેલા છે. તેમને બહાર કાઢવા માટે ભારત સરકારે ઓપરેશન ગંગા શરૂ કર્યું છે. આ ઓપરેશન હેઠળ ભારતના 15 હજાર વિદ્યાર્થીઓ અને નાગરિકોને પરત લેવામાં આવ્યા છે. આ ઓપરેશનની સફળતા સુનિશ્ચિત કરવા માટે ભારતના 4 મંત્રીઓ યુક્રેનના પડોશી દેશોમાં ગયા હતા. તેમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હતા. કેન્દ્àª

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ વચ્ચે
ભારતના ઘણા લોકો યુક્રેનમાં ફસાયેલા છે. તેમને બહાર કાઢવા માટે ભારત સરકારે ઓપરેશન
ગંગા શરૂ કર્યું છે. આ ઓપરેશન હેઠળ ભારતના
15 હજાર વિદ્યાર્થીઓ અને નાગરિકોને પરત લેવામાં આવ્યા છે. આ ઓપરેશનની
સફળતા સુનિશ્ચિત કરવા માટે ભારતના
4 મંત્રીઓ યુક્રેનના પડોશી દેશોમાં ગયા
હતા. તેમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હતા.


કેન્દ્રીય મંત્રી સિંધિયાએ કર્યું ટ્વિટ

ઓપરેશનની સફળતાની ચર્ચાઓ વચ્ચે
જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વિટ કરીને એક આંકડો જાહેર કર્યો છે
, જેમાં તેમણે જણાવ્યું છે કે કઈ સરહદો પરથી કેટલા લોકોને બહાર
કાઢવામાં આવ્યા છે.
જેમાં તેમણે જણાવ્યું છે કે અમે 76 ફ્લાઈટ્સ દ્વારા 15,920થી વધુ વિદ્યાર્થીઓને સફળતાપૂર્વક બહાર કાઢ્યા છે.આ તમામ
લોકોને
યુક્રેનની આસપાસના 4 દેશોની સરહદો પરથી લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.


રોમાનિયા – 6680 (31 ફ્લાઇટ્સ)

પોલેન્ડ – 2822 (13 ફ્લાઈટ્સ)

હંગેરી – 5300 (26 ફ્લાઈટ્સ)

સ્લોવાકિયા – 1118 (6 ફ્લાઈટ્સ)

 

પીએમ મોદીએ વખાણ કર્યા

ઉલ્લેખનિય છે કે વડા પ્રધાન નરેન્દ્ર
મોદીએ રવિવારે પણ યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે પૂણેમાં
ચલાવવામાં આવી રહેલા
ઓપરેશન ગંગાની સફળતાનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે આનો શ્રેય ભારતને
જાય છે.

Whatsapp share
facebook twitter