+

Porbandar : મતદાનના 3 દિવસ પહેલા BJP ને મોટું નુકસાન, આ દિગ્ગજ નેતાનું હાર્ટ એટેકથી થયું નિધન

લોકસભા ચૂંટણીના (Lok Sabha Election) મતદાન પૂર્વે પોરબંદરથી (Porbandar) ખૂબ જ દુ:ખદ સમાચાર આવ્યા છે. પોરબંદરના રાણાવાવ-કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય કરસન દુલા ઓડેદરાનું (Karsan Dula Odedara) દુ:ખદ નિધન થયું છે. ગત…

લોકસભા ચૂંટણીના (Lok Sabha Election) મતદાન પૂર્વે પોરબંદરથી (Porbandar) ખૂબ જ દુ:ખદ સમાચાર આવ્યા છે. પોરબંદરના રાણાવાવ-કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય કરસન દુલા ઓડેદરાનું (Karsan Dula Odedara) દુ:ખદ નિધન થયું છે. ગત મોડી રાતે હાર્ટ એટેક આવતા તેમનું નિધન થયું હોવાની માહિતી છે. કરસનભાઈ ઓડેદરા રાણાવાવ કુતિયાણામાં (Ranavav-Kutiyana) ભારતીય જનતા પાર્ટીમાંથી સતત ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા હતા.

હાર્ટ એટેકથી થયું નિધન

રાજ્યમાં 7 મેના રોજ લોકસભા ચૂંટણી માટે મતદાન થવાના છે. રાજ્યમાં હાલ ચૂંટણીનો માહોલ જામ્યો છે. ચૂંટણી ઉમેદવારો પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આ ચૂંટણી માહોલ વચ્ચે પોરબંદરથી દુ:ખદ સમાચાર આવ્યા છે. પોરબંદરના રાણાવાવ-કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય કરસનભાઈ ઓડેદરાનું (Karsan Dula Odedara) નિધન થયું છે. ગત મોડી રાતે કરસનભાઈ ઓડેદરાને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તેમનું અવસાન થયું છે.

અંતિમ યાત્રામાં ભાજપના નેતાઓ, મોટી સંખ્યામાં લોકો જોડાયા

આજે કરશનભાઈ ઓડેદરાની અંતિમ યાત્રામાં યોજાઈ હતી, જેમાં પોરબંદરના (Porbandar) પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia), બાબુભાઈ બોખિરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ ઓડેદરા, પોરબંદર APMC ચેરમેન લખમણ ઓડેદરા, પાલિકા પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી, જિલ્લા પંચાયત પ્રમુખ સભ્યો, તાલુકા પંચાયતના પ્રમુખ સભ્યો તથા જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ગ્રામજનો સાથે જોડાયા હતા.

કરશનભાઈ ઓડેદરા

કરશનભાઈ ઓડેદરા

ભાજપમાંથી સતત ત્રણ વખત ધારાસભ્ય રહ્યા

જણાવી દઈએ કે, કરસનભાઈ ઓડેદરા રાણાવાવ કુતિયાણામાં ભારતીય જનતા પાર્ટીમાંથી (BJP) સતત ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા હતા. કુતિયાણાના રાણાવાવ પર 1998 થી 2007 સુધી ભાજપ પક્ષમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. કરસનભાઈ ઓડેદરાના નિધનથી ભારતીય જનતા પાર્ટીમાં શોકની લાગણી છે. કરસનભાઈ ઓડેદરાના નિધન બાદ પોરબંદર લોકસભા બેઠક પરથી BJP ના ઉમેદવાર મનસુખ માંડવીયા (Mansukh Mandaviya) અને વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાના (Arjun Modhwadia) સમર્થનમાં આયોજિત રોડ શૉ મુલતવી રાખવામાં આવ્યો છે. પોરબંદર શહેરમાં આજે સાંજે 5 કલાકે વિશાળ રોડ શૉનું આયોજન કરાયું હતું. રોડ શૉ રદ થયા અંગેની માહિતી અર્જુન મોઢવાડિયાએ ટ્વિટ કરીને આપી હતી.

 

આ પણ વાંચો – Jetpur: રુપાલી ગાંગલીએ મનસુખ માંડવિયાના રોડ શોમાં કર્યો પ્રચાર

આ પણ વાંચો – Amit Shah: રાહુલબાબા વાયનાડમાં હારવાના છે એટલે રાયબરેલી ગયા…

આ પણ વાંચો – Elections : મતદારોને રિઝવવા છેલ્લી ઘડીના પ્રયાસો…

Whatsapp share
facebook twitter